તાજેતર માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વિવિધ વિભાગના નિયંત્રણ હેઠળના વિવિધ ખાતાના વડાની કચેરીઓ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ની તાંત્રિક સંવર્ગની વિવિધ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત આવેલ છે જેમાં પરીક્ષા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તા.૦૧/૦૭/૨૦૨૪ (૧૪-૦૦ કલાક) થી તા.૨૦/૦૭/૨૦૨૪ (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ અને માહિતી માટે મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.
GSSEB દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરાત મુજબ ખેતી મદદનીશ વર્ગ-3 ની કુલ 436 જગ્યાઓ , બાગાયત મદદનીશ વર્ગ -3 માટે ની કુલ 52 જગ્યાઓ અને મેનેજર (અતિથિ ગૃહ/વિશ્રામ ગૃહ /વ્યવસ્થાપક ગ્રેડ -2, વર્ગ -3) ના પદ માટે ની કુલ 14 જગ્યાઓ દર્શાવેલ છે. આ ભરતી માં પરીક્ષા મુખ્ય બે ભાગ માં લેવામાં આવશે, પ્રથમ ભાગ માટે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા અને બીજો ભાગ વર્ણનાત્મક રહેશે. આ પોસ્ટમાં આ ભરતી સંબધિત જગ્યાઓ, પગાર ધોરણ, વય મર્યાદા, શૈક્ષિણક લાયકાત જાણકારી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમજ સાથે ઓફીશિયલ નોટિફિકેશન પણ આપેલ છે જેનો અભ્યાસ કરી અરજી કરી શકો છો
GSSSB New Vacancy 2024 -ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે ની મહત્વની માહિતી
સંસ્થા | GSSSB – ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ |
પોસ્ટ | ખેતી મદદનીશ વર્ગ-3બાગાયત મદદનીશ વર્ગ -3મેનેજર (અતિથિ ગૃહ/વિશ્રામ ગૃહ /વ્યવસ્થાપક ગ્રેડ -2, વર્ગ -3 |
કુલ જગ્યાઓ | 502 |
અરજી શરૂ થવાની તારીખ | 01/07/2024 |
અરજી કરવાની ની અંતિમ | 20/07/2024 |
Official Website | https://gsssb.gujarat.gov.in/Index |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
GSSSB New Bharti 2024 ભરતી ની જગ્યાઓ
પદ | કુલ જગ્યાઓ |
ખેતી મદદનીશ વર્ગ | 436 |
બાગાયત મદદનીશ વર્ગ | 52 |
મેનેજર (અતિથિ ગૃહ/વિશ્રામ ગૃહ /વ્યવસ્થાપક ગ્રેડ | 14 |
કુલ | 502 |
ખેતી મદદનીશ, વર્ગ -3
ખેતી મદદનીશ વર્ગ-3 જગ્યાઓ ની વિગતો
સંવર્ગનું નામ | વિભાગ /ખાતા ની વડા ની કચેરી નું નામ | કુલ જગ્યાઓ | કક્ષાવાર જગ્યાઓ | કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ | કુલ જગ્યાઓ પૈકી અનામત | |||||||||
બિન અનામત | આર્થિક રીતે નબળા વર્ગ | અનુ. જાતિ | અનુ. જન જાતિ | સા. શૈ. પ. વર્ગ | બિન અનામત | આર્થિક રીતે નબળા વર્ગ | અનુ. જાતિ | અનુ. જન જાતિ | સા. શૈ. પ. વર્ગ | શારીરિક અશકત | માજી સૈનિક | |||
ખેતી મદદનીશ વર્ગ-3 | ખેતી નિયામકની કચેરી રાજકોટ વિભાગ | 291 | 116 | 29 | 21 | 47 | 78 | 38 | 09 | 06 | 15 | 25 | 12 | 29 |
વડોદરા વિભાગ | 145 | 66 | 14 | 13 | 15 | 37 | 21 | 04 | 04 | 04 | 12 | 06 | 14 | |
કુલ | 436 | 182 | 43 | 34 | 62 | 115 | 59 | 13 | 10 | 19 | 37 | 18 | 43 |
પગાર ધોરણ- ખેતી મદદનીશ, વર્ગ -3
સંવર્ગનું નામ | વિભાગ / ખાતાની વડાની કચેરીનું નામ | કરાર આધારિત નિમણૂક નો સમયગાળો | કરાર આધારિત નિમણૂક દરમ્યાન પ્રતિ માસ મળવાપાત્ર ફિક્સ પગાર |
ખેતી મદદનીશ, વર્ગ -3 | ખેતી નિયામક કચેરી રાજકોટ અને વડોદરા વિભાગ | 5 વર્ષ | 26000 |
ખેતી મદદનીશ વર્ગ -3 વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત
ખેતી મદદનીશ, વર્ગ -3
- 20/07/2024 ના રોજ ઉમેદવારની ઉમર 18 વર્ષથી ઓછી નહિ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- ઉમેદવારે ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અંર્તગત આવતી કૃષિ યુનિવર્સિટી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન ની માન્યતા ધરાવતી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી કૃષિમાં ડિપ્લોમા અથવા બાગાયતમાં ડિપ્લોમા અથવા કૃષિ એન્જિયરિંગમાં ડિપ્લોમા અથવા એગ્રો પ્રોસેસિંગમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ .
