વિરુદ્ધાથી શબ્દો ગુજરાતી | વિરોધી શબ્દ PDF | Virudharthi Shabdo in Gujarati PDF | ગુજરાતી વ્યાકરણ

મિત્રો આ પોસ્ટ માં અમે ગુજરાતી વ્યાકરણ માં આવતા વિરુદ્ધાર્થીવી શબ્દ એટલે શું અને વિરોધી શબ્દ માટે ના સામાન્ય નિયમો તથા વિરુદ્ધાર્થી શબ્દો ના ઘણા બધા ઉદાહરણ નું લીસ્ટ આપવામાં આવ્યું છે જે આપ સર્વ ને મદદરૂપ થશે,

વિરુદ્ધાર્થી શબ્દો એટલે શું ?

જે-તે શબ્દના અર્થથી વિરુદ્ધનો અર્થ આપનાર શબ્દોને ‘વિરુદ્ધાર્થી કે વિરોધી શબ્દો’ કહે છે. વિરુદ્ધાર્થી શબ્દને અંગ્રેજીમાં  ‘Antonyms’  અ’ટોનિમ કહે છે.

વિરુદ્ધાર્થી શબ્દો ના કેટલાક સામાન્ય નિયમો

એમાં મૂળ શબ્દના અર્થ કરતા એના વિરુદ્ધાર્થી શબ્દમાં અવળો કે ઊલટો અર્થ હોય છે ઉલ્ટા અર્થ વાળા આ શબ્દો નીચેની કોઈને કોઈ રીતથી બને છે

  • તદ્દન જુદા જ શબ્દ દ્વારા વિરુદ્ધાર્થી શબ્દો બનતા હોય.
    • ઉદાહરણ તરીકે અંધારું- અંજવાળું ,વધારો ઘટાડો
  • ‘અન’ કે ‘અ’જેવા નકારવાચક પૂર્વગ દ્વારા
    • ઉદાહરણ તરીકે અર્થ- અનર્થ, સત્ય – અસત્ય
  • આગળ પૂર્વગ (કે ઉપસર્ગ) ઉમેરીને
    • ઉદાહરણ તરીકે કૃપા – અવકૃપા ,માન – અપમાન
  • ઉપસર્ગના ફેરફાર દ્વારા
    • ઉદાહરણ તરીકે અપકાર – ઉપકાર ,ઉન્નતી- અવનતિ
  • લિંગ (જાતિના) ફેરફાર દ્વારા
    • ઉદાહરણ તરીકે રાજા – રાણી, નર – માદા ,પુરુષ – સ્ત્રી

