Admission to RTE Gujarat 2024–2025: The Education Department of the Gujarat State Government has released the Right to Education Admission 2024–25 Notification. Applications for RTE Gujarat Admission must be submitted online at www.rte.orpgujarat.com by all applicants who are willing. The deadline for candidates to submit their RTE is March 26, 2024. Check out the whole details about RTE Gujarat Admission 2024–25 by reading the information below.
It’s an initiative by the Gujarat state government to provide free and compulsory education to children between the ages of 6 to 14 years.
RTE Gujarat Admission 2024-25
The wait will soon come to an end as the RTE Gujarat admission form 2024–25 will be announced on March 14, 2024. All interested applicants may apply, and the deadline is March 26, 2024, for submitting the form. On March 7, 2024, the official authorities announced the RTE Gujarat Admission 2024–25 announcement. Through the Right to Education program, parents who are unable to provide for their children’s education or who are unable to pay the school fees can apply for admission and help their children receive an education.
Organization Name | State Government Gujarat (Education Department) |
યોજના નું નામ | Right to Education Admission 2024-25 |
યોજના નો હેતુ | ભારતમાં 6 થી 14 વર્ષની વયજૂથના બાળકોને સાર્વત્રિક, નિઃશુલ્ક અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ આપવાનો કરવાનો છે. |
Online અરજી કરવાની કરવાનો સમયગાળો | 07/03/24 થી 26/03/24 |
Mode of Application Form | Online |
Official Website | rte.orpgujarat.com |
ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૪/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે.
RTE Gujarat 2024 Exam Date and Schedule
Event | Date |
RTE Gujarat 2024 જાહેરાત બહાર પડ્યા ની તારીખ | 05/03/2024 |
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો | 14/03/24 થી 30/03/24 |
જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મ ની ચકાસણી કરવાનો સમયગાળો | 14/03/24 થી 28/04/24 |
માત્ર અમન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો | 01/04/24 થી 03/04/24 |
માત્ર અમન્ય થયેલ ઓનલાઇન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમય ગાળો | 01/04/24 થી 04/04/24 |
પ્રવેશ પ્રક્રિયા નો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ | 06/04/24 |
All About RTE Gujarat Admission 2024-25
Who are eligible for RTE Gujarat?
- ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦/-ની આવક મર્યાદા લાગુ પડશે.
- વધુમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વખતો વખત જે આવક મર્યાદા નક્કી કરવામાં આવશે તે જે તે શૈક્ષણિક વર્ષના પ્રવેશ માટે લાગુ પાડવાની રહેશે.
- સૌથી ઓછી આવક ધરાવતા કુટુમ્બનાં બાળકોને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવશે.
Required Documents for Gujarat RTE Admission
RTE Gujarat માં ઓનલાઈન અરજી કરવામાટે નીચ આપેલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના રહેશે આ ઉપરાંત અલગ અલગ કેટેગરી માટે જોઈતા ડોકયુમેન્ટ ને નીચે ના કોષ્ટક માં દર્શાવેલ છે તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સુચના પણ આપેલ છે
ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે
- જન્મ-તારીખનો દાખલો,
- રહેઠાણનો પુરાવો
- વાલી નું જાતિ નું પ્રમાણપત્ર
- જાતિ/કેટેગરીનો દાખલો,
- તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો,
- ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં)
- બાળકનું આધાર કાર્ડ
- વાલીનું આધારકાર્ડ
- બેંક ની પાસબુક
- આ ઉપરાંત અન્ય કેટેગરી પ્રમાણે અન્ય આધારો ની જરૂર હોય તેમજ ક્યાં આધારો કઢાવવા તેની વધારે માહિતી નીચેના કોષ્ટક માં દર્શાવેલ છે
RTE માં પ્રવેશ મેળવવા માટે ક્યાં ડોકયુમેન્ટ ની જરૂર પડશે.
