It is a golden opportunity for those who dream of working in police. The recruitment process has started for 12472 posts including Constable in Gujarat Police. Out of which 12000 posts belong to (LRD Bharti 2024) Lokrakshak cadre. For this, Gujarat Police Board has started the application process on April 4, 2024. Written exam, physical test, medical test and document verification will be conducted for recruitment to these posts. Also last date to apply is 30 April 2024. For apply online candidates can visit official website ojas.gujrat.gov.in
In this post we have tried to give accurate information about Lokrakshak cadre recruitment process and syllabus and for more information visit the official website
Gujarat Police Constable Bharti 2024 Exam Pattern and Syallbus Overview
Recruitment Name | Gujarat Police Constable Bharti 2024 |
Total Number of Vacancies | 12000 |
Type of Exam | Physical Test MCQ Test |
Physical Test | Physical Efficiency Test Physical Standard Test |
MCQ Test | Part A – 80 Marks Part B – 120 Marks |
Apply Online Starts | 04 April 2024 |
Last Date of Apply | 30 April 2024 |
Official Site to Apply | https://ojas.gujarat.gov.in/ |
Police Constable Bharti Vacancy 2024 – LRD Bharti Vacancy
લોકરક્ષક કેડર ભરતી માટે ની જગ્યાઓ લોકરક્ષક કેડર ની કુલ 12000 જગ્યોઓ છે જેની વિગતવાર માહિતી નીચે ના કોષ્ટક માં આપેલ છે.
સંવર્ગ | બિન અનામત | આથિક રીતે નબળા વર્ગ | અનુસુચિત જાતિ | અનુસુચિત જન જાતિ | સા.શૈ. પ. વર્ગ | કુલ | |||||||
પુરૂષ | મહિલા | પુરૂષ | મહિલા | પુરૂષ | મહિલા | પુરૂષ | મહિલા | પુરૂષ | મહિલા | પુરૂષ | મહિલા | ||
1 | બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 1855 | 913 | 461 | 227 | 304 | 150 | 663 | 327 | 1139 | 561 | 4422 | 2178 |
2 | હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 990 | 488 | 258 | 127 | 145 | 71 | 332 | 164 | 487 | 240 | 2212 | 1090 |
3 | જેલ સિપાઈ | 433 | 39 | 204 | 16 | 70 | 4 | 152 | 12 | 154 | 14 | 1013 | 85 |
4 | હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (S.R.P.F) | 410 | 0 | 100 | 0 | 70 | 0 | 150 | 0 | 270 | 0 | 1000 | 0 |
Police constable Age and Educational Criteria
જગ્યા નું નામ | વય-મર્યાદા (સામાન્ય) | શૈક્ષણિક લાયકાત |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | લઘુતમ – 18 વર્ષ મહત્તમ – ૩૩ વર્ષ (તા.૩૦/૦૪/૧૯૯૧ થી તા.૩૦/૦૪/૨૦૦૬ સુધીમાં જન્મેલ ) | ધોરણ 12 પાસ – હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ધોરણ 12 સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઈએ |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | ||
જેલ સિપાઈ | ||
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (S.R.P.F) |
લોકરક્ષક કેડર માં ઉપલી વય મર્યાદા બાબતે સૂચનાઓ.
- અનુસુચિત જાતિ (SC) / અનુસુચિત જન જાતિ (ST) / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત રીતે પછાત વર્ગ(SEBC) /આર્થિક રીતે નબળા(EWS) વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષ ની છૂટ મળશે.
- તમામ મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છુટ મળશે. (અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં કુલ ૧૦ વર્ષની છુટ મળશે)
- એકસ સર્વિસમેનને કરેલ સેવાના સંદર્ભે નિયમોનુસાર મળવાપાત્ર છુટ માજી સૈનિક સળંગ છ માસથી ઓછી નહીં તેટલી ફરજ બજાવેલ હોય અને નોકરી માંથી નિયમિત રીતે નિવૃત્ત થયા હોય તેવા માજી સૈનિકોને તેમણે બજાવેલ ખરેખર ફરજનો સમયગાળો તેમની ઉંમર માંથી બાદ કરતાં મળતી ઉંમર ભરતી નિયમમાં ઠરાવેલ ઉપલી વય મર્યાદાથી ત્રણ વર્ષ કરતાં વધવી જોઇએ નહીં.