વિરુદ્ધાર્થી શબ્દના કેટલાક ઉદાહરણો

  • ૫થ્ય x અ૫થ્ય
  • ૫રકીય x સ્વકીય
  • ૫રતંત્ર x સ્વતંત્ર
  • ૫રાધીન x સ્વાધીન
  • ૫વિત્ર x અ૫વિત્ર
  • અ૫રાઘી x નિર૫રાઘી
  • અંત x આરંભ (આદિ)
  • અંતરંગ x બહિરંગ
  • અંતર્ગોળ x બહિર્ગોળ
  • અંતિમ × પ્રારંભિક
  • અંધકાર × પ્રકાશ
  • અંશ × છેદ
  • અક્ષિ × દગ
  • અખંડ × ખંડિત
  • અખિલ × મર્યાદિત
  • અગમબુદ્ઘિ x ૫ચ્છમબુદ્ઘિ
  • અગવડ × સગવડ
  • અગોચર x  ગોચર
  • અગ્રજ x અનુંજ
  • અઘિક x ન્યૂન
  • અજ્ઞ  × સુજ્ઞ / પ્રા
  • અજ્ઞાત x જ્ઞાત
  • અણિયાર × બુઠ્ઠી
  • અતડુ x મેળાવડું (મિલનસાર)
  • અતિવૃષ્ટિ × અનાવૃષ્ટિ
  • અદબ x બેઅદબ
  • અદ્યતન x પુરાતન
  • અદ્યમ x ઉત્તમ
  • અધિક × કમ
  • અધિક × કમ
  • અધોગતિ x ઊઘ્વગતિ
  • અધોબિંદુ x શિરોબિંદુ
  • અધોમુખ × ઉર્ધ્વમુખ
  • અધ્યયન x અનધ્યયન
  • અનાથ x સનાથ
  • અનાવશ્યક x આવશ્યક
  • અનિયંત્રિત × નિયંત્રિત
  • અનુકરણ × મૌલિક
  • અનુકુળ × પ્રતિકુળ
  • અનુગામી x પુરોગામી
  • અનુચિત x ઉચિત
  • અનુજ × અગ્રજ
  • અન્યાય x  ન્યાય
  • અફળ × સફળ
  • અભદ્ર x ભદ્ર
  • અભાગી × સુભાગી
  • અભિમાન × નિરભિમાન
  • અમર × નાશવંત
  • અમાન્ય x માન્ય
  • અમીર x ગીરબ (મુફલિસ)
  • અમૂર્ત x મૂર્ત
  • અમૃત × વિષ
  • અરુચિકર x રુચિકર
  • અલ્પ × અધિક
  • અલ્પોકિત x અત્યુકિત
  • અવેતન x સવેતન
  • અસલ × નકલ
  • અસ્ત x ઉદય
  • અહંકારી x નિરહંકારી
  • આ૫કર્મી  x બા૫કર્મી
  • આંધળું × દેખતું
  • આકર્ષક × અનાકર્ષક
  • આકાશ × પાતાળ
  • આક્રોશ × સ્વસ્થ
  • આખરી × પ્રારંભિક
  • આખું × અડધું
  • આગેકૂચ x પીછેહઠ
  • આગ્રહ × અનાગ્રહ
  • આઘાત × પ્રત્યાઘાત
  • આઘ્યાત્મિક x આધિભૌતિક
  • આચાર x અનાચાર
  • આઝાદી × ગુલામી
  • આત્મલક્ષી x ૫રલક્ષી
  • આદર × અનાદર
  • આદર્શ × વ્યવહાર
  • આદાન × પ્રદાન
  • આદ્ર x શુષ્ક
  • આનંદ × શોક
  • આનંદી × ઉદાસીન
  • આપકર્મી × બાપકર્મી
  • આબદી x બરબાદી
  • આબરૂ × બે આબરૂ
  • આબાદી × બરબાદી
  • આભ × ધરતી
  • આયાત x નિકાસ
  • આરંભ × અંત
  • આરોપી × ફ્રરિયાદિ
  • આરોહ × અવરોહ
  • આર્દ્ર × શુષ્ક
  • આર્ય × અનાર્ય
  • આવક × જાવક
  • આવકાર × જાકારો
  • આવડત x અણઆવડત
  • આવવું × જવું
  • આવશ્યક × અનાવશ્યક
  • આવિર્ભાવ x નિરોભાવ
  • આવું × નજીક
  • આશા × નિરાશા
  • આશિષ × શાપ
  • આસકત x અનાસકત
  • આસક્તિ × વિરક્તિ
  • આસુરી x દેવી
  • આસ્તિક× નાસ્તિક
  • આસ્થા x અનાસ્થા
  • આળસ × મહેનત
  • ઇચ્છા × અનિચ્છા
  • ઇજ્જત × બે ઇજ્જત
  • ઇનકાર × સ્વીકાર
  • ઇન્સાન × હેવાન
  • ઇર્ષા × અમાત્મર્ષ
  • ઇર્ષાળુ × અનસૂય
  • ઇલાજ × લાઇલાજ
  • ઇષ્ટ × અનિષ્ટ
  • ઇહલોક x ૫રલોક
  • ઉ૫કાર x અ૫કાર
  • ઉ૫યોગી x નિરુ૫યોગી
  • ઉકળાટ × ઠંડક
  • ઉકેલ × ગૂંચ
  • ઉખર × ફળદ્રુપ
  • ઉગ્ર × શાંત
  • ઉગ્ર x સૌમ્ય
  • ઉચિત × અનુચિત
  • ઉતાવળ × ધીરજ
  • ઉત્કર્ષ × પતન
  • ઉત્કર્ષ x અ૫કર્ષ
  • ઉત્તમ × અધમ
  • ઉત્તમ × કનિષ્ઠ
  • ઉત્તમોત્તમ x અઘમાઘમ
  • ઉત્તર × પ્રશ્ન

