GSSSB Kheti Madadnish Bharti 2024, Post, Eligibility, Salary, Apply Online Link

તાજેતર માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વિવિધ વિભાગના નિયંત્રણ હેઠળના વિવિધ ખાતાના વડાની કચેરીઓ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ની તાંત્રિક સંવર્ગની વિવિધ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત આવેલ છે  જેમાં પરીક્ષા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તા.૦૧/૦૭/૨૦૨૪ (૧૪-૦૦ કલાક) થી તા.૨૦/૦૭/૨૦૨૪ (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ અને માહિતી માટે  મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.

GSSEB દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરાત મુજબ ખેતી મદદનીશ વર્ગ-3 ની કુલ 436 જગ્યાઓ , જગ્યાઓ દર્શાવેલ છે. આ ભરતી માં પરીક્ષા મુખ્ય બે ભાગ માં લેવામાં આવશે, પ્રથમ ભાગ માટે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા અને બીજો ભાગ વર્ણનાત્મક રહેશે. આ પોસ્ટમાં આ ભરતી સંબધિત જગ્યાઓ, પગાર ધોરણ, વય મર્યાદા, શૈક્ષિણક લાયકાત જાણકારી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમજ સાથે ઓફીશિયલ નોટિફિકેશન પણ આપેલ છે જેનો અભ્યાસ કરી અરજી કરી શકો છો

GSSSB Kheti Madadnish Bharti 2024 અંગે ની મહત્વની માહિતી

સંસ્થાGSSSB
પોસ્ટખેતી મદદનીશ વર્ગ-3  
કુલ જગ્યાઓ436
અરજી શરૂ થવાની તારીખ01/07/2024
અરજી કરવાની ની અંતિમ20/07/2024
Official Websitehttps://gsssb.gujarat.gov.in/Index
Apply OnlineOnline

Kheti Madadnish Class -3 ની કેટેગરી પ્રમાણે જગ્યાઓ

સંવર્ગનું નામ વિભાગ /ખાતા ની વડા ની કચેરી નું નામકુલ જગ્યાઓકક્ષાવાર જગ્યાઓકક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓકુલ જગ્યાઓ પૈકી અનામત
બિન અનામતઆર્થિક રીતે નબળા વર્ગઅનુ. જાતિઅનુ. જન જાતિસા. શૈ. પ. વર્ગબિન અનામતઆર્થિક રીતે નબળા વર્ગઅનુ. જાતિઅનુ. જન જાતિસા. શૈ. પ. વર્ગશારીરિક અશકતમાજી સૈનિક
ખેતી મદદનીશ વર્ગ-3ખેતી નિયામકની કચેરી રાજકોટ વિભાગ2911162921477838090615251229
વડોદરા વિભાગ145661413153721040404120614
કુલ43618243346211559131019371843

ખેતી મદદનીશ વર્ગ-3 નો પગાર ધોરણ

ખેતી મદદનીશ, વર્ગ -3

સંવર્ગનું નામવિભાગ / ખાતાની વડાની કચેરીનું નામકરાર આધારિત નિમણૂક નો સમયગાળોકરાર આધારિત નિમણૂક દરમ્યાન પ્રતિ માસ મળવાપાત્ર ફિક્સ પગાર 
ખેતી મદદનીશ, વર્ગ -3ખેતી નિયામક કચેરી રાજકોટ અને વડોદરા વિભાગ5 વર્ષ26000 

Kheti Madadnish Bharti 2024 Qualification

  • 20/07/2024 ના રોજ ઉમેદવારની ઉમર 18 વર્ષથી ઓછી નહિ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • ઉમેદવારે ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અંર્તગત આવતી કૃષિ યુનિવર્સિટી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન ની માન્યતા ધરાવતી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી કૃષિમાં  ડિપ્લોમા અથવા બાગાયતમાં ડિપ્લોમા અથવા કૃષિ એન્જિયરિંગમાં ડિપ્લોમા અથવા એગ્રો પ્રોસેસિંગમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ .

અથવા

  • ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ,                                          યુનિવર્સિટી અથવા તે અંતર્ગત માન્ય થયેલી ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી ગ્રામીણ અભ્યાસમાં સ્નાતકની પદવી (ગૃહ વિજ્ઞાનમાં ગ્રામીણ અભ્યાસની સ્નાતકની પદવી સિવાય) અથવા કૃષિમાં બી.એસસી. અથવા કૃષિ એન્જીનિયરીંગમાં બી.ટેક. અથવા કૃષિમાં બી.ઇ. અથવા બાગાયતમાં બી.એસસી. ની સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે.
  • કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.

How to Apply Online for Kheti Madadnish 2024?

(૧) સૌપ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઈટ પર જવું.

(૨) ત્યારપછી  “On line Application” માં Apply પર Click કરવું અને GSSSB સિલેકટ કરવું.

(૩) ઉમેદવારે જાહેરાત ક્રમાંક: ૨૩૩/૨૦૨૪૨૫ થી ૨૩૪/૨૦૨૪૨૫ પૈકીની જે સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર Click કરી Apply પર ક્લિક કરવું. ત્યાર બાદ  

(૪) જયારે “Apply now” પર Click કરવાથી નવી વિન્ડો ખુલશે.

જેમાં સૌ પ્રથમ “Personal Details” ની માહિતી  ઉમેદવારે ભરવી.

(૫) Personal Details ભરાયા બાદ “Educational Details” ભરવાની રહેશે.

(૬) ત્યાર બાદ  બાંહેધરી માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “Yes” Select કરી “save” પર Click કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે.

(૭) હવે “save” પર Click કરવાથી “Application Number” generate થયેલ હશે જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.