ક્રમ | ડોક્યુમેન્ટ નું નામ | માન્ય આધાર પુરાવા |
1. | રહેઠાણ નો પુરાવો | આધારકાર્ડ પાસપોર્ટ વીજળી બિલ પાણી બિલ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર |
2. | વાલીનું જાતીનું પ્રમાણપત્ર | મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર |
3. | જન્મનું પ્રમાણપત્ર | ગ્રામ પંચાયત નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું |
4. | ફોટોગ્રાફ | પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ |
5. | વાલીની આવકનું પ્રમાણપત્ર | આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો જ માન્ય ગણાશે. |
6. | બીપીએલ | ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ. |
7. | વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ | મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર |
8. | અનાથ બાળક | જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર |
9. | સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક | જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર |
10. | બાલગૃહ ના બાળકો | જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર |
11. | બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો | જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર |
12. | સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો | સિવિલ સર્જન પ્રમાણપત્ર |
13. | ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ) | સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%) |
14. | (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો | સિવિલ સર્જન પ્રમાણપત્ર |
15. | શહીદ થયેલ જવાનના બાળકો | સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો |
16. | સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે | ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો |
17. | સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો | સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે |
18. | બાળકનું આધારકાર્ડ | બાળકના આધારકાર્ડની નકલ |
19. | વાલીનું આધારકાર્ડ | વાલીના આધારકાર્ડની નકલ |
20. | બેંકની વિગતો | બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ |
21. | સેલ્ફ ડિક્લેરેશન | પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે. |
અપલોડ કરવાના ડોક્યુમેન્ટ અને તેની વિગતો અને સુચના
RTE Gujarat 24-25 માં online અરજી કરતી વખતે અપલોડ કરવાના પુરાવાઓ ની વિગતો નીચે આપેલ છે અહી આપેલ વિગતો કેટેગરી પ્રમાણે દર્શાવેલ છે
ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સુચના
- Online form ભરતી વખતે ફક્ત ઓરીજનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના રહેશે.
- ઝાંખા ઝેરોક્ષ કોપી અને ન વંચાય એવા ડોક્યુમેન્ટ રીજેક્ટ થઈ શકે છે.
- અપલોડ કરવાના ડોક્યુમેન્ટ JPGE અને PDF ફોરમેટમાં કરવાના રહેશે અને 1 કરતા વધારે પેજ વાળા ડોક્યુમેન્ટ ને pdf ફોરમેટમાં જેની સાઈઝ 5MB થી ઓછી હોવી જોઈએ.
અપલોડ કરવાના ડોક્યુમેન્ટ ની કેટેગરી પ્રમાણે સૂચી
ક્રમ | કેટેગરી | ડોક્યુમેન્ટ |
1. | અનાથ બાળક | જન્મનું પ્રમાણપત્ર રહેઠાણ નો પુરાવો ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC)નું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઈઝ ના પિતા કે વાલી ની સહી નો નમુનો |
2. | સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક | જન્મનું પ્રમાણપત્ર રહેઠાણ નો પુરાવો ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC)નું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઈઝ ના ફોટોગ્રાફ માતા-પિતા કે વાલી ની સહી નો નમુનો |
3. | બાલ ગ્રુપના બાળકો | જન્મનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC)નું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ માતા પિતા / વાલીની સહી નો નમુનો |
4. | બાળમજૂર કે સ્થળાંતરીત મજુર ના બાળકો | જન્મનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ માતા પિતા / વાલીની સહી નો નમુનો |
5. | મંદ બુદ્ધિ કે સેરેબલ પાલ્સી ધરાવતા બાળકો | જન્મનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર 40% કે તેથી વધુ ટકાવારી ધરાવતાપાસપોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ માતા પિતા / વાલીની સહી નો નમુનો |
6. | એન્ટી રેટ્રો વાયરલ થેરાપીની સારવાર લેતા બાળકો | જન્મનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો સિવિલ સર્જન સુધીનું પ્રમાણપત્રપાસપોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ માતા પિતા / વાલીની સહી નો નમુનો |
7. | ભરત દરમિયાન શહીદ થયેલ લશ્કરી અર્ધલશ્કરી પોલીસ દળના જવાનોના બાળકો | જન્મનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો સંબંધીત ખાતાના સક્ષમ અધિકારી નો દાખલોપાસપોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ માતા પિતા / વાલીની સહી નો નમુનો |
8. | જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી | જન્મનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો આવકનો દાખલો (તા ૦1/૦4/2021 કે તે પછી નોસક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી (સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો પાનકાર્ડ (જો હોય તો)છેલ્લા વર્ષનો ઈન્કમટેક્સ રિટર્ન જો ફાઈલ કરતા હોય તો સેલ્ફ ડિકલેરેશન (પાનકાર્ડ કે ઇન્કમટેક્સ ના ભરતા હોય) તેના માટે પાસપોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ |
9. | રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો | જન્મનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો આવકનો દાખલો (તા ૦1/૦4/2021 કે તે પછી નોઆંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું અધિકારીનું પ્રમાણપત્રપાનકાર્ડ (જો હોય તો)છેલ્લા વર્ષનો ઈન્કમટેક્સ રિટર્ન જો ફાઈલ કરતા હોય તો સેલ્ફ ડિકલેરેશન (પાનકાર્ડ કે ઇન્કમટેક્સ ના ભરતા હોય) તેના માટે પાસપોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ માતા પિતા / વાલીની સહી નો નમુનો |
10. | 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી S.C એસ.ટી જનરલ તથા અન્ય બીપીએલ કુટુંબના બાળકો | જન્મનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો આવકનો દાખલો (તા ૦1/૦4/2021 કે તે પછી નોજાતિ નો દાખલો પાનકાર્ડ (જો હોય તો)છેલ્લા વર્ષનો ઈન્કમટેક્સ રિટર્ન જો ફાઈલ કરતા હોય તો સેલ્ફ ડિકલેરેશન (પાનકાર્ડ કે ઇન્કમટેક્સ ના ભરતા હોય) તેના માટે પાસપોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ માતા પિતા / વાલીની સહી નો નમુનો |
11. | સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અન્ય પછાત વર્ગ વિચરતી વિમુક્ત જાતી ના બાળકો NTDNT માં ના કરે તો | જન્મનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો આવકનો દાખલો (તા ૦1/૦4/2021 કે તે પછી નોજાતિ નો દાખલો પાનકાર્ડ (જો હોય તો)છેલ્લા વર્ષનો ઈન્કમટેક્સ રિટર્ન જો ફાઈલ કરતા હોય તો સેલ્ફ ડિકલેરેશન (પાનકાર્ડ કે ઇન્કમટેક્સ ના ભરતા હોય) તેના માટે પાસપોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ માતા પિતા / વાલીની સહી નો નમુનો |
12. | સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અન્ય પછાત વર્ગ વિચરતી વિમુક્ત જાતી ના બાળકો NTDNT માં હા કરે તો | જન્મનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો આવકનો દાખલો (તા ૦1/૦4/2021 કે તે પછી નોજાતિ નો દાખલો NTDTN હોવા અંગે નો દાખલો (વિચરતી વિમુક્ત જાતિ નો દાખલો)પાનકાર્ડ (જો હોય તો)છેલ્લા વર્ષનો ઈન્કમટેક્સ રિટર્ન જો ફાઈલ કરતા હોય તો સેલ્ફ ડિકલેરેશન (પાનકાર્ડ કે ઇન્કમટેક્સ ના ભરતા હોય) તેના માટે પાસપોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ માતા પિતા / વાલીની સહી નો નમુનો |
13. | જનરલ કેટેગરી અનામત વર્ગના બાળકો | જન્મનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો આવકનો દાખલો (તા ૦1/૦4/2021 કે તે પછી નોપાનકાર્ડ (જો હોય તો)છેલ્લા વર્ષનો ઈન્કમટેક્સ રિટર્ન જો ફાઈલ કરતા હોય તો સેલ્ફ ડિકલેરેશન (પાનકાર્ડ કે ઇન્કમટેક્સ ના ભરતા હોય) તેના માટે પાસપોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ માતા પિતા / વાલીની સહી નો નમુનો |
RTE Gujarat માં બાળકો ના પ્રવેશ -શાળા ફાળવણીનો માટે નો અગ્રતાક્રમ
RTE Gujarat માં ફોર્મ ભરેલ બાળકો ને નીચે દર્શાવેલ સૂચી પ્રમાણે અગ્રતાક્રમ આપવામાં આવશે
- અનાથ બાળક
- સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
- બાલગૃહનાં બાળકો
- બાળમજુર/સ્થળંતરીત મજૂરનાં બાળકો
- મંદ બુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંક અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪(૧)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક
- (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો
- ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલિસદળનાં જવાનનાં બાળકો
- જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
- રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
- ૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્ય) ના BPL કુંટુંબના બાળકો
- અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો
- જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો
RTE Gujarat માં online પ્રવેશ મળ્યા બાદ ની કરવાની પ્રક્રિયા
- ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ આપે જણાવેલ સમય મર્યાદામાં જે તે શાળામાં જરૂરી આધાર પુરાવા સાથે પ્રવેશ મેળવી લેવાનો રહેશે.
સમય મર્યાદામાં આપ જે તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ નહિ મેળવો તો જણાવેલ સમય મર્યાદા બાદ પછીનાં ક્રમનાં વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવશે અને આપનો પ્રવેશ રદ થઈ જશે.
ત્યારબાદ આપની કોઈ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. જેથી સમયસર પ્રવેશ મેળવી લેવો આપના હિતમાં છે.
Apply Online Link for RTE Gujarat 2024
Conclusion
RTE અંતર્ગત, ગરીબ અને વંચિત પરિવારના બાળકોને સારું શિક્ષણ મળી રહે, આ બાળકોને ને શિક્ષણ માં સમાન તક મળે તેમજ શિક્ષણ નો દર વધે તે માટે સરકાર દ્વારા કાયદો કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ, 6 થી 14 વર્ષના બાળકોને સરકારી તેમજ નક્કી કરેલ ક્વોટા 25% મુજબ ખાનગી શાળા માં નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ મળવાનો અધિકાર છે, અહી આ પોસ્ટ માં RTE Gujarat Admission 2024-25 માટે ની માહિત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વધુ માહિતી ઓફિસિયલ વેબસાઈટ https://rte.orpgujarat.com પર થી મેળવી શકો છો.