Virudharthi Shabdo Gujarati Words List

  • ઉદાર × અનુદા
  • ઉદાર × લોભી
  • ઉદ્યમ × આળસ
  • ઉધાર × જમા
  • ઉન્નતિ × અવનતિ
  • ઉન્મુખ × સન્મુખ
  • ઉપકાર × અપકાર
  • ઉપયોગી × નિરુપયોગી
  • ઉમેદ x નાઉમેદ
  • ઉરરાણ × ચઢાણ
  • ઉર્મિલ × અનૂર્મિલ
  • ઉલાળ × ધરાર
  • ઉષ:કાલ × સાયંકાલ
  • ઉષા × સંધ્યા
  • ઊંઘવું × જાગવું
  • ઊંચાણ × નીચાણ
  • ઊંચું × નીચું
  • ઊંચે × તળિયે
  • ઊંડું × છીછરું
  • ઊંધું × ચત્તુ
  • ઊગવું × આથમવું
  • ઊભા × આડા
  • ઊલટો × સૂલટો
  • ઋજુતા × વક્રતા
  • એકાંગી × સર્વાંગી
  • ઐહિક x પારલૌકિક (આમુષ્મિક)
  • કંકોતરી × કાળોતરી
  • કંકોત્રી x કાળોત્રી
  • કંજુસ × ઉદાર
  • કચવાટ × સંતોષ
  • કટું × મધુર
  • કડક × નરમ
  • કડવું × મીઠું
  • કદર × નરમ
  • કપૂત × સપૂત
  • કબૂલાત × ઇનકાર
  • કમજોર × જોરાવર
  • કરજ × લેણું
  • કર્કશ × કર્ણપ્રિય
  • કલયુગ × સતયુગ
  • કાનૂની × ગેરકાનૂની
  • કાબેલ × અણઘડ
  • કામગરું × નવરું
  • કામનું × નકામું
  • કાયમી x કામચલાઉ (હંગામી)
  • કાયર x શૂરવીર
  • કાયિક × માનસિક
  • કાલે × આજે
  • કાલે × આજે
  • કાળજી x બેકાળજી (નિષ્કાળજી)
  • કાળી ×  ઘોળી
  • કીર × કનક
  • કીર્તિ × અપકીર્તિ
  • કુંવારી × વિવાહિત
  • કુકર્મ × સત્કર્મ
  • કુખ્યાત × ખ્યાત
  • કુટીલ x સરળ
  • કુટેવ × સુટેવ
  • કુનીતિ × સુનીતિ
  • કુપાત્ર × સુપાત્ર
  • કુપિત x પ્રસન્ન
  • કુપુત્ર × સુપુત્ર
  • કુમતિ × સુમતિ 
  • કુમાર્ગ × સન્માર્ગ
  • કુલટા × સન્નારી
  • કુલીન x કુલહીન (અકુલીન)
  • કુવિચાર × સુવિચાર
  • કુવૃત્તિ × સવૃત્તિ
  • કુશળ × અકુશળ
  • કુશિક્ષિત × સુશિક્ષિત
  • કુશીલ × સુશીલ
  • કૃત્રિમ × કુદરતી
  • કૃપા x અવકૃપા
  • કૃતજ્ઞ x કતઘ્ન
  • કૈડું × સીધું
  • કોમળ x કઠોર
  • કોયડો × ઉકેલ
  • કૌતુકપ્રિય x સૌષ્ઠવપ્રિય
  • ક્રુર x દયાળુ (કરૂણાળું)
  • ક્ષણિક × શાશ્વત
  • ક્ષય × અક્ષય
  • ક્ષય x વૃદ્ઘિ
  • ખંડન x  મંડન
  • ખડતલ × કમજોર
  • ખબર × બેખબર
  • ખબર × બેખબર
  • ખબરદાર × બેદરકાર
  • ખમીર × નિર્માલ્યતા
  • ખલાસ × વધેલું
  • ખાધરું × મિતાહારી
  • ખાનગી x જાહેર
  • ખાલી × ચીકાર
  • ખાલી × ભરેલ
  • ખાસ × સામાન્ય
  • ખિજાય × રીઝાય
  • ખિન્ન × ખુશ
  • ખીલવું × કરમાવું
  • ખુદનું × પારકું
  • ખુમારી × લાચાર
  • ખુવાર × આબાદ
  • ખુશબો x બદબો
  • ખુશાલી × ગમગીની
  • ખૂબસુરત x બદસૂરત
  • ખૂબી × ખામી
  • ખેદ × હર્ષ
  • ખોટ × નફો
  • ખોફ x મહેર
  • ગદ્ય × પદ્ય
  • ગફલત × સાવધાન
  • ગમન × આગમન
  • ગમો × અણગમો
  • ગરમી × ઠંડી,
  • ગરીબ × તવંગર
  • ગર્વ x નમ્રતા
  • ગવડ અમર × મર્ચ
  • ગહન × સુગમ
  • ગાફેલ × સાવધાન
  • ગાયબ × પ્રગટ
  • ગુણજ્ઞ × બેકદર
  • ગુલામી × આઝાદી
  • ગુલામી × સ્વતંત્રતા
  • ગોરું × કાળું
