શિક્ષણમાં મૂલ્યાંકન એ શિખવવાની પ્રકિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જે વિધાર્થી ઓની પ્રગતિનું માપન કરવાં અને શિક્ષકોને તેમની શિક્ષણ પદ્ધતિ ઓ માં સુધારો કરવા માટે માર્ગદર્શન આપવાં માટે ઉપયોગી છે. સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો એ મૂલ્યાંકનનું એક નવીન સાધન છે જે વિધ્યાર્થીઓની શિખવાની પ્રક્રિયાના વિવિધ પાસાઓને ધ્યાનમાં લે છે. આ પત્રકો વિવિધ કુશળતા અને ક્ષમતા માટે ચોક્કસ માપદંડો પ્રદાન કરે છે. જે શિક્ષકો ને વિધ્યાર્થીઓની પ્રગતિનું ખાસ સચોટ અને સુચારું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે.
આ પત્રકની માહિતી સત્રાંતે ભરવાની હોય છે. સત્ર દરમિયાન વિધ્યાર્થીના ક્રમિક વિકાસ અને કૌશલ્ય વિકાસના વિષય આધારિત મૂલ્યાંકન માટે પત્રક મહત્વનું છે. અભ્યાસિક અને સહ- અભ્યાસિક વિષયમાં વિધ્યાર્થીની સિદ્ધિ કેવી છે તે આ પત્રક ના આધારે સરળતાથી નક્કી કરી શકાય છે. આ પત્રકો ધોરણ 3 થી 8 ના જુદા જુદા વિષયો તેમજ વ્યક્તિત્વ વિકાસના મૂલ્યાંકન દ્વારા વિધ્યાર્થીએ મેળવેલ ગુણ ને આધારે દરેક વિધ્યાર્થીનો વિષય આધારિત તેમજ એકંદરે ગ્રેડ આપી શકાય છે.
શિક્ષક મિત્રો બાલવાટિકા અને ધોરણ 1 થી 8 ના પરિણામ બનાવવામાટે અલગ અલગ પત્રકો ની જરૂર પડતી હોય છે. જે તમને આ બ્લોગ પોસ્ટ માંથી ઉપયોગી બનશે. આ તમામ પત્રકો તમે Excel ફાઇલ સ્વરૂપે ડાઉનલૉડ કરી જરૂરી માહિતી ભર્યા બાદ સરળતાથી અને જડપી શાળા પરિણામ તૈયાર કરી શકશો.
શૈક્ષણિક વર્ષ 2024-25 ના મૂલ્યાંકન માટે ધોરણ 3 અને 4 ના અંગ્રેજી વિષય સાથે અપડેટેડ પરિણામ પત્રકો અહી આપવામાં આવેલ છે. ધોરણ પ્રમાણે લિન્ક નીચે આપેલ હોય, જેનો ઉપયોગ કરી પત્રકો download કરી શકશો.