- સરકારશ્રીના ની જોગવાઇ મુજબ પાત્રતા ધરાવતા રમતવીરોને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છુટછાટ મળશે.
- રાજય પોલીસ દળમાં કોન્સ્ટેબલ / હેડ કોન્સ્ટેબલ / એ.એસ.આઇ. તરીકે હાલ સેવા બજાવી રહેલા ઉમેદવારોને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં ઉપલી વયમાં નિયમ મુજબ ત્રણ વર્ષની છુટછાટ મળવાપાત્ર રહેશે.
ઉપરોકત તમામ છુટાછાટ બાદ ઉમેદવાર (માજી સૈનિક સિવાય) ની ઉંમર ૪૫ (પિસ્તાલીસ) વર્ષથી વધુ ન હોવી જોઇએ.
Police Constable Syllabus and Exam Pattern – LRD Bharti 2024 Syllabus
લોક રક્ષક કેડર ની પરીક્ષા બે ચરણો માં લેવાશે
1.Physical Test (Qualifying Nature)
A. Physical Efficiency Test
B. Physical Standard Test
2.Objective MCQ Test
Gujarat Police Constable Bharti 2024 Physical Test Details in Gujarati
Physical Efficiency Test
શારીરિક કસોટી માટે ઉમેદવાર ને જે તારીખ અને સમયે બોલવવામાં આવે થે સ્થળે હાજર રહેવાનું રહેશે. આ પરીક્ષા માં ફક્ત પાસ થવું જરૂરી છે પાસ થયેલ ઉમેદવાર આગળની પ્રકિયા માં જઈ શકશે. શારીરિક કસોટી માં ઉમેદવારો એ નીચે દર્શાવેલ કોષ્ટક પ્રમાણે નિશ્ચિત સમય માં દોડ પૂર્ણ કરવાની રહેશે. આ શારીરિક ક્ષમતા કસોટી માં ઉતીર્ણ થયેલ ઉમેદવાર શારીરિક માપદંડ કસોટી લેવાશે.
તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સયુંકત શારીરિક કસોટી યોજાશે | ||||
દોડ | ક | પુરૂષ | 5000 મીટર દોડ | વધુમાં વધુ 25 મિનીટમાં દોડ પૂરી કરવાની રહેશે |
ખ | મહિલા | 1600 મીટર દોડ | વધુમાં વધુ 9 મિનીટ 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે | |
ગ | એક્સ સર્વિસમેન | 2400 મીટર દોડ | વધુમાં વધુ 12 મિનીટ 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે |
શારીરિક ક્ષમતા કસોટી(Physical Efficiency Test) માં પાસ થનાર ઉમેદવારો ની શારીરિક માપદંડ કસોટી(Physical Standard Test) લેવામાં આવશે
Physical Standard Test
શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક માપદંડ કસોટી આ બંને પરીક્ષામાં ઉતરીને થનાર તમામ ઉમેદવારોને લોકરક્ષક કેડરની બીજા સ્ટેજ Objective MCQ Test ના બોલાવવામાં આવશે. જેમાં નીચેના કોષ્ટક માં દર્શાવ્યા મુજબ પુરૂષ ઉમેદવાર ની ઉંચાઈ અને છાતીની તથા મહિલા ઉમેદવારો ની ઉંચાઈની માપણી કરવામાં આવશે. નીચે દર્શાવેલ શારીરિક ધોરણો લઘુતમ છે અટેલે કે ઓછા માં ઓછા એટલા તો હોવા જોઈએ.