  • ગૌણ × મુખ્ય
  • ગૌણ x પ્રદ્યાન (મુખ્ય)
  • ગૌમુખી × વાઘમુખી
  • ગ્રામીણ x શહેરી
  • ગ્રાહ્ય X ત્યાજય
  • ગ્લાનિ × પ્રસન્નતા
  • ઘટતું × વસ્તું
  • ઘટિત × અઘટિત
  • ઘટ્ટ × નરમ
  • ઘન × પોલું
  • ઘન x પ્રવાહી
  • ઘમંડી × નિરભિમાની
  • ઘરાક × વિક્રેતા
  • ઘાડું × આછું
  • ઘાતકી × દયાળું
  • ઘીર × અધીર
  • ઘેન × શુદ્ધિ
  • ઘેરી × આછી
  • ઘેરું × આછું
  • ઘોંઘાટ × શાંતિ
  • ચંચળ × મંદ
  • ચંચળ x સ્થિર
  • ચકોર x જડ
  • ચડતી x ૫ડતી
  • ચતુર × મૂર્ખ
  • ચપળ × શિથિલ
  • ચપળ × સુસ્ત
  • ચર × સ્થિર 
  • ચર x અચર
  • ચલ × અચલ
  • ચળકતી × ઝાંખી
  • ચાચના × દાતા
  • ચાલ × બેહાલ
  • ચાલવું × બેસવું
  • ચાલાક × હોઠ
  • ચિંતાતુર x નિશ્ચિંત
  • ચિરાયુ × અલ્પાયુ
  • ચુસ્ત × નિરાગ્રહી
  • ચૂપકીદી × કોલાહલ
  • ચેતન × અચેતન
  • ચેતન × જડ
  • ચેન × બેચેન
  • ચોખ્ખું × ગંદું
  • ચોર × શાહુકાર
  • છત x અછત (તંગી)
  • છાયા × ધૂપ
  • છીછરૂં x ઊંડું
  • છુટક x જથ્થાબંઘ
  • છુત x  અછૂત
  • છૂટ × તંગી
  • છૂટક × જથ્થબંધ
  • છેડો × શરૂઆત
  • છેલ્લું × પહેલું
  • છોડ્યું × બાંધવું
  • જંગમ × સ્થાવર
  • જંગલી × સંસ્કારી
  • જકકી × નિરાગ્રહી
  • જટિલ × સરળ
  • જડ × ચેતન
  • જન્મ x મરણ
  • જમા × ઉધાર
  • જમીન × આસમાન
  • જય × પરાજય
  • જય × પરાજય
  • જયંતી x સંવત્સરી (પુણ્યતિથિ)
  • જયેષ્ઠ x કનિષ્ઠ
  • જરા × વધારે
  • જરૂરી × બિનજરૂરી
  • જલચર × ભૂચર
  • જલદ × નરમ
  • જવાંમર્દ × કાયર
  • જવાબ × ઉત્તર
  • જશ x અ૫જશ
  • જહન્નમ x જન્નત
  • જાંગળ × વેચાતું
  • જાહેર x ખાનગી
  • જીવંત × મૃત
  • જીવન × મૃત્યુ
  • જૂઠાણું × સાચું
  • જૂનું x  નવું
  • જોખમ × સલામતી
  • જોખમી × બિનજોખમી
  • જોડાણ × ભંગાણ
  • જ્ઞાન x અજ્ઞાન
  • જ્ઞાનચક્ષુ × ચર્મચક્ષુ
  • જ્યેષ્ઠ × કનિષ્ઠ
  • ઝઘડો × સુલેહ
  • ઝડપી × ધીરું
  • ઝાંખું × સ્પષ્ટ
  • ઝૂંપડું × હવેલી 
  • ટટાર × ઢીલું
  • ટાઢ × ગરમી
  • ટાઢક × ગરમાવો
  • ટાઢું × ઉષ્ણ
  • ટેકરો × ખાડો
  • ટેકીલું × દંભી
  • ટોચ × તળેટી
  • ઠંડું × ગરમ
  • ઠંડું × ગરમ
  • ઠગારું × વિશ્વાસ
  • ઠરવું × પીંગળવું
  • ઠરેલ x ઉછાંછળું
  • ઠાવકું × ઉદ્ધૃત
  • ઠીંગણું × લંબુસ
  • ઠોઠ × હોશિયાર
  • ડફોર × ચાલાક
  • ડર × હિંમત
  • ડરપોક × સાહસિક
  • ડહાપણ × ગાંડપણ
  • ડહોળું × નીતરું
  • ડાબો × જમણો
  • ડામીજ × સાલસ
  • ઢોંગી × નિર્દી
  • ઢોર× માણસ
  • તંગ × શાંત
  • તંગી × છત
  • તંદુરસ્તી × બીમારી
  • તકદીર × દુર્ભાગ્ય
  • તકરાર × સુલેહ
  • તગડું × સુકલકડી
  • તટસ્થ × પક્ષપાતી
  • તડકો × છાંયડો
  • તત્સમ x તદ્ભવ
  • તરફેણ × વિરુદ્ધ
  • તળિયું × સપાટી
  • તળેટી × શિખર
  • તાજું × વાસી
  • તાણો x વાણો
  • તાપ × ટાઢ
  • તારક × પાતક
  • તારાજી × આબાદી

