ગુજરાત હાઈકોર્ટ બેલિફની જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની પસંદગીના બે તબક્કાને અનુસરીને ભરતી કરશે જેમાં તેના પ્રથમ તબક્કા તરીકે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા કે જે અલીમીનેશન ટેસ્ટ હશે અને આ ટેસ્ટ માં ક્વોલિફાય થનાર ઉમેદવાર બીજા તબક્કા ની પરીક્ષા આપી શકેશે કે જે મુખ્ય પરીક્ષા છે અને વર્ણનાત્મક પ્રકારની છે અહી આ પોસ્ટ માં બેલીફ ના અભ્યાસક્રમ ની માહિતી આપવામાં આવી છે.
જેઓ આ પરીક્ષા આપવા માંગે છે ઉચ્ચ સ્કોર સાથે પરીક્ષા પાસ કરવા માટે સારી તૈયારી એ ચાવીરૂપ છે તેથી તેઓએ તેમની તૈયારી પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત અને સમર્પિત બનવાની જરૂર છે. ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટ બેલિફ સિલેબસ 2024 માં પૂરા પાડવામાં આવેલ વિષયો તપાસ્યા પછી લેખિત પરીક્ષા માટે પોતાને તૈયાર કરવી આવશ્યક છે. પરીક્ષાના અભ્યાસક્રમને સમજવું પૂરતું નથી, ઉમેદવારોએ સારી તૈયારી માટે નવીનતમ પરીક્ષા પેટર્ન પર આધારિત અભ્યાસ યોજના પણ તૈયાર કરવાની જરૂર છે.
બેલીફ ની પરીક્ષા નું માળખું જોઈએ તો પ્રથમ પરીક્ષા હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા અને તેમાં કવોલીફાય થનાર મુખ્ય લેખિત પરીક્ષા આપી શકશે. નીચે બને પરીક્ષા માટે ના અભ્યાસક્રમ ની વિગતે ચર્ચા કરવામાં આવી છે.
ક્રમ | પરીક્ષા ની વિગત | ગુણ | સમય |
1 | હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા -એલિમિનેશન ટેસ્ટ | 100 | 90 મિનીટ |
2 | મુખ્ય લેખિત પરીક્ષા -વર્ણનાત્મક પ્રકારની | 100 | 3 કલાક |
1. હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા -એલિમિનેશન ટેસ્ટ
- હેતુલક્ષી પ્રકારની ની લેખિત પરીક્ષા કે જે એલિમિનેશન ટેસ્ટ છે
- આ પરીક્ષા ના કુલ ગુણ 100 છે.
- આ પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે.
- દરેક ખોટા ઉત્તરદીઠ અથવા એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ 0.33 નકારાત્મક ગુણ રહેશે.
- આ પરીક્ષા નો સમયગાળો 1 કલાક અને 30 મિનીટ (કુલ 90 મિનીટ) નો રહેશે.
આ હેતુલક્ષી પરીક્ષા માટે નો અભ્યાસક્રમ નીચે આપેલ છે
ક્રમ | વિષય |
---|---|
1 | ગુજરાતી ભાષા |
2 | સામાન્ય જ્ઞાન |
3 | ગણિત |
4 | રમતગમત |
5 | રોજબરોજની ઘટનાઓ |
6 | કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન |
- હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા માં તમામ ઉમેદવારે ઓછામાં ઓછા 50 ગુણ મેળવવાના રહેશે
- જો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા માં ખુબ જ વધુ સંખ્યામાં ઉમેદવાર ઉતીર્ણ થશે તો, નામદાર હાઇકોર્ટ દ્વારા નિયત કરવામાં આવે તે પ્રમાણે મેરીટના આધારે માર્યાદિત સંખ્યામાં ઉમેદવાર ને ભરતી પ્રકીયાના આગામી તબક્કા એટલે કે મુખ્ય લેખિત પરીક્ષા (વર્ણનાત્મક પ્રકારની) માટે યોગ્ય લાયક ગણવામાં આવશે.
- હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા ના ગુણ ને પસંદગી યાદી તૈયાર કરતી વખતે ગણતરીમાં લેવાશે નહિ
2. મુખ્ય લેખિત પરીક્ષા (વર્ણનાત્મક પ્રકારની)
- લેખિત પરીક્ષા કુલ 100 ગુણ ની રહેશે
- આ પરીક્ષા નો સમયગાળો 03 કલાક રહેશે
- પ્રશ્નપત્ર ની ભાષા ગુજરાતી રહેશે
ક્રમ | વિષય |
---|---|
1 | ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ |
2 | એક વાક્યમાં પ્રશ્નોના જવાબ |
3 | અહેવાલ લેખન |
4 | પત્ર લેખન |
5 | નિબંધ લેખન |
6 | ટુંકનોંધ |
પસંદગી યાદી માં સ્થાન મેળવવા માટે મુખ્ય લેખિત પરીક્ષા માં અનુસુચિત જાતિ (SC), અનુસુચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષીણક રીતે પછાત વર્ગ (SEBC), આર્થિક રીતે નબળા વર્ગ (EWS) જેવી અનામત કક્ષા તેમજ ડીફ્રન્ટલી એબલ્ડ (ફક્ત ઓર્થોપેડિકલી) (DA) અને માજી સૈનિક (Ex- Servicemen)હેઠળ આવતા ઉમેદવારે ઓછામાં ઓછા 45 ગુણ અને બિન અનામત કક્ષાના ઉમેદવારે ઓછામાં ઓછા 50 ગુણ મેળવવાના રહેશે.
પસંદગી ની પ્રકિયા
પસંદગી યાદી અને કેન્દ્રીયકૃત પ્રતીક્ષા યાદી ઉમેદવારે મુખ્ય લેખિત પરીક્ષા (વર્ણનાત્મક પ્રકારની) માં મેળવેલ ગુણને ધ્યાને લઈ, મેરીતને આધારે તૈયાર કરવામાં આવશે
કેન્દ્રિયકૃત પરીક્ષા યાદી કુલ પ્રકાશિત કરેલ જગ્યાઓની સંખ્યાના 10 ટકાથી વધે નહી તેટલી સંખ્યા માટે તૈયાર કરવામાં આવશે અને જો કોઈ ઉમેદવાર નિમણુક માટે હાજર ન થાય અથવા જો કોઈ ઉમેદવારની ઉમેદવારી રદ થાય, ફક્ત તેવાં સંજોગોમાં જ તેનો અમલ કરવામાં આવશે.
Gujarat High Court Process Server -Bailiff Official Notification
અહી આપેલ લીક પરથી Official Notificaiton Download કરી શકો છો
Gujarat High Court Bailiff Syllabus 2024 -FAQs
1.What is Gujarat High Court Bailiff Syllabus 2024?
Details Syllabus Given Above
2.What is selection process of Bailiff in Gujarat High Court?
The selection process for bailiff post in Gujarat High Court includes Objective test and Main written Exam
3. Is there any negative marking in Gujarat High Court exam for Bailiff posts?
Yes, there is 0.33 Negative Marking for each wrong answer