(અ) પુરૂષ ઉમેદવાર માટે:
વર્ગ | ઉંચાઈ (સે.મી) | છાતી (સે.મી.) | |
ફુલાવ્યા વગરની | ફુલાવેલી | ||
મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવાર માટે | 162 | 79 | 84 |
અનુસુચિત જન જાતિ ના ઉમેદવારો સિવાયના તમામ માટે | 165 | 79 | 84 |
છાતી નો ફૂલવો ઓછામાં ઓછો 5 સે.મી. થવો અનિવાર્ય છે.
(બી) મહિલા ઉમેદવાર માટે:
વર્ગ | ઉંચાઈ (સે.મી. માં) |
મૂળ ગુજરાતના અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે | 150 |
અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે | 155 |
Police Constable Syllabus For Objective MCQ test
આ પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B
Police Constable Syllabus For Part A MCQ Test
- 80 Marks ના કુલ 80 MCQ હશે.
- કવોલીફાઈ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવવાના રહેશે.
- દરેક ખોટા જવાબ માટે 0.25 નેગેટીવ માર્કિંગ રહેશે. જો E ઓપ્શન ટીક કરવામાં આવે તો નેગેટીવ માર્કિંગ નહિ થાય.
Part A Syllabus | ||
Sr. No | Topic | Marks |
1 | Reasoning and Data Interpretation – તાર્કિક અભિયોગ્યતા અને માહિતી અર્થ ઘટન | 30 |
2 | Quantitative Aptitude – ગાણિતિક યોગ્યતા | 30 |
3 | Comprehension in Gujarati language – ગુજરાતી ભાષા માં ગદ્યાર્થગ્રહણ | 20 |
Total | 80 |
Police Constable Syllabus For Part B MCQ Test
- 120 Marks ના કુલ 120 MCQ હશે.
- ક્વોલીફાઈ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવવાના રહેશે.
- દરેક ખોટા જવાબ માટે 0.25 નેગેટીવ માર્કિંગ રહેશે. જો E ઓપ્શન ટીક કરવામાં આવે તો નેગેટીવ માર્કિંગ નહિ થાય.
Part B Syllabus | ||
Sr. No | Topic | Marks |
1 | The Constitution of India – ભારત નું બંધારણ | 30 |
2 | Current Affairs, Science and Technology, General Knowledge – વર્તમાન પ્રવાહ, સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી | 40 |
3 | History, Cultural Heritage and Geography of Gujarat and Bharat – ભારત અને ગુજરાતનો ઈતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો | 50 |
Total | 120 |
- આ પરીક્ષા Objective MCQ પદ્ધતિ માં લેવામાં આવશે.
- દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે.
- ટીક કરેલા દરેક ખોટા જોવા માટે 0.25 નેગેટિવ માર્કસ રહેશે.
- જો કોઈ ઉમેદવાર કોઈ પ્રશ્નોનો જવાબ નહીં આપવા માંગતા હોય તો “Not Attempted”(Option “E”) વિકલ્પ ની પસંદગી કરવાની રહેશે. “Not Attempted” (Option “E”) વિકલ્પને પસંદ કરવામાં આવે તો કોઈ નેગેટિવ માર્કિંગ થશે નહીં.
Special Marks Weightage – વિશેષ ગુણ ભારાંક
NCC નું “સી” સર્ટીફીકેટ ધરાવનાર ઉમેદવારોને વધારાના ૨ (બે) ગુણ આપવામાં આવશે.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી) અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતું હતું). દ્વારા આપવામાં આવેલ ૧ (એક) વર્ષ અને તેથી વધુ સમયગાળાની કોઈપણ ડિપ્લોમા/ સ્નાતક ડિગ્રી/ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા/ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા ઉમેદવારને નીચે દર્શાવેલ વધારાના ગુણ આપવામાં આવશે.