અથવા
- ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, યુનિવર્સિટી અથવા તે અંતર્ગત માન્ય થયેલી ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી ગ્રામીણ અભ્યાસમાં સ્નાતકની પદવી (ગૃહ વિજ્ઞાનમાં ગ્રામીણ અભ્યાસની સ્નાતકની પદવી સિવાય) અથવા કૃષિમાં બી.એસસી. અથવા કૃષિ એન્જીનિયરીંગમાં બી.ટેક. અથવા કૃષિમાં બી.ઇ. અથવા બાગાયતમાં બી.એસસી. ની સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે.
- કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
Kheti Madadnish Official Notification 2024 Download
બાગાયત મદદનીશ વર્ગ -3
બાગાયત મદદનીશતી મદદનીશ વર્ગ-3 જગ્યાઓ ની વિગતો
સંવર્ગનું નામ | વિભાગ /ખાતા ની વડા ની કચેરી નું નામ | કુલ જગ્યાઓ | કક્ષાવાર જગ્યાઓ | કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ | કુલ જગ્યાઓ પૈકી અનામત | |||||||||
બિન અનામત | આર્થિક રીતે નબળા વર્ગ | અનુ. જાતિ | અનુ. જન જાતિ | સા. શૈ. પ. વર્ગ | બિન અનામત | આર્થિક રીતે નબળા વર્ગ | અનુ. જાતિ | અનુ. જન જાતિ | સા. શૈ. પ. વર્ગ | શારીરિક અશકત | માજી સૈનિક | |||
બાગાયત મદદનીશ વર્ગ -3 | બાગાયત નિયામકની કચેરી, ગાંધીનગર | 38 | 18 | 03 | 02 | 06 | 09 | 05 | 00 | 00 | 01 | 02 | 02 | 03 |
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન | 14 | 08 | 01 | 00 | 02 | 03 | 02 | 00 | 00 | 00 | 01 | 00 | 01 | |
કુલ | 52 | 26 | 04 | 02 | 08 | 12 | 07 | 00 | 00 | 01 | 03 | 02 | 04 |
પગાર ધોરણ – બાગાયત મદદનીશ
સંવર્ગનું નામ | વિભાગ / ખાતાની વડાની કચેરીનું નામ | કરાર આધારિત નિમણૂક નો સમયગાળો | કરાર આધારિત નિમણૂક દરમ્યાન પ્રતિ માસ મળવાપાત્ર ફિક્સ પગાર | |
બાગાયત મદદનીશ વર્ગ -3 | બાગાયત નિયામક ની કચેરી | 5 વર્ષ | 26000 | |
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન | 3 વર્ષ | 26000 |
બાગાયત મદદનીશ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત
(ક) તા.૨૦/૦૭/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઇશે;
(ખ) ઉમેદવાર ભારતમાં કેન્દ્રિય કૃષિ/બાગાયત યુનિવર્સિટી અધિનિયમ અથવા રાજ્ય કૃષિ/બાગાયત યુનિવર્સિટી અધિનિયમથી અથવા તે હેઠળ સંસ્થાપિત અથવા સ્થપાયેલી કૃષિ/બાગાયત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ પોલિટેકનિકમાંથી બાગાયતમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઇશે.
(ગ) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
(ઘ) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા તે બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે.
