શાળા વિકાસ અર્થે અને શાળાના સૂચારુ સંચાલન માટે દર વર્ષે શાળામાં એક ચોકક્સ નમૂનામાં પ્લાન તૈયાર કરવાનો હોય છે. જેને શાળા વિકાસ યોજના (SDP) ના નામ થી ઓળખવામાં આવે છે. જેની સંપૂર્ણ માહિતી અહી તમે જોઈ શકો છો અને શાળા વિકાસ યોજના નો પ્લાન Pdf અને Word ફૉર્મટ માં Download કરી તમારી શાળા ના વિકાસ અર્થે સરસ મજાનું આયોજન કરી શકો છો.
શાળા વિકાસ યોજના શું છે?
શાળા વિકાસ યોજના, અંગ્રેજીમાં જેને School Development Plan કહેવામાં આવે છે. શાળાઓનું આ એવું પૂર્વ આયોજન છે જે શાળાઓને ભવિષ્યમાં શ્રેષ્ઠ બનાવવા માટે ઉપયોગી ધાય છે. ચાલુ વર્ષના પરિણામોનું વિશ્લેષણ કરી અગાઉના વર્ષોમાં સારા પરિણામ મેળવવાનું આયોજન છે.
શૈક્ષણિક સંસ્થાનું ત્રણ વર્ષ નું પરિણામ આને આયોજન આ ફોર્મ માં દર્શાવવામાં આવે છે. જેમાં શૈક્ષણિક, ભૌતિક, સામાજિક, આર્થિક બાબતોનો સમાવેશ થાય છે. શાળા વ્યવસ્થાપન સમિતિ ( SMC ) આચાર્ય, વગેરેને સાથે રહીને ભવિષ્યના લક્ષાંકો નક્કી કરી શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરવાનું હોય છે.
શાળા વિકાસ યોજના નો ઉદ્દેશ્ય :
RTE અધિનિયમ, ૨૦૦૯ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાં (એનસીએફ), ૨૦૦૫ ના ગૃહીત સિદ્ધાંતમાં ઉપલબ્ધ કરવામાં આવેલા પ્રતિમાન અને માનદંડો મુજબ શાળાના આધાર-માળખાં, માનવ સંસાધનો, શિક્ષણની ગુણવત્તા, સમાનતા અને શાળાના સંચાલન ક્ષેત્રે સમય મર્યાદામાં રહીને વિદ્યાર્થી, શિક્ષકો અને શાળાના વાતાવરણના વિકાસને સુનિશ્ચિત કરવો.
SDP – શાળા વિકાસ યોજનાનું મહત્વ:
RTE મુજબ દરેક શાળા વ્યવસ્થાપન સમિતિએ શાળાના વિકાસનું સુચારુ આયોજન કરવા તથા શાળાની હાલની ભૌતિક તથા શૈક્ષણિક સ્થિતિ તપાસી વર્ષ દરમિયાન તેમાં કેટલો સુધારો કે વધારો કરી શકાય તેની યોજના બનાવવી અનિવાર્ય થઇ પડે છે. આ શાળા વિકાસ યોજના સમગ્ર વર્ષ દરમિયાન શાળા વ્યવસ્થાપન સમિતિ માટે એક રોડ મેપનું કામ કરે છે. શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ને વર્ષ દરમિયાન શું શું કાર્ય કરવાનું છે અને કેટલા સમયમાં કરવાનું છે તેનું આયોજન પૂરું પડે છે. આમ, શાળા વિકાસ યોજના (SCHOOL DEVELOPEMENT PLAN) શાળા માટે એક દિશા સૂચક સાબિત થાય છે.
શાળા એ માત્ર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ઉભું કરાયેલ મકાન નથી, તે એક સંસ્થા છે. જેનું કાર્ય માત્ર તેના નિર્ધારિત સમયમાં બાળકોને શિક્ષિત કરવા પુરતું સીમિત નથી. શાળાનું કાર્ય બાળકોના શિક્ષણ સાથે સાથે બાળકોના ચારિત્ર્ય ઘડતર, સ્કીલ ડેવલોપમેન્ટ, નૈતિક ગુણો, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રભાવના જગાવવાનું છે. શાળાએ પોતાની આ બધી જવાબદારી સુચારુ રીતે નિભાવવા માટે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવું, સમય સાથે અપડેટ થવું તથા પોતાનો વિકાસ કરવો ખુબ જ જરૂરી છે.
