Mahatma Gandhi Nibandh in Gujarati

આપણાં દેશને અંગ્રેજોના દમનકારી શાસન માંથી મુક્તિ અપાવનાર અને આપણાં રાષ્ટ્રપિતા તરીકે નું બિરુદ મેળવનાર એટલે મહાત્મા ગાંધીજી. તેમનું પૂરુંનામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું.

મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોમ્બર 1869 ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પૂતળીબાઈ હતું. પ્રારંભિક અને હાઇસ્કૂલનું શિક્ષણ તેમણે રાજકોટમાં મેળવ્યું હતું. તેમના લગ્ન 13 વર્ષની બાળવયે કસ્તુરબા સાથે થયા હતા. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ વિદેશ ગયા અને ઈગ્લેંડમાં વકીલાતની ડિગ્રી મેળવી.

શરૂઆતના વ્યાવસાયિક જીવનમાં વકીલ તરીકે તેઓ દક્ષિણ આફ્રિકા ગયા જ્યાં તેમને રંગભેદનો ખૂબ કડવો અનુભવ થયો હતો. ત્યાંથી ભારત પાછા ફરતા તેમણે ભારતમાં પણ એ જ બખતે અગ્રેજોના દમનકારી શાસન અને ખેડૂતો પરના જુલમો જોયા. બાળપણથી જ સત્યવચની અને પરસેવાની વૃતિવાળા ગાંધીજીથી આ બધું સહન ના થયું. તેમણે આ બધા માંથી લોકોને મુક્ત કરવાનું મનોમન નક્કિ કરી લીધું હતું.

સત્ય અને અહિંસાને પોતાના હથિયારો બનાવી અને ગાંધીજીએ અંગ્રેજોના અત્યાચાર માંથી મુક્તિ અપાવવા માટે અને ક આંદોલનો કર્યા. દેશના લોકોને આ લડતમાં જોડાવા હાકલ કરી. દેશના લોકોએ પણ તેમનું આ આહ્વાન સ્વીકારી તેમની સાથે જોડાયા. અંગ્રેજો સામેના આ આંદોલનમાં ગાંધીજી અને વખત જેલમાં પણ ગયા.

પોતાની વાણી અને આચરણ, સાદુ જીવન અને સરળ સ્વભાવથી હિન્દવાસીઓના દિલમાં સ્થાન મેળવનાર ગાંધીજી મહાત્મા ગાંધી તરીકે ઓળખાવા લાગ્યા. તેમના અને બીજા ઘણા ક્રાંતિકારીઓના અથાગ પ્રયત્ન થી 15 મી ઓગસ્ટ 1947ના રોજ આપણાં દેશ અંગ્રેજોના જુલમમાંથી મુક્ત થયો.

30 મી જાન્યુઆરીનો એ ગોજારો દિવસ 30 જાન્યુઆરી 1948ના રોજ પ્રાર્થનાસભામાં જતાં નથુરામ ગોડસે દ્વારા ગાંઘીજીની હત્યા કરવામાં આવી. અને આપણાં દેશે એક અદભૂત હિરલો ગુમાવ્યો.

Mahatma Gandhi Nibandh in Gujarati Download

Download
Spreading care

Leave a Reply