વિધાર્થીઓમાં અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઇ છે કે નહિ તે માટે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાનું હોય છે. જેને શાળાઓમાં પત્રક A ( રચનાત્મક મૂલ્યાંકન ) તરીકે શાળાઓમાં સત્રવાર વર્ષમાં બે વખત નિભાવવામાં આવે છે. તે માટે તમે કરેલા પ્રયાસો, મૂલ્યાંકન માટે ઉપયોગમાં લીધેલ સાધન સામગ્રી વગેરે આધારો ફાઈલે રાખવાના હોય છે.
Patrak A શું છે
પત્રક A એ ધોરણ 3 થી 8 ના વિધાર્થીઓના સતત અને સર્વાંગી મૂલ્યાંકન માટે સૌથી અગત્યનું પત્રક છે. દરેક એકમ અને તેની અધ્યયન નિષ્પત્તિઓ ને તેમાં દર્શાવવામાં આવે છે. દરેક એકમ અથવા અધ્યયન નિષ્પત્તિમાં ( હેતુઓ ) વિધાર્થી કેટલું શીખ્યો તેનું નોંધ રાખતું પત્રક એટલે પત્રક A.
Patrak A ની સમજૂતી
- ધોરણ 3 થી 8માં ધોરણવાર, વિષયવાર અને સત્રવાર અલગ – અલગ પત્રકો ભરવાના હોય છે.
- જે વિષયમાં 20 કરતાં વધારે અધ્યયન નિષ્પતિઓ હોય ત્યાં પ્રતિનિધિરૂપે પસંદ થયેલ 20 અધ્યયન નિષ્પતિઓનો ક્રમ પત્રકમાં દર્શાવવો.
- જે-તે અધ્યયન નિષ્પતિઓનું મૂલ્યાંકન કરતાં અધ્યયન નિષ્પતિઓ સિદ્ધ થઈ હોય તો ખરા ની નિશાની કરવી. થોડી ઘણી કચાશ હોય તો પ્રશ્નાર્થ ની નિશાની કરવી. જો વિધ્યાથીને કશું જ આવડે અટેલે કે અધ્યયન નિષ્પતિ સિદ્ધ ન થાય તો ચોકડી ની નિશાની કરવી.
- જે તે વિષયમાં જેમ-જેમ અભ્યાસક્રમ આગળ વધે તેમ – તેમ જે –તે અધ્યયન નિષ્પતિઓ/પ્રકરણનું શિક્ષકે વિવેકબુદ્ધિથી તેમજ બાળકોના અવલોકનના આધારે મૂલ્યાંકન કરવું.
- જે વિધ્યાર્થીને ચોકડી ની કે પ્રશ્નાર્થ ની નિશાની થઈ હોય તેના માટે તરત જ અન્ય પદ્ધતિ કે પ્રયુક્તિ નો ઉપયોગ કરી પુન:અધ્યાપન કરી પુન: મૂલ્યાંકન કરવું, તેમાં વિધ્યાર્થી ઉચ્ચ સિદ્ધિ મેળવે ત્યારે તેને આધારે સબંધિત નિશાની કરવી.
- ખરા ની નિશાની અધ્યયન નિષ્પતિઓની ઉતકૃષ્ટ કક્ષાની સિદ્ધિ દર્શાવે છે, પ્રશ્નાર્થ ની નિશાની દર્શાવે છે કે બાળક અધ્યયન નિષ્પતિઓ ને સમજવા માટે પ્રયત્નશીલ છે, જ્યારે ચોકડીની નિશાની દર્શાવે છે કે બાળક અધ્યયન નિષ્પતિઓની સમજ અભિવ્યક્ત કરી શકતું નથી.
- એક જ વિધ્યાર્થી માટે જે-તે અધ્યયન નિષ્પતિના ખાનામાં એક થી વધુ ચોકડી ની નિશાની, એક થી વધુ પ્રશ્નાર્થ ની નિશાની હોય શકે, પરંતુ ખરાની નિશાની માત્ર એક જ વાર આવશે. ખરાની નિશાની આવે તે માટે શિક્ષકે સનિષ્ઠ રીતે શક્ય પ્રમાણમાં પ્રયત્ન કરવા.
- વિધ્યાર્થીના નામ સામે સત્રાંતે દરેક નિશાનીઓની કુલ સંખ્યાની ગણતરી કરી, ‘X’, ‘?’ અને ‘ ’ ની નિશાનીની સંખ્યા જે-તે ખાનામાં દર્શાવવી.
- નીચે આપેલ સૂત્રની મદદથી 40 માંથી ગુણ મળશે. આ ગુણ પત્રક- આ ના 40 માંથી મેળવેલ ગુણના કૉલમમાં દર્શાવવા.
- અહી નીચે એક ઉદાહરણ દ્વારા સમજાવવા નો પ્રયત્ન કરેલ છે. ઉ.દા એક વિધ્યાર્થી ને ધોરણ 5ના ગણિતના વિષયમાં 16 અધ્યયન નિષ્પતિઓમાંથી 12 અધ્યયન નિષ્પતિઓની અંદર ‘ખરા’ ની નિશાની મેળવી છે. તો તેની ગણતરી નીચે પ્રમાણે થશે.
- એક જ વિધાર્થી માટે જે-તે અધ્યયન નિષ્પતિઓના સામેના ખાનામાં દર્શાવેલી કુલ નિશાનીઓ શિક્ષકે તે વિધાર્થી માટે તે અધ્યયન નિષ્પતિઓ સિદ્ધ કરવા માટે કરેલા પ્રયત્નોની સંખ્યા દર્શાવે છે.
- બંને સત્રમાં આ રીતે દરેક વિષયમાં રચનાત્મક મૂલ્યાંકન કરવું.
Patrak A Std 3 to 5 Sem 1
અહીં આપને ધોરણ 3 થી 5 ના Sem 1 ના દરેક વિષય માટે Patrak A ની PDF ફાઈલ આપવામાં આવી છે. PDF file દરેક વિષય માટે અલગ -અલગ આપવામાં આવેલ છે. જે નીચે આપેલ લીંક પરથી Download કરી શકાશે.