અહી આપેલ લીસ્ટ ને Virudharthi shabd in Gujrarati list download કરી શકો છો

  • તારીફ× નિંદા
  • તિમિર × અંધકાર
  • તિરસ્કાર × પ્રશંસા
  • તીખું × ગળ્યું તુચ્છ × મહાન
  • તેજ × નિસ્તેજ
  • તેજી × મંદી
  • તોછડું × વિવેકી
  • ત્યાગ × સ્વીકાર
  • દક્ષ × ઠોઠ
  • દમડાટી × સમજાવટ
  • દરિદ્ર x ધનવાન (શ્રીમંત)
  • દરિયો × રણ
  • દાનવ × દેવ
  • દાહક × શામક
  • દિન × રાત
  • દિવંગત × હયાત
  • દિવ્ય × લૌકિક
  • દીન × અમીર
  • દીર્ઘ × ટૂંકું
  • દીવાની × ફોજદારી
  • દુઃશીલ × સુશીલ
  • દુઆ શાપ
  • દુકાળ × સુકાળ
  • દુર્ગતિ × સદ્દગતિ
  • દુર્જન x સજજન
  • દુર્લભ x સુલભ
  • દુવૃત્તિ × સવૃત્તિ
  • દુશ્મન × મિત્ર
  • દુષ્કર × સહેલું
  • દુષ્કર્મ × સત્કર્મ
  • દુષ્ટ × કુલીન
  • દુષ્ટતા × સુજનતા
  • દૃશ્ય × અદૃશ્ય
  • દેવાદાર x લેણદાર
  • દોષ × ગુણ
  • દોષિત- નિર્દોષ
  • દ્રશ્ય x  અદ્રશ્ય
  • દ્રોહી × વફાદાર
  • દ્વૈત × અદ્વૈત
  • ધંધાર્થી × બેકાર
  • ધીરજ × ઉતાવળ
  • ધૂની × ગંભીર
  • ધૃણા × માન
  • ધ્યાન x બેધ્યાન
  • ધ્વનિ × નીરવતા
  • નકટું × સ્વમાની
  • નકલ × અસલ
  • નકલી × બનાવટી
  • નકાર × હકાર
  • નક્કર × પોલું
  • નગદ × તકલાદી
  • નઘરોળ × લાગણીશીલ
  • નજીક × દૂર
  • નપાતર × ખાનદાન
  • નફો × ખોટ
  • નમ × ઉદ્યુત
  • નમાલું × સમર્થ
  • નમ્રતા × ઉગ્રતા
  • નવીન × પુરાતન
  • નસીબવાદી × પુરુષાર્થી
  • નાટકી × વાસ્તવિક
  • નાનપ × મોટપ
  • નાના × મોટા
  • નામ × બદનામ
  • નામશેષ × વિદ્યમાન
  • નાય × અનાથ
  • નાલેશી × પ્રશંસા
  • નિંદા x સ્તુતિ (પ્રશંસા)
  • નિકાસ × આયાત
  • નિમકહલાલ x નિમકહરામ
  • નિમ્ન × ઉચ્ચ
  • નિયંત્રિત x અનિયંત્રિત
  • નિરક્ષર × શિક્ષિત
  • નિરક્ષર x  સાક્ષર
  • નિરપેક્ષ × સાપેક્ષ
  • નિરાંત × અજંપ
  • નિરાંત × અજંપો
  • નિરામય × રોગીષ્ટ
  • નિરાશ × આશાવાદી
  • નિર્ગમન × આગમન
  • નિર્ગુણ x સગુણ
  • નિર્જીવ × સજીવ
  • નિર્દોષ × દોષિત
  • નિર્મળ × મલિન
  • નિવૃત્ત x પ્રવૃત્ત
  • નિશાકર x દિનકર
  • નિશ્ચિંત × અનિશ્ચિત
  • નિષ્ફળ × સફળ
  • નિસ્તેજ × તેજસ્વી
  • નીડર × હરપોક
  • નીતિ x અનીતિ
  • નીરસ × રસિક
  • નેક × અપ્રમાણિક
  • નેકી x બદી
  • નોતર્યું × વણનોતર્યું
  • ન્યાય × અન્યાય
  • ન્યૂન × અધિક
  • પંડિત × મુર્ખ
  • પક્ષ × વિપક્ષ
  • પચ્ચ × અપચ્ચ
  • પછાત × પ્રગતિશીલ
  • પતન × ઉત્થાન
  • પતિત × પુનિત
  • પનોતું × અશુભ
  • પરકીય × સ્વકીય
  • પરતંત્ર × સ્વતંત્ર
  • પરદેશ × સ્વદેશ
  • પરમાર્થ × સ્વાર્થ
  • પરલક્ષી × આત્મલક્ષી
  • પરલક્ષ્મી × આત્મલક્ષ્મી
  • પરાધીન × સ્વાધીન
  • પરિચિત × અપરિચિત
  • પરોક્ષ × પ્રત્યક્ષ
  • પવિત્ર × અપવિત્ર
  • પશુતા × માનવતા
  • પહોળું × સાંકડું
  • પાકટ × કુમળું
  • પાકું × કાચું
  • પાત્ર × કુપાત્ર
  • પાપ × પુણ્ય
  • પારદર્શક × અપારદર્શક
  • પાવક × પાતક
  • પાશ્ચાત્ય × પૌરસ્ત્ય
  • પિતા × માતા
  • પિશાચ × દેવતા
  • પુજન × સુજન
  • પુત્ર × પુત્રી
  • પુરાતન × અર્વાચીન
  • પુરુષાર્થ × પ્રારબ્ધ
  • પુરુષાર્થી × નસીબદાર
  • પુરોગામી × અનુગામી
  • પૂર્ણ x અપૂર્ણ
  • પૂર્વગ × અનુગ
  • પૂર્વાર્ધ × ઉત્તરાર્ધ
  • પોષણ × શોષણ
  • પ્રકાશ × અંધકાર
  • પ્રચુર × અલ્પ
  • પ્રતિબંધ × છૂટ
  • પ્રત્યક્ષ x ૫રોક્ષ
  • પ્રથમ × અંતિમ
  • પ્રમાદ × અપ્રમાદ
  • પ્રવૃત્તિ x નિવૃત્તિ
  • પ્રશંસનીય × નિંદનીય
  • પ્રસન્ન × ખિન્ન
  • પ્રસિદ્ઘ x અપ્રસિદ્ઘ
  • પ્રસ્તુત x અપ્રસ્તુત
  • પ્રાચીન × અર્વાચીન
  • પ્રાણપોષક x પ્રાણઘાતક
  • પ્રામાણિક × અપ્રામાણિક
  • પ્રેમ × તિરસ્કાર
  • પ્રેમી × દ્વેષી
  • પ્લાન × પ્રફુલ્લ
  • ગ્લાન × પ્રસન્ન
  • ફતેહ × હાર
  • ફળદ્રુપ × વેરાન
  • ફાયદો × ગેરફાયદો
  • ફૂટડું × કદરૂપું
  • બંધન × મુક્તિ
  • બંધિયાર x વહેતુ
  • બદસૂરત × ખૂબસૂરત
  • બાધિત x અબાધિત
  • બૂરાઈ × ભલાઈ
  • બેતાલ x તાલબદ્ઘ
  • બેતાલું × સૂરીલું
  • બેભાન x સભાન
  • ભક્ષ્ય × અભક્ષ્ય
  • ભદ્ર x અભદ્ર
  • ભય × અભય
  • ભય x અભય (નર્ભય)
  • ભરતી × ઓટ
  • ભલાઈ × બુરાઈ
  • ભલું × ભૂંડું
  • ભાગ્યવાન × અભાગી
  • ભિન્નતા × એકતા
  • ભૂમિ × આકાશ
  • ભોળો × લુચ્ચો
  • ભૌતિક x પારલૌકિક
  • મંદ × તેજ

