Gujarat PSI Syllabus 2024 : Gujarat PSI Syllabus and Exam Pattern-Download Pdf, All Deatils in Gujarati

It is a golden opportunity for those who dream of working in police. The recruitment process has started for 12472 posts including Constable and PSI in Gujarat Police. Out of which 472 posts belong to PSI post. For this, Gujarat Police Board has started the application process on April 4, 2024. Written exam, physical test, medical test and document verification will be conducted for recruitment to these posts. Last date to apply is 30 April 2024. For apply online candidates can visit official website ojas.gujrat.gov.in

In this post we have tried to give accurate information about Gujarat PSI Syllabus process and syllabus, you can also find Constable Bharti 2024 Syallbus and Exam pattern information in this site, For more information visit the official website

Post NameGujarat PSI Bharati 2024
Total Number of Vacancies472
Exam PatternPhysical Test Written Exam
Physical TestPhysical Efficiency Test
Physical Standard Test
Written ExamPaper 1 Paper 2
Paper 1200 Marks – MCQ
Paper 2100 Marks – Descriptive
Apply Online Starts04 April 2024
Last Date of Apply30 April 2024
Official Site to Applyhttps://ojas.gujarat.gov.in/

આ પોસ્ટ PSI Bharti Syllabus 2024 ની સંપૂર્ણ વિગત સરળ શબ્દોમાં નીચે આપેલ છે

Gujarat PSI Bharti 2024 Vacancy

લોકરક્ષક કેડર ની કુલ 472 જગ્યોઓ છે જેની વિગતવાર માહિતી નીચે ના કોષ્ટક માં આપેલ છે.

 સંવર્ગબિન અનામતઆથિક રીતે નબળા વર્ગઅનુસુચિત જાતિઅનુસુચિત જન જાતિસા.શૈ. પ. વર્ગકુલ
પુરૂષમહિલાપુરૂષમહિલાપુરૂષમહિલાપુરૂષમહિલાપુરૂષમહિલાપુરૂષમહિલા
1બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટર  130643116221148238542316156

Gujarat PSI Bharti 2024 Age and Education Criteria

PSI બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટર માટે સામાન્ય વય મર્યાદા 21 થી ૩૫ વર્ષની છે આ ઉપરાંત કેટેગરી વાઈજ વય મર્યાદામાં છૂટ છાટ અંગે ની માહિત નીચે દર્શાવેલ છે.

જગ્યા નું નામવય-મર્યાદા (સામાન્ય)શૈક્ષણિક લાયકાત
બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરલઘુતમ – 21 વર્ષ મહત્તમ – 35 વર્ષ (તા.30/04/1989 થી તા.30/04/2003 સુધીમાં જન્મેલ)સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.

PSI -Police Sub Inspector માટે ઉપલી વય મર્યાદા બાબતે સુચાનોઓ

  • અનુસુચિત જાતિ (SC) / અનુસુચિત જન જાતિ (ST) / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત રીતે પછાત વર્ગ(SEBC) /આર્થિક રીતે નબળા(EWS) વર્ગના ઉમેદવારોને  ઉપલી વય મર્યાદામાં 5 વર્ષ ની છૂટ મળશે.
  • તમામ મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છુટ મળશે. (અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં કુલ ૧૦ વર્ષની છુટ મળશે)
  • એકસ સર્વિસમેનને કરેલ સેવાના સંદર્ભે નિયમોનુસાર મળવાપાત્ર છુટ માજી સૈનિક સળંગ છ માસથી ઓછી નહીં તેટલી ફરજ બજાવેલ હોય અને નોકરી માંથી નિયમિત રીતે નિવૃત્ત થયા હોય તેવા માજી સૈનિકોને તેમણે બજાવેલ ખરેખર ફરજનો સમયગાળો તેમની ઉંમર માંથી બાદ કરતાં મળતી ઉંમર ભરતી નિયમમાં ઠરાવેલ ઉપલી વય મર્યાદાથી ત્રણ વર્ષ કરતાં વધવી જોઇએ નહીં.
  • સરકારશ્રીના ની જોગવાઇ મુજબ પાત્રતા ધરાવતા રમતવીરોને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છુટછાટ મળશે.
  • રાજય પોલીસ દળમાં કોન્સ્ટેબલ / હેડ કોન્સ્ટેબલ / એ.એસ.આઇ. તરીકે હાલ સેવા બજાવી રહેલા ઉમેદવારોને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં ઉપલી વયમાં નિયમ મુજબ ત્રણ વર્ષની છુટછાટ મળવાપાત્ર રહેશે.
  • ઉપરોકત તમામ છુટાછાટ બાદ ઉમેદવાર (માજી સૈનિક સિવાય) ની ઉંમર ૪૫ (પિસ્તાલીસ) વર્ષથી વધુ ન હોવી જોઇએ.