Bagayat Madadnish Official Notificaion 2024 Download
મેનેજર (અતિથિ ગૃહ/વિશ્રામ ગૃહ /વ્યવસ્થાપક ગ્રેડ -2, વર્ગ -3
જગ્યાની વિગતો
સંવર્ગનું નામ | વિભાગ /ખાતા ની વડા ની કચેરી નું નામ | કુલ જગ્યાઓ | કક્ષાવાર જગ્યાઓ | કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ | કુલ જગ્યાઓ પૈકી અનામત | |||||||||
બિન અનામત | આર્થિક રીતે નબળા વર્ગ | અનુ. જાતિ | અનુ. જન જાતિ | સા. શૈ. પ. વર્ગ | બિન અનામત | આર્થિક રીતે નબળા વર્ગ | અનુ. જાતિ | અનુ. જન જાતિ | સા. શૈ. પ. વર્ગ | શારીરિક અશકત | માજી સૈનિક | |||
મેનેજર (અતિથિ ગૃહ/વિશ્રામ ગૃહ /વ્યવસ્થાપક ગ્રેડ -2, વર્ગ -3 | માર્ગ અને મકાન વિભાગ | 14 | 06 | 02 | 01 | 02 | 03 | 02 | 00 | 00 | 00 | 01 | 01 | 01 |
પગાર ધોરણ
સંવર્ગનું નામ | વિભાગ / ખાતાની વડાની કચેરીનું નામ | કરાર આધારિત નિમણૂક નો સમયગાળો | કરાર આધારિત નિમણૂક દરમ્યાન પ્રતિ માસ મળવાપાત્ર ફિક્સ પગાર | |
મેનેજર (અતિથિ ગૃહ/વિશ્રામ ગૃહ /વ્યવસ્થાપક ગ્રેડ -2, વર્ગ -3 | માર્ગ અને મકાન વિભાગ | 5 વર્ષ | 40800 |
વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત
(ક) તા.૨૦/૦૭/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૭ વર્ષથી વધુ ન હોવી જોઇશે; અને
વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ ની જોગવાઇ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.
(ખ) ઉમેદવાર ભારતમાં કેન્દ્રિય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ
- હોટલ મેનેજમેન્ટનો ડિપ્લોમા
અથવા
- હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરીંગ ટેકનોલોજીનો ડિપ્લોમા
અથવા
- હોટલ મેનેજમેન્ટની સ્નાતકની પદવી
અથવા
- હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરીંગ ટેકનોલોજીની સ્નાકની પદવી
અથવા
- હોસ્પીટાલીટી એન્ડ હોટેલ એડમિનિસ્ટ્રેશન ની સ્નાતકની પદવી
અથવા
- બિઝનેશ એડમિનિસ્ટ્રેશન (હોટેલ મેનેજમેન્ટ એન્ડ ટુરીઝમ) ની સ્નાતકની પદવી
અથવા
- બેચલર ઓફ આર્ટસ (ઇન્ટરનેશનલ હોસ્પીટાલીટી એડમિનિસ્ટ્રેશન) ની સ્નાતકની પદવી
અથવા
- બેચલર ઓફ સાયન્સ (કેટરીંગ સાયન્સ એન્ડ હોટલ મેનેજમેન્ટ) ની સ્નાતકની પદવી
અથવા
- માસ્ટર ઓફ બિઝનેશ એડમિનિસ્ટ્રેશન (ટુરીઝમ એન્ડ હોટેલ મેનેજમેન્ટ) ની અનુસ્નાતકની પદવી
અથવા
- ટુરીઝમ એન્ડ હોટેલ મેનેજમેન્ટનો પોસ્ટ ગ્રેજ્યુએટનો ડીપ્લોમા ધરાવતો હોવો જોઇશે.
(ગ) કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
(ઘ) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
Manager Official Notificaion 2024 Download
How to Apply Online?
(૧) સૌપ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઈટ પર જવું.
(૨) ત્યારપછી “On line Application” માં Apply પર Click કરવું અને GSSSB સિલેકટ કરવું.
(૩) ઉમેદવારે જાહેરાત ક્રમાંક: ૨૩૩/૨૦૨૪૨૫ થી ૨૩૪/૨૦૨૪૨૫ પૈકીની જે સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર Click કરી Apply પર ક્લિક કરવું. ત્યાર બાદ
(૪) જયારે “Apply now” પર Click કરવાથી નવી વિન્ડો ખુલશે.
જેમાં સૌ પ્રથમ “Personal Details” ની માહિતી ઉમેદવારે ભરવી.
(૫) Personal Details ભરાયા બાદ “Educational Details” ભરવાની રહેશે.
