મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024: વર્તમાન સમયમાં ડગલે ને પગલે અને પગલે વિવિધ પ્રકારના દસ્તાવેજી ડૉક્યુમેન્ટ ની જરૂર પડતી હોય છે આપણી પાસે વિવિધ પ્રકારના ડોકયુમેન્ટ હોય છે. ભારતીય ચુંટણીપંચ દ્વારા નિયત કરેલ ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. આ ચુંટણી કાર્ડ માટે ચુંટણીપંચ દ્વારા વખતો વખત ખાસ જુંબેશ અને મતદાર યાદી સુધારણા અટેલે કે મતદારયાદી ને લગતા કામ માટે ચુંટણી પંચ દ્વારા વર્ષમાં સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે. જે આ વખતે તા. 29/10/2024 થી તા. 28/11/2024 સુધી યોજાશે. આ સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ વિગતો નીચે દર્શાવેલ છે.
કાર્યક્રમ ની વિગત | મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024 |
તારીખ | 29/10/2024 થી તા. 28/11/2024 |
કામગીરી | ચુંટણીકાર્ડ ને લાગતું તમામ કામ મતદારયાદીમા નવા નામ દાખલ કરવા અને સુધારાઓ |
કોનો સંપર્ક કરવો. | તમારા વિસ્તારના BLO / ઓનલાઇન વેબસાઇટ દ્વારા |
ઓફીસીયલ વેબસાઇટ | https://voters.eci.gov.in/ https://sec.gujarat.gov.in/ |
મતદાર યાદી સુધારણા કામગીરી 2024
ભારતીય ચુંટણીપંચ દ્વારા મતદારયાદી સંક્ષિપ્ત સૂધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમા તા. 29/10/2024 થી તા. 28/11/2024 સુધી મતદારયાદીને(ચુંટણીકાર્ડ) લગતા વિવિધ કામો કરી શકાશે. જે નીચે મુજબ છે.
- ચુંટણીકાર્ડમાં નવુ નામ દાખલ કરવુ
- ચુંટણીકાર્ડ માંથી નામ કમી કરાવવુ
- ચુંટણીકાર્ડના નામમા સુધારો કરવા
- ચુંટણીકાર્ડમાં સરનામુ બદલવા
મતદાર યાદી Voter Id ચુંટણીકાર્ડ માટે ફોર્મ
મતદાર યાદી ચુંટણીકાર્ડ ને લગતી કામગીરી માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે જે નીચે મુજબ છે.
- ચુંટણીકાર્ડમાં નવુ નામ દાખલ કરવવા માટે : મતદાર યાદીમા નવુ નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-1 -2025 ના રોજ 18 વર્ષ પુરા થતા હોય તે ભરી શકે છે.
- ચુંટણીકાર્ડમાં નામ કમી કરાવવુ: કોઇ કારણસર (લગ્ન થયેથી,અવસાન થતાં,..) જો મતદાર યાદી માથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ રહે છે. ભર્યાબાદ તેની પહોંચ મેળવી લેવી.
- ચુંટણીકાર્ડ માં નામમા સુધારો કરવા : જો તમારા નામ,અટક કે સબંધી નું નામ અથવા સબંધ ના પ્રકારમાં જેવો કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં. 8 ભરવાનુ હોય છે.
- ચુંટણીકાર્ડમાં સરનામુ બદલવુ: મતદારયાદીમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.
ઉપરોક્ત તમામ ફોર્મ તમારા વિસ્તારના BLO પાસેથી મળી રહેશે તેમજ ચુંટણીપંચ ની આ પોસ્ટમાં ઉપર આપેલી વેબસાઇટ તેમજ તેની ઍપ્લિકેશન મારફત ઓનલાઇન અરજી પણ નિશુક્લ કરી શકાય છે.
Voter Id Online Correction
NVSP Portal દ્વારા
મતદારયાદી (ચુંટણીકાર્ડ) સુધારણા ને લગતા કામ માટે ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે. ચૂંટણી પંચના National Voter’s Service Portal -NVSP Portal ના માધ્યમથી પણ ચુંટણીકાર્ડ ને લગતી કામગીરી કરી શકાય છે.
NVSP Portal પર જવા માટે અહી ક્લિક કરો
Voter Helpline મોબાઈલ ઍપ્લિકેશન થી
ગૂગલે પ્લે સ્ટોર પરથી આ ઍપ્લિકેશન ડાઉનલૉડ કરી શકાશે જે એપ ના માધ્યમથી પણ ચુંટણીકાર્ડ ને લગતા સુધારા ઘરબેઠા કરી શકાશે
ચુંટણીકાર્ડ ની કામગીરી માટે જરૂરી આધાર પુરાવા
નવા Voter Id (ચુંટણીકાર્ડ) માટે(ફોર્મ નંબર 6)
- અરજદાર ની લિવિંગ સર્ટિ ની ઝેરોક્ષ
- અરજદાર નો પાસપોર્ટ સાઇઝ ફોટો
- અરજદારના આધાર કાર્ડની ઝેરોક્ષ
- ઘરના કોઈ મુખ્ય સભ્ય(વાલી) ના ચુંટણી કાર્ડની ઝેરોક્ષ
Voter Id (ચુંટણીકાર્ડ)માં નામ કમી કરવા માટે(ફોર્મ નંબર 7 )
- અરજદારના આધાર કાર્ડની ઝેરોક્ષ
- અરજદારના ચુંટણી કાર્ડની ઝેરોક્ષ
- નામ કમી કરવું હોય તેવી વ્યક્તિના પુરાવા (લગ્ન પત્રિકા, મરણ નો દાખલો )
Voter Id (ચુંટણીકાર્ડ)માં નામ સુધારા કરવા માટે(ફોર્મ નંબર 8 )
- અરજદારના ચુંટણી કાર્ડની ઝેરોક્ષ
- અરજદાર નો પાસપોર્ટ સાઇઝ ફોટો
- અરજદાર ની લિવિંગ સર્ટિ ની ઝેરોક્ષ
- અરજદારના આધાર કાર્ડની ઝેરોક્ષ
Voter Id માં સરનામાં સુધારા કરવા માટે (ફોર્મ નંબર 8 – ક )
- અરજદારના ચુંટણી કાર્ડની ઝેરોક્ષ
- અરજદારના આધાર કાર્ડની ઝેરોક્ષ
- અરજદાર નો રહેઠાણનો દાખલો
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024 નો પરિપત્ર
મતદાર યાદી સુધારણા કાર્યકમ ૨૦૨૪ નો પરિપત્ર Download કરવા અહી ક્લિક કરો