પ્રાર્થના એટલે શું ?
પ્રાર્થના (Prarthana) શબ્દનો અર્થ થાય છે ભગવાન અથવા ઉચ્ચ શક્તિ સાથે નું એક આધ્યાત્મિક જોડાણ , જ્યાં આપણે આપણી લાગણીઓ, વિચારો અને ઈચ્છાઓ વ્યક્ત કરીએ છીએ.
પ્રાર્થનાના ઓ વિવિધ હેતુ ઓ માટે કરવામાં આવે છે જેમકે કૃતજ્ઞતા,ક્ષમા, માર્ગદર્શન, શક્તિ, શાંતિ
શાળા માં બાળકો નિત્ય પ્રાર્થના કરી ને અભ્યાસ કરવાની શરૂઆત કરે છે જેથી વિધાર્થીઓ નું ચિત્ત શાંત બને અને અભ્યાસમાં વધારે મન પરોવાય. પ્રાર્થના શાંત ચિત અને શુદ્ધ હ્રદય થી કરવી જોઈએ જેથી વધારે ફાયદા કારક નીવડે. શાળામાં પ્રાર્થના કાર્યક્રમમાં વિવિધ પ્રવુતિ ઓ પણ કરવામાં આવે છે કે જે થી વિધાર્થીઓ ના જ્ઞાનમાં વધારો થાય તેમજ સાથે સાથે તેમનો સ્ટેજ ફીયર દુર થાય. અહી આ પોસ્ટમાં Prathana Sanchalan ની રૂપ રેખા આપવામાં આવી છે. જેનો ઉપયોગ પ્રાર્થના માં ઉપયોગ કરી શકાય છે તેમજ તેમાં karykam ને અનુરૂપ સુધારા કરી ને ઉપયોગમાં લઈ શકાય છે.
Prathna Sabha Sanchalan in Gujarati
યોગીક ક્રિયાઓ :-
૧. કાંડાનું રોટેશન કરીશું (અંદરથી બહારની તરફ, બહાર થી અંદરની તરફ )
૨. ગરદનનું રોટેશન કરીશું (ડાબે થી જમણે , ઉપર – નીચે )
૩. આંખનું રોટેશન કરીશું (અંગૂઠા ના નખ સામે નજર , નાનું વર્તુળ – મોટું વર્તુળ
આંખો બંધ :- પ્રાર્થના શરૂ
આદરણીય આચાર્યશ્રી ,શિક્ષકગણ તથા મારા વહાલા વિધ્યાર્થી ભાઈઓ અને બહેનો સુ-પ્રભાત
મારુ નામ ……………………. છે . હું ધોરણ ………માં અભ્યાસ કરું છું. હું આજના આપણા આ પ્રાર્થના કાર્યક્રમ નું સંચાલન કરીશ.
આજે તારીખ …………..અને વાર …………………..
ભગવાન ને જમવા માટે આપણે ભોજન ધરીએ છીએ પણ ભગવાન ને ભોજન કરતાં પણ પ્રિય છે ભજન. ભગવાનને પ્રિય એવું સરસ મજાનું ભજન કે જેના શબ્દો છે .. ………….. જે લઈને આવે છે મારા સહપાઠી ભાઈ/બહેન શ્રી ………………………..
આપણા મનને શાંતિ આપનારી એવીજ સરસ મજાની ધૂન કે જેના શબ્દો છે ……………………………..કે જે લઈને આવે છે મારા સહપાઠી ભાઈ/બહેન શ્રી …………………
અમને અને તમને સૌને પ્રિય એવું બાળગીત કે જેના શબ્દો છે …………………………. જે લઈને આવે છે મારા સહપાઠી ભાઈ/બહેન શ્રી ………………………..
આજના દિવસની શુભ સરૂઆત કરીએ એક પ્રેરણાદાયી વિચારથી એટલે કે સુ-વિચાર લઈને આવે છે મારા સહપાઠી ભાઈ/બહેન શ્રી ………………………..
આજનું જાણવાજેવુ લઈને આવે છે મારા સહપાઠી ભાઈ/બહેન શ્રી………………
આજની પ્રશ્નોતરી લઈને આવે છે મારા સહપાઠી ભાઈ/બહેન શ્રી…………………
આજનું ઘડિયાગાન કરાવશે મારા સહપાઠી ભાઈ/બહેન શ્રી…………………..
આજની વાંચન યાત્રામાં સદવિચાર રજૂ કરશે આપણા સાહેબ શ્રી ……………………
આજનો જગમગતો દિપક મારા સહપાઠી ભાઈ/બહેન શ્રી…………………….
આજનું મનગમતું ગુલાબ મારા સહપાઠી ભાઈ/બહેન શ્રી…………………….
સૌ ઊભા થઈ એક સાથે પ્રતિજ્ઞાપત્ર બોલશું.
Prathna Sanchalan In Gujarati Pdf
નીચે આપેલ Download બટન પર ક્લિક કરી ને Prathana Sabha Sanchanlan Script Downlaod કરી શકો છો.
Conclusion
પ્રાર્થના એ એક વિશ્વાસ નું સ્વરૂપ છે. તે ઈश्वરીય શક્તિ સાથે જોડાણ સ્થાપિત કરવાનો એક માર્ગ છે. નિયમિત પ્રાર્થના આપણને આધ્યાત્મિક રીતે જીવન જીવવામાં અને આંતરિક શાંતિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. અહી આપેલ Prathana Sanchalan શાળા કક્ષા એ ઉપયોગી થશે