Computer Knowledge

ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઇપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર / માર્કશીટ ધરાવતા હોવા જોઇશે. અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઇપણ ડિપ્લોમા/ડીગ્રી કે

સર્ટીફિકેટ કોર્ષ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડીગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ-૧૦ અથવા ધોરણ- ૧રની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઇશે.

તેમજ આ તબકકે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે પરંતુ આવા ઉમેદવારોએ નિમણુંક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝીક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણુંક મેળવતા પહેલા અચુક રજુ કરવાનું રહેશે. અન્યથા નિમણુંક મેળવવાને પાત્ર થશે નહીં.

Gujarat PSI Syllabus and Exam Pattern

1.Physical Test (Qualifying Nature)

         A. Physical Efficiency Test

         B. Physical Standard Test

2. Writtern Exam

  • Paper 1 MCQ
  • Paper 2 Descriptive

Gujarat PSI Bharti 2024 Physical Test Details in Gujarati

1  Physical Test:

શારીરિક કસોટી માટે ઉમેદવાર ને જે તારીખ અને સમયે બોલવવામાં આવે થે સ્થળે હાજર રહેવાનું રહેશે. આ પરીક્ષા માં ફક્ત પાસ થવું જરૂરી છે પાસ થયેલ ઉમેદવાર આગળની પ્રકિયા માં જઈ શકશે. શારીરિક કસોટી માં ઉમેદવારો એ નીચે દર્શાવેલ કોષ્ટક પ્રમાણે નિશ્ચિત સમય માં દોડ પૂર્ણ કરવાની રહેશે. આ શારીરિક ક્ષમતા કસોટી માં ઉતીર્ણ થયેલ ઉમેદવાર શારીરિક માપદંડ કસોટી લેવાશે.

તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સયુંકત શારીરિક કસોટી યોજાશે
દોડપુરૂષ5000 મીટર દોડવધુમાં વધુ 25 મિનીટમાં દોડ પૂરી કરવાની રહેશે
મહિલા1600 મીટર દોડવધુમાં વધુ 9 મિનીટ 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે
એક્સ સર્વિસમેન2400 મીટર દોડવધુમાં વધુ 12 મિનીટ 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે

2. Physical Efficiency Test

શારીરિક ક્ષમતા કસોટી(Physical Efficiency Test) માં પાસ થનાર ઉમેદવારો ની શારીરિક માપદંડ કસોટી(Physical Standard Test) લેવામાં આવશે જેમાં નીચેના કોષ્ટક માં દર્શાવ્યા મુજબ પુરૂષ ઉમેદવાર ની ઉંચાઈ અને છાતીની તથા મહિલા ઉમેદવારો ની ઉંચાઈની માપણી કરવામાં આવશે. અહી દર્શાવેલ શારીરિક ધોરણો લઘુતમ છે એટલે કે ઓછમાં ઓછા એટલા તો હોવા જ જોઈએ

(અ) પુરૂષ ઉમેદવાર માટે:

વર્ગઉંચાઈ (સે.મી)છાતી (સે.મી.)
 ફુલાવ્યા વગરનીફુલાવેલી
મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવાર માટે1627984
અનુસુચિત જન જાતિ ના ઉમેદવારો સિવાયના તમામ માટે1657984

છાતી નો ફૂલવો ઓછામાં ઓછો 5 સે.મી. થવો અનિવાર્ય છે.

(બી) મહિલા ઉમેદવાર માટે:

વર્ગઉંચાઈ (સે.મી. માં)
મૂળ ગુજરાતના અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે150
અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે155

Gujarat PSI Main Exam Syllabus and Exam Pattern

શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક માપદંડ કસોટી આ બંને પરીક્ષામાં ઉતરીને થનાર તમામ ઉમેદવારોને PSI ની બીજા સ્ટેજ  Written Exam માટે બોલાવવામાં આવશે.