(૬) ત્યાર બાદ બાંહેધરી માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “Yes” Select કરી “save” પર Click કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે.
(૭) હવે “save” પર Click કરવાથી “Application Number” generate થયેલ હશે જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
(૮) હવે Upload Photograph પર Click કરો અહીં તમારો application number type કરો અને તમારી Birth date type કરો. ત્યારબાદ ok પર click કરવું. અહીં photo અને signature upload કરવાના છે.
- Photo નું માપ ૫ સે.મી. ઉંચાઈ અને ૩.૬ સે.મી. પહોળાઈ, JPG ફોરમેટ માં અને 15 kb સાઈઝથી વધારે નહિ
- એ રઅને Signature નું માપ ૨.૫ સે.મી. ઉંચાઈ અને ૭.૫ સે.મી. પહોળાઈ, JPG ફોરમેટ માં અને 15 kb સાઈઝથી વધારે નહિ
(૯) ત્યારબાદ પેજના ઉપરના ભાગમાં Online Application ટેબમાં “Confirm Application” પર Click કરો અને “Application number” તથા Birth Date type કર્યા બાદ Ok પર click કરવાથી ઉમેદવારની Basic Details અને confirm application દેખાશે. Confirm application પર click કરતાં અહીં “confirmation number” generate થશે. આ “confirmation number” હવે પછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ, ઉમેદવારે સાચવવાનો રહેશે.
- ઉમેદવારને અરજીમાં સુધારો કરવાની જરૂર જણાય તો edit કરી લેવું. અરજી કન્ફર્મ કર્યા પહેલા કોઈપણ પ્રકારનો સુધારો થઈ શકશે. પરંતુ અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો શકય બનશે નહી.
(૧૦) હવે print application પર Click કરવું. અહીં Select Job માંથી જાહેરાત ક્રમાંક સિલેકટ કરીને તમારો confirmation number ટાઈપ અને જન્મતારીખ ટાઇપ કરી પ્રિન્ટ કાઢી લેવી.
Exam Fees
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષા ફી નું ધોરણ | ||
બિન અનામત કેટેગરી | અનામત કેટેગરી | |
પ્રાથમિક પરીક્ષા | રૂ. 500 /- | રૂ. 400 /- |
પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને તેઓએ જે માધ્યમથી પરીક્ષા ફી ભરેલ હશે તે માધ્યમથી પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારો ને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે નહિ.
પરીક્ષા પદ્ધતિ
પરીક્ષા એ બે ભાગ માં લેવામાં આવેશે જે માં Part a અને Part b નો સમાવેશ થાય છે.
Part A: MCQ અટેલે કે ઓબ્જેકટિવે પ્રકારની રહેશે જે કોમ્પુટર આધારિત રહેશે એટેલ કે Computer Based Recruitment Test (CBRT)
Part B : આ ટેસ્ટ વર્ણનાત્મક પ્રકારની રહેશે.
આ બને પ્રકારની પરીક્ષા ની વિગતે માહિતી નીચે દર્શાવેલ છે.
Part A :
- Part A માં કુલ 60 પ્રશ્નો રહેશે.
- Part A ના કુલ ગુણ 60 રહેશે.
- Part A નું સ્વતંત્ર ક્વોલિફાઇડ ધોરણ રહેશે.
- Part A માં ન્યૂનતમ ગુણવતા ધોરણ 40 % રહેશે જે દરેક કેટેગરી માટે રહશે.
- MCQ પદ્ધતિમાં ખોટ જવાબ માટે ¼ માર્ક ઓછા કરવામાં આવશે.
- Part A ની પરીક્ષા કોમ્યુટર આધારિત રહેશે
Part A syllabus
ક્રમ | વિષય | ગુણ |
1 | તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન | 30 |
2 | ગાણિતિક કસોટીઓ | 30 |
કુલ ગુણ | 60 |
Part B
- Part B માં કુલ 150 પ્રશ્નો રહેશે.
- Part B ના કુલ ગુણ 150 રહેશે
- Part B નું સ્વતંત્ર ક્વોલિફાઇડ ધોરણ રહેશે.
- Part A માં ન્યૂનતમ ગુણવતા ધોરણ 40 % રહેશે જે દરેક કેટેગરી માટે રહશે.
- Part B ની પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની રહેશે
Part B Syllabus
ક્રમ | વિષય | ગુણ |
1 | ભારત નું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્સન | 30 |
2 | સબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો | 120 |
કુલ ગુણ | 150 |