Sanskrutik karykram Sanchalan
કાર્યક્રમ સંચાલન એટલે નિયત સમય અને સંસાધનમાં કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરવાની કળા (art). તેમાં સમગ્ર પ્રક્રિયાનું આયોજન, સંકલન અને દેખરેખ (monitoring) નો સમાવેશ થાય છે જેથી કાર્યો સમયસર અને અસરકારક (effective) રીતે પૂર્ણ થાય. Karyakram Sanchalan Script એવી હોવી જોઈએ કે જેથી શ્રોતાગણો કાર્યક્રમ માં માણવાની ની મજા આવે. Sanskrutik Karykram ની સફળતા મુખ્યત્વે સંચાલન કરનાર વ્યક્તિ ની વાકછટા, હાવભાવ અને Sanchalan Script પર આધાર રાખે છે.
અહી આ આર્ટીકલ માં Sanskrutik Karykram Sanchalan માટે ની સ્ક્રીપ્ટ આપમાં આવી છે જેથી Sanskrutik Karykram નું Sanchaln કરવામાં ઉપયોગ કરી શકાય તેમજ આ સ્ક્રીપ્ટ માં Karyakram ને અનુરૂપ ફેરફાર કરી ને પણ ઉપયોગ માં લઈ શકાય. અહી પોસ્ટ ના અંતે Sanskrutik Sanchalan in Gujarati pdf Download ની લીક આપેલ જે જ્યાંથી તમે download કરી શકો છો.
Sanskrutik Sanchanlan Script in Gujrarati
યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:
વિદ્યા ની દેવી માતા સરસ્વતી ની યાદ કરીને આજના સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરીએ. આજરોજ શ્રી …………………………… શાળામાં ………………… દિનના આ પાવન પર્વમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો ગામના વડીલો ગામજનો શાળાના આચાર્યશ્રી તથા તમામ શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો.
હું ……………………… આ શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરું છું
હું ……………………. આ શાળામાં ધોરણ 7 માં અભ્યાસ કરું છું
અમે બંને આજના આપણા ………………………… દિનના સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન કરીશું.
હું આમંત્રિત મહેમાનો તથા શાળાના આચાર્યશ્રીને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમની શરૂઆત કરે.
આજના સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ આપણે સરસ્વતી માતાની એક સરસ મજાની પ્રાર્થનાથી કરીશું.

સૌપ્રથમ તો આ ધન્ય પર્વની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત થયેલ આમંત્રિત મહેમાન, તમામ ગ્રામજનો, શાળાના આચાર્યશ્રી તથા શિક્ષક શ્રીઓનું શબ્દથી સ્વાગત કરું છું.
આપ આયે નૂર આયા,મન પ્રફુલ્લિત હો ગયા.
મંચ કી શોભા બડી હે ,જશ્ન સુરભીત હો ગયા.
શબ્દથી સ્વાગત કર્યા પછી આજના આ પ્રજાસત્તાક દિન નિમિત્તે પધારેલ સૌ વડીલોનું સ્વાગત એક સરસ મજાના સ્વાગત ગીતથી કરીએ. સ્વાગત ગીત લઈને આવે છે શાળાની ધોરણ ૬ થી ૮ ની બહેનો. જેના શબ્દો છે આવો મોંઘેરા મહેમાન……………
શબ્દનો સાચું વજન તો આવકાર આપનારના ભાવ પર હોય છે.
નહીંતર વેલકમ તો પગલુછણીયા પર પણ લખેલું હોય છે.
ખુબ સરસ સ્વાગત ગીત રજૂ કરવા બદલ હું તમામ બહેનોનો ખુબ ખુબ આભાર માનું છું ખુબ ખુબ આભાર.
સરસ મજાનું સ્વાગત ગીત નિહાળ્યા પછી આપણા આમંત્રણ ને માન આપી અને આપણા આ પ્રસંગે પધારેલા મહેમાનોનું આપણે પુષ્પગુચ્છ આપી સ્વાગત કરીશું.