મુખ્ય પરીક્ષા માં બે પેપર હશે. બંને પેપર ના કુલ ગુણ ૩૦૦ થશે

જેમાં પેપર 1 સામાન્ય અભ્યાસ નું હશે અને પ્રશ્નો MCQ પ્રકારના અને જેના કુલ ગુણ ૨૦૦ હશે. આ પેપર માટે સમય 3 કલાક છે

બીજું પેપર ગુજરાતી અને અંગ્રેજી ભાષા હશે જે વર્ણનાત્મક પ્રકારનું લેખિત પેપર છે. જે 100 માર્ક્સ નું અને સમય 3 કલાક નો રહેશે.

PaperName of PaperPaper NatureMarksTime
1General Studies – સામાન્ય અભ્યાસMCQ2003 Hours
2Gujarati and English Language Skill – ગુજરાતી અને અંગ્રેજી ભાષાDescriptive1003 Hours
 Total3006 Hours

PSI Syllabus for Paper – 1 General Studies

પેપર-1 (General Studies) એ બે ભાગનું છે Part A અને Part B. જેની વિગેત માહિતી નીચે દર્શાવેલ છે

Part A

  • 100 Marks ના કુલ 100 MCQ હશે.
  • કવોલીફાઈ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવવાના રહેશે.
  • દરેક ખોટા જવાબ માટે 0.25 નેગેટીવ માર્કિંગ રહેશે. જો E ઓપ્શન ટીક કરવામાં આવે તો નેગેટીવ માર્કિંગ નહિ થાય.
Part A Syllabus
Sr. NoTopicMarks
1Reasoning and Data Interpretation – તાર્કિક અભિયોગ્યતા અને માહિતી અર્થ ઘટન50
2Quantitative Aptitude – ગાણિતિક યોગ્યતા50
Total100

આ Reasoning અને Quantitative Aptitude માં નીચે પ્રમાણે ના ટોપિકો આવી શકે જેમકે
  • નંબર શ્રેણી 
  • લોહીના સંબંધો
  • કોડીંગ ડીકોડીંગ
  • કેલેન્ડર
  • ઘડિયાળ
  • દિશા અને અંતર
  • ક્રમ કસોટી
  • બેઠક વ્યવસ્થા
  • પઝલ
  • આકૃતિમાં ખૂટતી સંખ્યા
  •  અક્ષર નંબર અને પ્રતિક આધારિત પ્રશ્નો
  • જમબલ
  • તુલના આધારિત પ્રશ્નો
  • આકૃતિ આધારિત પ્રશ્નો
  • રોમન અંક પધ્ધતિ
  • દ્વિઅંકી પધ્ધતિ
  • આકૃતિમાં ચોરસ અને ત્રિકોણ ની ગણતરી
  • આલ્ફાબેટ આધારિત પ્રશ્નો (નંબર અને અક્ષરોની હેરાફેરી)
  • પાસો
  •  સીલોગ્સ
  • વેન આકૃતિ આધારિત પ્રશ્નો
  •  માહિતી અર્થઘટન
  •  તાર્કિક પ્રશ્નો
  • સાદુંરૂપ
  • વર્ગ વર્ગમૂળ
  • ઘનમૂળ
  • ઘાત અને ઘાતાંક
  • લસાઅ અને ગુસાઅ
  • સમીકરણનું રાજકારણ
  • ગુણોત્તર અને પ્રમાણ 8. સરેરાશ
  • ઉમર આધારિત પ્રશ્નો 10. ટકાવારી
  • નફો અને ખોટ
  • સાદુ વ્યાજ
  • ચક્રવૃદ્ધિ વ્યાજ
  • ક્ષેત્રફળ
  • ઘનફળ
  • કામ સમય અને મહેનતાણું 17. નળ અને ટાંકી
  • સાંકળનો નિયમ
  • સમય અંતર અને ગતિ
  • ટ્રેન અને હોડીના પ્રશ્નો
  • ક્રમચય સંચય અને સંભાવના
  • મિશ્રણ અને સંયોજન
  • મધ્યક અને મધ્યસ્થ
  • ત્રિકોણમિતિ તેમજ અંતર અને ઉંચાઈના પ્રશ્નો
  • ભાગીદારી
  • બીજગણિત
  • ભૂમિતિ
  • શ્રેણી અને શ્રેઢી