- ૧ વર્ષ ૦૩ (ત્રણ) ગુણ
- ૨ વર્ષ. ૦૫ (પાંચ) ગુણ
- ૩ વર્ષ. ૦૮ (આઠ) ગુણ
- ૪ વર્ષ અને તેથી વધારે – ૧૦ (દસ) ગુણ
સરકાર શ્રી નિયત કરેલ શરતો પરિપૂર્ણ કરનાર અને એથ્લેટીકસ (ટ્રેક અને ફિલ્ડ રમતો સહીત), બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફુટબોલ, હોકી, સ્વિમીંગ, ટેબલ ટેનીસ, વોલીબોલ, ટેનીસ, વેઇટ લિફ્ટીંગ, રેસલીંગ, બોકસીંગ, સાઇકલીંગ, જીમ્નેસ્ટીક, જુડો, રાઇફલ શુટીંગ, કબડ્ડી, ખોખો, તીરંદાજી, ઘોડેસવારી, ગોળાફેંક, નૌકા સ્પર્ધા, શતરંજ, હેન્ડબોલની રમતો-ખેલકુદમાં રાષ્ટ્રીય/આંતર રાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા માટે Objective MCQ Test માં મેળવેલ કુલ ગુણના ૫(પાંચ) ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે.
- નિયત કર્યા મુજબના સત્તાધિકારી પાસેથી નિયત નમૂનામાં મેળવેલ જરૂરી પ્રમાણપત્ર ભરતી બોર્ડ માંગે ત્યારે રજૂ કરવાનું રહેશે.
- આ પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવાર જ રમત-ગમતના વિશેષ ગુણ માટે હકદાર થશે. ઉમેદવાર જો ભરતી બોર્ડ માંગે ત્યારે આવું પ્રમાણપત્ર રજૂ નહીં કરી શકે તો આવા ઉમેદવારને રમતવીર તરીકેના લાભ મળવાપાત્ર થશે નહીં.
સરકારશ્રીના ઠરાવ મુજબ વિધવા મહિલા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવા માટે Objective MCQ Test માં મેળવેલ કુલ ગુણના ૫ % ગુણ આપવામાં આવશે. પરંતુ આ માટે તેઓએ નિમણુંક સમયે પૂન: લગ્ન કરેલ ન હોવા જોઇએ. તે અંગે ભરતી બોર્ડ/સરકારશ્રી માંગે ત્યારે અને તેવા તમામ પુરાવા/પ્રમાણપત્ર અસલમાં રજૂ કરવાના રહેશે.
Gujarat Police Constable Selection Process
દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારનું મેરીટ નીચે મુજબના ગુણને લઈને નક્કી કરવામાં આવશે
ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી માટેના કોલ લેટર ડાઉનલોડ કરતી વખતે સંવર્ગ નો પસંદગી ક્રમ જણાવવાનો રહેશે. જે ત્યારે લઈ તથા ઉમેદવારનું મેરીટ ધ્યાનમાં લઇ પસંદગીનો સંવર્ગ નક્કી કરવામાં આવશે.
એકવાર સંવર્ગ નો પસંદગી ક્રમ આપ્યા બાદ કોઈપણ સંજોગોમાં બદલવામાં આવશે નહીં તે તમામને બંધન કરતા રહેશે અને આ અંગે બોર્ડ નો નિર્ણય આખરી રહેશે.
Gujarat Police Bharti Official Notificaiton Download
Conclusion
પોલીસમાં નોકરી કરવાનું સપનું જોતા લોકો માટે એક સુવર્ણ તક છે. ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ 12000 જગ્યાઓ લોકરક્ષક LRD કેડરની છે. આ માટે ગુજરાત પોલીસ બોર્ડે દ્વારા 4 એપ્રિલ, 2024ના રોજ અરજી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ જગ્યાઓ પર ભરતી માટે શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા ની વિગતે માહિતી પોસ્ટ માં આપી છે. આ પોસ્ટમાં લોકરક્ષક કેડર ભરતી ની પ્રક્રિયા અને અભ્યાસક્રમ વિશે ની માહિતી સરળ રીતે આપવાનો પ્રયત્ન કર્યો છે છતાં કોઈ ભૂલ રહી ગઈ હોઈ તો, માહિતી માટે official website ની મુલાકાત લો.