કોઈ પણ શાળા સરકાર, કર્મચારી કે સમાજની સહભાગિતા અને પરસ્પર સમન્વયથી સુંદર રીતે ચાલી શકે છે. શાળાનો વિકાસ કરવાની જેટલી જવાબદારી પ્રશાશનની છે તેટલી જ જવાબદારી શાળામાં કામ કરતા આચાર્ય અને શિક્ષકોની છે તથા તેટલી જ જવાબદારી સ્થાનિક સમાજની પણ છે. માટે શાળા સુચારી રીતે ચલાવવા માટે દરેક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવે છે. આ શાળા વ્યવસ્થાપન સમિતિનું કાર્ય શાળાનું શૈક્ષણિક અને ભૌતિક સ્તર ઉચું લાવી શાળાનો વિકાસ કરવાનું છે.
RTE મુજબ દરેક શાળા વ્યવસ્થાપન સમિતિએ શાળાના વિકાસનું સુચારુ આયોજન કરવા તથા શાળાની હાલની ભૌતિક તથા શૈક્ષણિક સ્થિતિ તપાસી વર્ષ દરમિયાન તેમાં કેટલો સુધારો કે વધારો કરી શકાય તેની યોજના બનાવવી અનિવાર્ય થઇ પડે છે. આ શાળા વિકાસ યોજના સમગ્ર વર્ષ દરમિયાન શાળા વ્યવસ્થાપન સમિતિ માટે એક રોડ મેપનું કામ કરે છે. શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ને વર્ષ દરમિયાન શું શું કાર્ય કરવાનું છે અને કેટલા સમયમાં કરવાનું છે તેનું આયોજન પૂરું પડે છે. આમ, શાળા વિકાસ યોજના (SCHOOL DEVELOPEMENT PLAN) શાળા માટે એક દિશા સૂચક સાબિત થાય છે.
SDP અંગે મહત્વના મુદ્દા
- શાળા વિકાસ યોજના દરેક શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં તૈયાર થવી જોઈએ.
- આ યોજના તૈયાર કરતા પહેલા શાળાનું શૈક્ષણિક તથા ભૌતિક સ્તર જાણી લેવું જોઈએ.
- શાળા વિકાસ યોજનાના દરેક મુદ્દા માટે શાળાની હાલની સ્થિતિ શું છે તે સુનિશ્ચિત કરી લેવું જોઈએ.
- આ યોજના શાળાના તમામ સ્ટાફ તથા તથા વ્યવસ્થાપન સમિતિએ સાથે બેસીને તૈયાર કરવી જોઈએ.
- આ યોજના તૈયાર કરતી વખતે અગાઉના વર્ષની યોજનાને દયાને લઇ તેમાં બાકી રહેલ મુદ્દાનો પણ સમાવેશ કરવો જોઈએ.
- આ યોજના અંગે ચર્ચા તથા મુદ્દા મીનીટસ બુકમાં નોંધવા જોઈએ.
- આ યોજના તૈયાર થઇ ગયા બાદ સમયાન્તરે યોજાતી SMC બેઠકોમાં આ તેની સમીક્ષા થાય તે જરૂરી છે.
- આ યોજનામાં નક્કી થયેલ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે ચોક્કસ સમયગાળો નક્કી કરી લેવો જોઈએ.
- ચોક્કસ સમયગાળા દરમિયાન નક્કી કરેલ લક્ષ્યાંકો સિદ્ધ થાય તે માટે આગામી આયોજન કરી લેવું જોઈએ.
- વર્ષના અંતે શાળા વિકાસ યોજનામાં નક્કી કરેલ લક્ષ્યાંકો પૈકી કેટલા સિદ્ધ થયા તેની સમીક્ષા કરી લેવી જોઈએ.
શાળા વિકાસ યોજના SDP તૈયાર કરવા બાબત પરિપત્ર
નીચે આપેલ લીંક પરથી SDP Plan 2024-25 પરિપત્ર Download કરી શકો છો.