Virudharthi Shabd in Gujarati Meaning -Virodhi Shabd Banavana Samany Niyamo

  • મજબૂત × ઢીલું
  • મધુર × કરુ
  • મરજિયાત x ફરજિયાત
  • મરદાની × બાયલું
  • મલિન x નિર્મળ
  • મહત્ત્વ × તુચ્છ
  • મહાન x પામર
  • મહેમાન × યજમાન
  • માન x અ૫માન
  • માન્ય x અમાન્ય
  • મામૂલી × મહામુલું
  • માલિક × નોકર
  • મિતાહારી × અકરાંતિયું
  • મિથ્યા × સાચું
  • મિથ્યાવાદી × સત્યવાદી
  • મુદ્રિત × હસ્તલિખિત
  • મૂર્ખ × વિદ્વાન
  • મૂલ્યવાન × સસ્તું
  • મૂળ x મુખ
  • મોંઘવારી × સોંઘવારી
  • મોંઘવારી × સોંઘવારી
  • મોંઘુ × સસ્તું
  • મોટપ × નાનપ
  • મોલિક × બનાવટ
  • મૌન × વાચાળ
  • મ્લાન x પ્રફુલ્લ
  • યજમાન × મહેમાન
  • યશ × અપયશ
  • યાચક x દાતા
  • યુદ્ધ × શાંતિ
  • યુવક × યુવતી
  • યુવાન × વૃદ્ધાવસ્થા
  • યુવાન x વૃદ્ઘ
  • રંક × રાજા
  • રંક x રાય
  • રક્ષક × ભક્ષક
  • રચનાત્મક x ખંડનાત્મક
  • રજા × સા
  • રમ્ય x રુદ્ર
  • રસપ્રદ × નીરસ
  • રસિક × અરસિક
  • રાગ × દ્વેષ
  • રાજાશાહી x  લોકશાહી
  • રાત × દિવસ
  • રીસ × પ્રીત
  • રોકડું × ઉધાર
  • રોગીષ્ટ × નીરોગી
  • લક્ષ × દુર્લક્ષ
  • લખ × અલખ
  • લઘુતા × ગુરુતા
  • લઘુમતી × બહુમતી
  • લજ્જાનુ × નિર્લજ્જ
  • લાંબું × ટૂંકું
  • લાઘવ × ગૌરવ
  • લાભ × ગેરલાભ
  • લાયક x નાલાયક
  • લીસ્સું × ખરબચડું
  • લેખિત x મૌખિક
  • લેણદાર × દેવાદાર
  • લોભી × ઉદાર
  • લૌકિક × અલૌકિક
  • વકતા x શ્રોતા
  • વકીલ x અસીલ
  • વખાણ x નિંદા
  • વરદાન × શાપ
  • વાચાળ × મૂક
  • વાચાળ × મૂજી
  • વાચાળ × મૂજી
  • વાચાળ x મૂક
  • વાદી x પ્રતિવાદી
  • વામન × વિરાટ
  • વામન × વિરાટ
  • વાલા × દવલા
  • વાસી × તાજું
  • વાસ્તવિક × અવાસ્તવિક
  • વિકારી × અવિકારી
  • વિકાસ × સંકોચ
  • વિદાય × સ્વગત
  • વિનમ્ર × ઉદ્ધત
  • વિનય × અવિનય
  • વિપત્તિ × સંપત્તિ
  • વિભક્તિ × અવિભક્તિ
  • વિયોગ x સંયોગ
  • વિરલ × સામાન્ય
  • વિરાટ x વામન
  • વિરોધ × સંમતિ
  • વિલંબ × શીઘ્ર
  • વિવેક × અવિવેક
  • વિસ્તૃત × સીમિત
  • વીજળીવેગે × કીડીવેગે
  • વીર × કાયર
  • વેરભાવ × મિત્રભાવ
  • વેરાન × ફળદ્રુપ
  • વૈયકિતક x સામુદાયિક
  • વ્યક્તિ × સમષ્ટિ
  • વ્યય × સંચય
  • વ્યર્થ × સાર્થક
  • વ્યાપક × સંકુચિત
  • શકિત x અશકિત
  • શક્તિ × અશક્તિ
  • શક્તિશાળી × દુર્બળ
  • શક્ય × અશક્ય
  • શઠ × પ્રામાણિક
  • શત્રુ × મિત્ર
  • શત્રુ × મિત્ર
  • શરમ × બેશરમ
  • શાંતિ × ઘોંઘાટ
  • શાંતિ x અશાંતિ
  • શાપ × વરદાન
  • શાશ્વત × ક્ષણિક
  • શિક્ષિત × અશિક્ષિત
  • શિખર × તળેટી
  • શિષ્ટ × અશિષ્ટ
  • શીત × ઉષ્ણ
  • શીલ× અશ્લીલ
  • શુકલ૫ક્ષ x કૃષ્ણ૫ક્ષ
  • શુદ્ર × અશુદ્ર
  • શૂલ × ફલ
  • શેઠ × નોકર
  • શ્રમજીવી × બુદ્ધિજીવી