ક્રમ | મહેમાનનું નામ | સ્વાગત કારનારનું નામ |
---|---|---|
1 | ||
2 | ||
3 | ||
4 |
મોઘેરા મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું છે ત્યારે મને ‘અમૃત ઘાયલની’ એક સરસ મજાની કાવ્યપંક્તિ યાદ આવે છે.
મહેમાનોને વધામણા દિલથી અમે આપીએ,
સ્વાગત કરી અહીં તમને અમે નવાજીએ.
આંગણે રૂડી રૂડી રંગોળી અમે પુરાવીએ,
આપણે સાથે મળી આ અવસરને દીપાવીએ.
મિત્રો આપણા દેશ માટે આપણને સૌને ગર્વ છે જ માટે આપણા કાર્યક્રમને આગળ વધારતા એક સરસ મજાનું એક્શન સોંગ લઈને આવે છે શાળાની વિદ્યાર્થીની બહેનો ગીતના શબ્દો છે. ઓ દેશ મેરે…………….
ખૂબ ખૂબ આભાર બહેનોને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું.
હંસી આપકી કોઈ ચુરા ના પાયે,
આપકો કભી કોઈ રુલા ના પાયે.
ખુશીયોકા દિપ એસે જલે જિંદગીમે,
કી કોઈ તુફાન ભી ઉસે બુજાના પાયે.
સરસ મજા ને એક્શન સોંગ નિહાળીયા પછી આપણા ઉત્સાહને આગળ વધારતું આવું જ એક ગીત રજૂ કરવા જઈ રહી છે શાળાની વિદ્યાર્થીની બહેનનો ગીતના શબ્દ છે. જય હો……..
ખુબ ખુબ આભાર તમામ બહેનોનો .
મિત્રો આજના આ સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિત્તે આપણને એક પ્રાસંગિક પ્રવચન આપશે ધોરણ 7 ના વિદ્યાર્થી ભાઈ …………………
ખૂબ ખૂબ આભાર..
મિત્રો સમાજમાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ જોવા મળે છે અને જેના કારણે લોકો ઘણી વખત મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. તો આવું જ એક હાસ્ય સાથે બોધ આપતું સરસ મજાનું નાટક લઈને આવે છે. ધોરણ સાત અને આઠ ના ભાઈઓ નાટકનું નામ છે. ઠગ બાબા…….
ખૂબ ખૂબ આભાર તમામ ભાઈઓનો.
અગર સપને પૂરે ના હો તો,
રાસ્તે બદલો સિદ્ધાંત નહીં ,
ક્યુંકી પેડ હંમેશા પતે બદલતે હૈ મૂળ નહીં.
મિત્રો સરસ મજાનું નાટક નિહાળ્યા પછી શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા એક ડાન્સ રજૂ થાય થવા જઈ રહ્યો છે આ ગીતના શબ્દ છે. તેરી મિટ્ટી……………
ખૂબ ખૂબ આભાર ડાન્સ રજૂ કરનાર તમામ બહેનોનો.
હંસકર જીના દસ્તુર હે જિંદગીકા,
એક યહી કિસ્સા મશહૂર હે જિંદગી કા.
બીતે હુએ પલ કભી લોટ કર નહિ આતે,
યહી સબસે બડા કસુર હે જિંદગી કા.
મિત્રો જિંદગીમાં આવી જ કંઈક અચાનક આવી પડેલ આફત સમયે હારી જવાને બદલે ધીરજ અને બુદ્ધિથી આવી આફતમાંથી ઉગરી શકાતું હોય છે. આવું એક નાટક લઈને આવે છે શાળાના ભાઈઓ જેનું નામ છે. ટોપીવાળો ફેરિયો……………
ખૂબ ખૂબ આભાર તમામ ભાઈઓનો
ના પૈસા લગેગા ના ખર્ચા લગેગા,
સ્માઈલ કીજીએ અચ્છા લગેગા.