(૮) હવે Upload Photograph પર Click કરો અહીં તમારો application number type કરો અને તમારી Birth date type કરો. ત્યારબાદ ok પર click કરવું. અહીં photo અને signature upload કરવાના છે.

  • Photo નું માપ ૫ સે.મી. ઉંચાઈ અને ૩.૬ સે.મી. પહોળાઈ, JPG ફોરમેટ માં અને  15 kb સાઈઝથી વધારે નહિ
  • એ રઅને Signature નું માપ ૨.૫ સે.મી. ઉંચાઈ અને ૭.૫ સે.મી. પહોળાઈ, JPG ફોરમેટ માં અને  15 kb સાઈઝથી વધારે નહિ

 (૯) ત્યારબાદ  પેજના ઉપરના ભાગમાં Online Application ટેબમાં “Confirm Application” પર Click કરો અને “Application number” તથા Birth Date type કર્યા બાદ Ok પર click કરવાથી ઉમેદવારની Basic Details અને confirm application દેખાશે. Confirm application પર click કરતાં અહીં “confirmation number” generate થશે. આ “confirmation number” હવે પછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ, ઉમેદવારે સાચવવાનો રહેશે.

  • ઉમેદવારને અરજીમાં સુધારો કરવાની જરૂર જણાય તો edit કરી લેવું. અરજી કન્ફર્મ કર્યા પહેલા કોઈપણ પ્રકારનો સુધારો થઈ શકશે. પરંતુ અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો શકય બનશે નહી.

(૧૦) હવે print application પર Click કરવું. અહીં Select Job માંથી જાહેરાત ક્રમાંક સિલેકટ કરીને તમારો confirmation number ટાઈપ અને જન્મતારીખ ટાઇપ કરી પ્રિન્ટ કાઢી લેવી.

Kheti Madadnish Bharti 2024 Exam Fees

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષા ફી નું ધોરણ
 બિન અનામત કેટેગરીઅનામત કેટેગરી
પ્રાથમિક પરીક્ષારૂ. 500 /-રૂ. 400 /-

પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને તેઓએ જે માધ્યમથી પરીક્ષા ફી ભરેલ હશે તે માધ્યમથી પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત  ન રહેનાર ઉમેદવારો ને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે નહિ.

Kheti Madadnish Official Notification Download

Kheti Madadnish પરીક્ષા પદ્ધતિ

પરીક્ષા એ બે ભાગ માં લેવામાં આવેશે જે માં Part a અને Part b નો સમાવેશ થાય છે.

Part A:  MCQ અટેલે કે ઓબ્જેકટિવે પ્રકારની રહેશે જે કોમ્પુટર આધારિત રહેશે એટેલ કે Computer Based Recruitment Test (CBRT)

Part B : આ ટેસ્ટ વર્ણનાત્મક પ્રકારની રહેશે.

Kheti Madadnish Syallabus In Gujarati

પરીક્ષા એ બે ભાગ માં લેવામાં આવેશે જે માં Part a અને Part b નો સમાવેશ થાય છે, આ બને પ્રકારની પરીક્ષા ની વિગતે માહિતી નીચે દર્શાવેલ છે.

Part A :

  • Part A માં કુલ 60 પ્રશ્નો રહેશે.
  • Part A ના કુલ ગુણ 60 રહેશે.
  • Part A નું સ્વતંત્ર ક્વોલિફાઇડ ધોરણ રહેશે.
  • Part A માં ન્યૂનતમ ગુણવતા ધોરણ 40 % રહેશે જે દરેક કેટેગરી માટે રહશે.
  • MCQ પદ્ધતિમાં ખોટ જવાબ માટે ¼ માર્ક ઓછા કરવામાં આવશે.
  • Part A ની પરીક્ષા કોમ્યુટર આધારિત રહેશે

Part A syllabus

ક્રમવિષયગુણ
1તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન30
2ગાણિતિક કસોટીઓ30
કુલ ગુણ60

Part B

  • Part B માં કુલ 150 પ્રશ્નો રહેશે.           
  • Part B ના કુલ ગુણ 150 રહેશે
  • Part B નું સ્વતંત્ર ક્વોલિફાઇડ ધોરણ રહેશે.
  • Part A માં ન્યૂનતમ ગુણવતા ધોરણ 40 % રહેશે જે દરેક કેટેગરી માટે રહશે.
  • Part B ની પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની રહેશે

Part B Syllabus

ક્રમવિષયગુણ
1ભારત નું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્સન30
2સબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો120
કુલ ગુણ150

Frequently Asked Quesitions For Khati Madadnish Bharti 2024

1. ખેતી મદદનીશ વર્ગ-3 કેટલી જગ્યાઓ છે ?

436

2. ખેતી મદદનીશ માં અરજી કરવાની છેલ્લી કઇ તારીખ છે?

20/07/2024

Conclusion

તાજેતર માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ કુલ 502 જગ્યાઓમાં 436 જગ્યાઓ ખેતી મદદનીશ વર્ગ -3 ની જગ્યાઓ છે. આ પોસ્ટ માં ખેતી મદદનીશ ની જગ્યાઓ, લાયકાત, પગાર ધોરણ, પરીક્ષા પદ્ધતિ તેમજ ઓનલાઇન અરજી કરવાની રીત ચર્ચા આ પોસ્ટ માં કરવામાં આવી છે. જે અરજી કરવા માંગતા ઉમેદવાર ને ઉપયોગી થશે, વધારે માહિતી માટે ઓફીશિયલ નોટિફિકેશન પણ આ પોસ્ટમાં આપેલ છે જેનો અભ્યાસ કરી ને અરજી કરી શકો છો.

Spreading care

Leave a Reply