  • શ્રીમંત × ગરીબ
  • શ્રીમાન × શ્રીમતી
  • શ્રોતા × વક્તા
  • શ્વાસ × ઉચ્છવાસ
  • શ્વેત × શ્યામ
  • સંગઠન × વિઘટન
  • સંઘિ x વિગ્રહ
  • સંચય × વ્યર્થ
  • સંતોષ × અસંતોષ
  • સંધવા × વિધવા
  • સંધિ × વિગ્રહ
  • સંપૂર્ણ × અપૂર્ણ
  • સંમત × અસંમત
  • સંયુક્ત × વિભક્ત
  • સંવાદ × વિસંવાદ
  • સંવાદ × વિસંવા
  • સંસ્કાર × કુસંસ્કાર
  • સંસ્કારી × જંગલી
  • સકકર્મી x અકકર્મી
  • સકામ × નિષ્કામ
  • સક્કર્મી × અક્કર્મી
  • સક્રિય x નિષ્ક્રય
  • સખત × નરમ
  • સજ્જન × દુર્જન
  • સત્કર્મ x કુકર્મ
  • સત્ય × અસત્ય
  • સત્યવકતા x મિથ્યાભાષી
  • સત્યાગ્રહ x દુરાગ્રહ
  • સત્સંગ × કુસંગ
  • સદગુણ x દેર્ગુણ
  • સદભાગ્ય × દુર્ભાગ્ય
  • સદાચાર x દુારાચાર
  • સદ્ગગતિ x દુર્ગતિ
  • સન્માન × અપમાન
  • સન્મુખ  x વિમુખ
  • સપૂત × કપૂત
  • સફળ × નિષ્ફળ
  • સબળ × દુર્બળ
  • સભાન × બેભાન
  • સમ × વિષમ
  • સમજ × ગેરસમજ
  • સમતોલ × અસમતોલ
  • સરલ × કઠીન
  • સરલ × ખરાબ
  • સર્જન × વિસર્જન
  • સર્જન  x સંહાર
  • સલામત × અસલામત
  • સહકાર x અસહાર
  • સહેલું × અઘરું
  • સા૫રાઘ x નિર૫રાઘ
  • સાંજ × સવાર
  • સાંપ્રદાયિક x બિનસાંપ્રદાયિક
  • સાકાર × નિરાકાર
  • સાક્ષર × નિરક્ષર
  • સાઘારણ x અસાઘારણ
  • સાઘ્ય x અસાઘ્ય
  • સાદું × મિશ્ર
  • સાધ્ય × અસાધ્ય
  • સાપેક્ષ x નિરપેક્ષ
  • સામાજિક × વૈયક્તિક
  • સારું × નરસું
  • સાર્થક x નિરર્થક
  • સાવઘ x ગાફેલ
  • સાવચેત × ગાફેલ
  • સીધું × વાકું
  • સુખદ × દુઃખદ
  • સુગંધ × દુર્ગંધ
  • સુઘડ × ફુવડ
  • સુઘડ × ફુવડ
  • સુજ્ઞ × અજ્ઞ
  • સુજ્ઞ × અજ્ઞ
  • સુડોળ × બેડોળ
  • સુયોગ × વિયોગ
  • સુર × અસુર
  • સુલભ x દુર્લભ
  • સુષુપ્ત × જાગૃત
  • સૂર × બેસૂર
  • સૂર્યાસ્ત × સૂર્યોદય
  • સૂર્યોદય × સૂર્યાસ્ત
  • સૌભાગ્ય × દુર્ભાગ્ય
  • સ્તુતિ × નિંદા
  • સ્થાવર × જંગમ
  • સ્થૂળ x સૂક્ષ્મ
  • સ્મરણ × વિસ્મરણ
  • સ્મિતવદન × ખિન્નવદન
  • સ્મૃતિ × વિસ્મૃત
  • સ્વચ્છ × ગંદુ
  • સ્વજન × પરજન
  • સ્વતંત્ર × પરતંત્ર
  • સ્વદેશી × પરદેશી
  • સ્વદેશી x વિદેશી
  • સ્વરાજ × પરરાજ
  • સ્વર્ગ × નર્ક
  • સ્વસ્થ × અસ્વસ્થ
  • સ્વાદ × બેસ્વાદ
  • સ્વાધીન × પરાધીન
  • સ્વાભાવિક × અસ્વાભાવિક
  • સ્વામી × સેવક
  • સ્વાર્થ x ૫રમાર્થ
  • સ્વાવલંબી × પરાવલંબી
  • સ્વીકાર × તિરસ્કાર
  • સ્વીકૃતિ x અસ્વીકૃતિ
  • સ્વોપાર્જિત × વડીલોપાર્જિત
  • હંમેશા × કવચિત
  • હક્ક × ફરજ
  • હચલ x ચલ
  • હદ × બેહદ
  • હર્ષ × શોક
  • હસમુખ × રોતલ
  • હસ્તક્ષેપ × સહયોગ
  • હાર × જીત
  • હાલ × બેહાલ
  • હાસ્ય × રુદન
  • હિંમત × નાહિંમત
  • હિત × અહિત
  • હેવાનિયત × ઈન્સાનિયત
  • હોંશ × બેહોંશ
  • હોશિયાર × ઠોઠ