સરસ મજાની રંગારંગ કૃતિઓ શાળાના બાળકો દ્વારા રજૂ થઈ રહી છે. તો આવો જ એક ડાન્સ શાળાની બહેનો લઈને આવે છે જેના શબ્દો છે. ભારત કી બેટી ……………
ખૂબ સરસ તમામ બહેનોનો ખૂબ ખૂબ આભાર .
મિત્રો એવી કેટલીક વાતો કે કેટલાક ગીતો હોય છે જે આપણામા ઝોમ અને જુસ્સો ભરી દેતા હોય છે. આવું જ એક રૂવાડા બેઠા કરી દેતું સપાકરુ લઈને આવે છે …………. અને …………….. તો આવો સાંભળીએ ‘સપાકરુ’
ખૂબ ખૂબ આભાર બંને ભાઈઓનો
જિંદગી હસાયે તબ સમજના કી,
અચ્છે કર્મો કા ફલ મિલ રહા હૈ.
ઔર જબ જિંદગી રુલાયે તબ સમજના કી,
અચ્છે કર્મ કરને કા સમય આ ગયા હૈ.
મિત્રો આપણો દેશ સર્વ ધર્મ સમભાવ વાળો દેશ છે. અહીં તમામ ધર્મના લોકો વસે છે. આવું જ એક નાટક લઈને આવે છે શાળાની વિદ્યાર્થીની બહેનો નાટકનું નામ છે. ‘સર્વ ધર્મ સમભાવ’
ખૂબ ખૂબ આભાર નાટક રજૂ કરનાર તમામ બહેનોનો
હર જલતે દીયે તલે અંધેરા હોતા હૈ,
હર રાત કે પીછે એક સવેરા હોતા હૈ.
લોગ ડર જાતે હૈ મુશ્કિલો કો દેખકર પર,
હર મુશ્કિલ કે પીછે સફળતકા સવેરા હોતા હૈ.
મિત્રો મહેનત એ સફળતાની ચાવી છે અને આવી સખત મહેનત અને હિંમતથી તૈયાર કરેલું પિરામિડ લઈને આવે છે શાળા વિદ્યાર્થી ભાઈઓ તો આપ તો આવો નિહાળીએ ‘પિરામિડ’
ખૂબ ખૂબ આભાર સૌ હિંમતવાન ભાઈઓનો આવા સરસ મજાના સાહસ ભર્યા પિરામિડ જોઈને કહેવાનું મન થાય કે
મંજીલે ઉન્હી કો મિલતે હૈ,
જીનકે સપનો મે જાન હોતી હૈ.
સિર્ફ પંખો સે કુછ નહી ચલતા દોસ્તો,
હોંસલો સે ઉડાન હોતી હૈ.
વ્હાલા મિત્રો જોત જોતામાં સમય કેટલો પસાર થઈ જાય છે આપણો આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણતાએ પહોંચ્યો છે ત્યારે સમગ્ર કાર્યક્રમમાં અમને સફળ માર્ગદર્શન આપનાર ત્રિદેવ સમાન અમારા ત્રણે ગુરુજનોનો આભાર માનું છું હું શાળાના આચાર્યશ્રી …………………………ને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવી સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરે તો સાહેબ શ્રી……………… સર
Sanskrutik Sanchalan Script in Gujarati Pdf Download
અહી નીચે આપેલ બટન પર ક્લિક કરી Sanskrutik karykram Sanchaln Script in Gujarati Text download કરી શકો છો
Conclusion
આ પોસ્ટ માં આપવામાં આવેલ Sanskrutik Karykram Script જે સાંસ્કૃતિક કાર્યક્રમ ના સંચાલનમાં મદદ થાય તે હેતુ થી મુકવામાં આવેલ છે કાર્યકમ અનુસાર યોગ્ય ફેરફાર કરી ને ઉપયોગ માં લઈ શકાય જેથી સમય નો બચાવ થાય અને ઝડપ Anchoring Script તૈયાર થઈ શકે.