Part B

  • 100 Marks ના કુલ 100 MCQ હશે.
  • ક્વોલીફાઈ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવવાના રહેશે.
  • દરેક ખોટા જવાબ માટે 0.25 નેગેટીવ માર્કિંગ રહેશે. જો E ઓપ્શન  ટીક કરવામાં આવે તો નેગેટીવ માર્કિંગ નહિ થાય.
Part B Syllabus
Sr. NoTopicMarks
1The Constitution of India and Public Administration – ભારત નું બંધારણ અને સાશન વ્યવસ્થા25
2History, Geography, Cultural Heritage – ભારત અને ગુજરાતનો ઈતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો25
3Current Affairs and General Knowledge – વર્તમાન પ્રવાહ અને  સામાન્ય જ્ઞાન25
4Environment, Science and Tech and Economics – પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થવ્યવસ્થા25
Total100
  • આ પરીક્ષા Objective MCQ પદ્ધતિ માં લેવામાં આવશે.
  • દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે.
  • ટીક કરેલા દરેક ખોટા જોવા માટે 0.25 નેગેટિવ માર્કસ રહેશે.
  • જો કોઈ ઉમેદવાર કોઈ પ્રશ્નોનો જવાબ નહીં આપવા માંગતા હોય તો “Not Attempted”(Option “E”) વિકલ્પ ની પસંદગી કરવાની રહેશે. “Not Attempted” (Option “E”) વિકલ્પને પસંદ કરવામાં આવે તો કોઈ નેગેટિવ માર્કિંગ થશે નહીં.
  • જો કોઈપણ વિકલ્પ પસંદ કરીને નહીં હોય તો 0.25 ગુણ આપવામાં આવશે.
  • પ્રશ્નપત્રમાં આપેલ સૂચના અનુસાર પરીક્ષા નું માધ્યમ ગુજરાતી અથવા અંગ્રેજી રહેશે.

PSI Syllabus For Paper-2 Gujarati and English Language Skill (Descriptive)

Sr. Marks
Part – A Gujarati Language Skill – ગુજરાતી ભાષા કૌશલ્ય
1Essay (350 Words) – નિબંધ 30
2Precis Writing – સંક્ષેપીકરણ 10
3Comprehension -ગદ્યાર્થગ્રહણ 10
4Report Writing- અહેવાલ લેખન 10
5Letter Writing – પત્ર લેખન 10
Part-B English Language Skill – અંગેજી ભાષા કૌશલ્ય
6Precis Writing -સંક્ષેપીકરણ10
7Comprehension -ગદ્યાર્થગ્રહણ 10
8Translation (From Gujarati to English)10
 Total100

PSI Syllabus Download Pdf

નીચે આપલે લીંક પર ક્લિક કરી ને PSI Syllabus Download કરી શકો છો

Special Marks Weightage – વિશેષ ગુણ ભારાંક

NCC નું “સી” સર્ટીફીકેટ ધરાવનાર ઉમેદવારોને વધારાના ૨ (બે) ગુણ આપવામાં આવશે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી) અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતું હતું). દ્વારા આપવામાં આવેલ ૧ (એક) વર્ષ અને તેથી વધુ સમયગાળાની કોઈપણ ડિપ્લોમા/ સ્નાતક ડિગ્રી/ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા/ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા ઉમેદવારને નીચે દર્શાવેલ વધારાના ગુણ આપવામાં આવશે.

  • 1 વર્ષ   05 ગુણ
  • 2 વર્ષ.  09 ગુણ
  • 3 વર્ષ.   12 ગુણ
  • 4 વર્ષ અને તેથી વધારે – 15 ગુણ

સરકાર શ્રી નિયત કરેલ શરતો પરિપૂર્ણ કરનાર અને એથ્લેટીકસ (ટ્રેક અને ફિલ્ડ રમતો સહીત), બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફુટબોલ, હોકી, સ્વિમીંગ, ટેબલ ટેનીસ, વોલીબોલ, ટેનીસ, વેઇટ લિફ્ટીંગ, રેસલીંગ, બોકસીંગ, સાઇકલીંગ, જીમ્નેસ્ટીક, જુડો, રાઇફલ શુટીંગ, કબડ્ડી, ખોખો, તીરંદાજી, ઘોડેસવારી, ગોળાફેંક, નૌકા સ્પર્ધા, શતરંજ, હેન્ડબોલની રમતો-ખેલકુદમાં રાષ્ટ્રીય/આંતર રાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા માટે મુખ્ય પરીક્ષાના Paper-1 અને Paper-2 માં મેળવેલ કુલ ગુણના 5 ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે.

  • નિયત કર્યા મુજબના સત્તાધિકારી પાસેથી નિયત નમૂનામાં મેળવેલ જરૂરી પ્રમાણપત્ર ભરતી બોર્ડ માંગે ત્યારે રજૂ કરવાનું રહેશે.
  • આ પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવાર જ રમત-ગમતના વિશેષ ગુણ માટે હકદાર થશે. ઉમેદવાર જો ભરતી બોર્ડ માંગે ત્યારે આવું પ્રમાણપત્ર રજૂ નહીં કરી શકે તો આવા ઉમેદવારને રમતવીર તરીકેના લાભ મળવાપાત્ર થશે નહીં.