Virudharthi Shabd Pdf Download- Virodhi Shabd PDF

અહી નીચે આપેલ Download બટન પર ક્લિક કરી Virudharthi Shabd ની pdf Download કરી શકો છો

ગુજરાતી વ્યાકરણ ના અન્ય એક ટોપિક Shaabd Samuh Mate Ek Shabd ni Pdf download કરવા નીચે ના બટન પર ક્લિક કરો

Frequently Asked Question (FAQ)

1. વિરોધી શબ્દ કોને કહે છે?

જે-તે શબ્દના અર્થથી વિરુદ્ધનો અર્થ આપનાર શબ્દોને ‘વિરોધી કે વિરુદ્ધાર્થી શબ્દો’ કહે છે.

2. વિરોધી શબ્દને અંગ્રજી માં શું કહે છે?

વિરુદ્ધાર્થી શબ્દને અંગ્રેજીમાં  ‘Antonyms’  અ’ટોનિમ કહે છે.

Conclusion

નમસ્કાર મિત્રો અમારા બ્લોગ પોસ્ટ આર્ટીકલ ગુજરાતી વ્યાકરણ અંતર્ગત “વિરુદ્ધાર્થી શબ્દો ” વિશે સરળ માહિતી આપવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. આશા રાખીએ કે અમારો આર્ટીકલ તમને ગમશે. આર્ટીકલ બાબતે યોગ્ય સલાહ સૂચન કમેન્ટ કરી જણાવશો. અમે ગુજરાતી વ્યાકરણ ને સરળ શબ્દો માં સમજાવવાનો પ્રયાસ કર્યો જે આપને ગમ્યો હોય તો અમારી આ પોસ્ટ વિશે તમારા મિત્રો ને જણાવી શકો છો.

મિત્રો તમે જોયું હશે કે અમારો આ આર્ટિક્લ ગુજરાતી ભાષા માં લખાયેલો છે જે માં વ્યાકરણ ના નિયમ અને ઉદાહરણ આપવાનો પ્રયાસ કરેલ છે. અમારા લખવામાં જો કોઈ શરતચૂક થયેલી જણાય તો અમને સૂચન કરશો જેથી કરીને અમે સુધારાત્મક પાસું અપનાવી શકીએ. અમારા આ આર્ટીકલ નો હેતુ માત્ર સરળ સમજૂતીનો છે. “ના ગમે તો અમને કહેશો, ગમે તો સૌને કહેશો..”

Spreading care

Leave a Reply