સરકારશ્રીના ઠરાવ મુજબ વિધવા મહિલા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવા માટે મુખ્ય પરીક્ષાના Paper -1 અને Paper-2 માં મેળવેલ કુલ ગુણના 5 ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે. પરંતુ આ માટે તેઓએ નિમણુંક સમયે પૂન: લગ્ન કરેલ ન હોવા જોઇએ. તે અંગે ભરતી બોર્ડ/સરકારશ્રી માંગે ત્યારે અને તેવા તમામ પુરાવા/પ્રમાણપત્ર અસલમાં રજૂ કરવાના રહેશે.

PSI Selection Process in Gujarat 2024

દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારનું મેરીટ નીચે મુજબના ગુણને લઈને નક્કી કરવામાં આવશે

  • મુખ્ય પરીક્ષાના Paper 1 અને Paper -2 માં મેળવેલ કુલ ગુણ
  • NCC “C” સર્ટીફીકેટ આધારે મેળવવા પાત્ર વિશેષ ગુણ
  • રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ના પ્રમાણપત્ર આધારે મળવાપાત્ર વિશેષ ગુણ
  • માન્ય રમત ગમતના પ્રમાણપત્ર આધારે મળવાપાત્ર વિશેષ ગુણ
  • વિધવા મહિલાઓને મળવાપાત્ર વિશેષ ગુણ

ઉપરોક્ત જણાવેલ મળવા પાત્ર ગુણ નો સરવાળો કરી મેરિટના આધારે ખાલી જગ્યા ના આશરે બે ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. જેના આધારે અંતિમ પસંદગી યાદી બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે.

ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી માટેના કોલ લેટર ડાઉનલોડ કરતી વખતે સંવર્ગ નો પસંદગી ક્રમ જણાવવાનો રહેશે. જે ત્યારે લઈ તથા ઉમેદવારનું મેરીટ ધ્યાનમાં લઇ પસંદગીનો સંવર્ગ નક્કી કરવામાં આવશે.

એકવાર સંવર્ગ નો પસંદગી ક્રમ આપ્યા બાદ કોઈપણ સંજોગોમાં બદલવામાં આવશે નહીં તે તમામને બંધન કરતા રહેશે અને આ અંગે બોર્ડ નો નિર્ણય આખરી રહેશે.

Gujarat Police Bharti Official Notificaiton Download

Frequently Asked Quesion

1. How much height is required for Men to become PSI in Gujarat ?

પુરૂષ માટે
મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવાર માટે 162 સે.મી
અનુસુચિત જન જાતિ ના ઉમેદવારો સિવાયના તમામ માટે – 165 સે.મી

2. How much height is required for Female to become PSI in Gujarat ?

મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવાર માટે 150 સે.મી
અનુસુચિત જન જાતિ ના ઉમેદવારો સિવાયના તમામ માટે – 155 સે.મી

3. What are qualification required for become PSI in Gujarat?

સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેની (સ્નાતક) સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.

4. What is sarting salary of PSI in Gujarat ?

શરૂઆત ના 5 વર્ષ માટે 49600 તેમજ સરકારશ્રી જો કોઈ બીજા ભથ્થા નક્કી કરે તો તે મુજબ ના ફિક્સ્ડ પગાર મળવાપાત્ર છે

Conclusion

પોલીસમાં નોકરી કરવાનું સપનું જોતા લોકો માટે એક સુવર્ણ તક છે. ગુજરાત પોલીસમાં ઇન્સ્પેકટર 472 જગ્યાઓ Police Sub Inpector PSI ની છે. આ માટે ગુજરાત પોલીસ બોર્ડે દ્વારા 4 એપ્રિલ, 2024ના રોજ અરજી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.  આ જગ્યાઓ પર ભરતી માટે શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા ની વિગતે માહિતી પોસ્ટ માં આપી છે. આ પોસ્ટમાં PSI Bharti Syllabus and Exam Pattern -પરીક્ષા પ્રક્રિયા અને અભ્યાસક્રમ વિશે ની માહિતી સરળ રીતે આપવાનો પ્રયત્ન કર્યો છે છતાં કોઈ ભૂલ રહી ગઈ હોઈ તો, માહિતી માટે  official website ની મુલાકાત લો.

Spreading care

Leave a Reply