પ્રસ્તાવના
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, સચિવાલય,ગાંધીનગરના તા. ૦૭ /૦૬/૨૦૨૩ના ઠરાવ ક્રમાંકઃ
સસઅ/૧૦૨૨/ના.બા./૧૯૨/ન થી ધોરણ-૧ થી ૫ માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ-૫નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિધાર્થીઓ માંથી તેજસ્વી વિધાર્થીઓને મેરીટના ધોરણે રાજ્યમાં કાર્યરત તમામ બોર્ડ સાથે સંલગ્ન સ્વનિર્ભર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ ધારાધોરણ મુજબ પસંદ થયેલ સ્વ-નિર્ભર શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના આવા તેજસ્વી વિધાર્થીઓને પસંદ કરી તેમને ધોરણ-૬ થી ૧૨ સુધી તેમની પસંદગી મુજબની સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાની નવી ‘Gyan Setu Merit Scholarship Yojana’ અમલમાં મુકવામાં આવેલ છે.
સરકાર શ્રી ની આ યોજના અંતર્ગત ધોરણ ૧ થી ૫ નો સળંગ અભ્યાસ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ માંથી ૩૦,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર દ્વારા કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ(CET) લેવાશે અને તેને આધારે મેરીટ યાદી જાહેર કરવામાં આવશે. જેની ઓફીશિયલ વેબસાઇટ http//gssyguj.in છે.
Gyan Setu Merit Scholarship અગત્યની માહિતી
1. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપના તા. ૦૭/૦૬/૨૦૨૩ ના ઠરાવની જોગવાઇ મુજબ
શાળામાં પ્રવેશ લેવાની તમામ જવાબદારી વિદ્યાર્થી/વાલીની અંગત રહેશે.
2. આ યોજનાના આખરી મેરીટમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓએ જે તે શાળામાં પ્રવેશ
મેળવી તેઓના પ્રવેશની વિગતો અત્રેથી સુચવ્યા મુજબ ઓનલાઇન પાર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
3. નિયામકશ્રી દ્વારા દર્શાવલ નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વ નિર્ભર શાળાઓ અથવા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ.માં અભ્યાસ
4. વિદ્યાર્થી જે અનુદાનિત શાળામાં ધોરણ – ૫ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરી કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ (CET) માં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ મેળવવાપાત્ર ઠર્યા હોય અને તે પોતાની જૂની અનુદાનિત શાળામાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તે પ્રવેશ મેળવી ધોરણ-૬ થી ૮નો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકશે.
5. વિદ્યાર્થી જે સરકારી શાળામાં ધોરણ – ૫ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરી કોમન
એન્ટ્રેસ્ટ ટેસ્ટ (CET) માં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ મેળવવાપાત્ર ઠર્યા હોય અને તે પોતાની જૂની સરકારી કે અન્ય સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તે પ્રવેશ મેળવી ધોરણ-૬ થી ૮નો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકશે.
6. કોઈપણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ ૯ થી ૧૨ નો અભ્યાસ કરી શકશે.
8. આ યોજના અંતર્ગત જો વિદ્યાર્થીનો આખરી મેરીટ યાદીમાં સમાવેશ થાય અને તે ગુજરાત
રાજ્યની કોઈપણ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવેલ હોય તો નીચે
મુજબ સ્કોલરશીપની રકમ મળવાપાત્ર થશે.
9. આ યોજના અંતર્ગત જો વિદ્યાર્થીનો આખરી મેરીટ યાદીમાં સમાવેશ થાય અને તે નિયામક
શાળાઓની કચેરી દ્વારા પસંદ થયેલ અનુદાનિત શાળાની યાદીમાંની કોઇ શાળામાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવેલ હોય તો નીચે મુજબ સ્કોલરશીપની રકમ મળવાપાત્ર થશે.
10. આ યોજના અંતર્ગત જો વિદ્યાર્થીનો આખરી મેરીટ યાદીમાં સમાવેશ થાય અને તે નિયામક
શાળાઓની કચેરી દ્વારા પસંદ થયેલ ખાનગી શાળાની યાદીમાંની કોઇ શાળામાં ધોરણ-૬
માં પ્રવેશ મેળવેલ હોય તો નીચે મુજબ સ્કોલરશીપની રકમ મળવાપાત્ર થશે.
11. જો કોઇ વિદ્યાર્થી આખરી મેરીટ યાદીમાં આવે અને ધોરણ-૬ માં પ્રવેશ મેળવી આગળનો
અભ્યાસ ચાલુ ન રાખે તો આ યોજના અંતર્ગત આગળ લાભ મળવાપાત્ર રહેશે નહિ.
12. આ યોજના ઠરાવની જોગવાઇ ક્રમાંક: ૧૨ D મુજબ વિદ્યાર્થીઓની પહેલા સત્રની ઓછામાં
ઓછી ૮૦% હાજરીને આધારે પ્રથમ હપ્તાની પ% રકમ વિદ્યાર્થી/વાલીના બેન્ક ખાતામાં DBT મારફત જમા કરાવવામાં આવશે.
13. આ યોજના અંતર્ગત નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા વખતોવખત સુચનાઓ
મુકવામાં આવશે તથા વિદ્યાર્થીઓને આ બાબતે અવગત કરાવવા માટે તેઓના રજીસ્ટર્ડ
મોબાઇલ નંબર પર SMડ કરી જાણ કરવામાં આવશે જેથી આ અંગે રજીસ્ટ્રેશન કરતી વખતે આપનો યોગ્ય મોબાઇલ નંબર દર્શાવવાનો રહેશે. જેથી આ બાબતે આગળની કાર્યવાહીથી આપ અવગત રહો તથા સમયાંતરે http//gssyguj.in વેબસાઇટ ચકાસતાં રહેવું.
Gyan Setu Pariksha માટે ઓનલાઇન અરજી માટેની સુચનાઓ
a) http//gssyguj.in પર લિંક ક્લિક કરી વેબસાઇટ ખોલવાની રહેશે. જેમાં વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન
માટેની લીંક પર ક્લીક કરી CTS આધાર યુઆઇડી નંબર (18 અંક) લખવાનો રહેશે. CTS આધાર યુઆઈડી નંબર (18 અંક) લખ્યા બાદ આપનું પુરૂ નામ આવશે. Swiftchat પ્પલેટફોમ પરથી ભરાશે
b) ત્યાબાદ મોબાઈલ નંબર લખવાનો રહેશે. મોબાઈલ નંબર લખ્યા બાદ આપના મોબાઈલ નંબર ઉપર OTP આવશે. જે OTP લખવાનો રહેશે. પછી પાસવર્ડ સેટ કરી કેપચા નાખવાથી આપનું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઇ ગયું છે તેવો મેસેજ વેબસાઇટ પર જોવા મળશે.
c) રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ લોગ ઇનમાં જઈ આપનો CTS આધાર યુઆઈડી નંબર (18 અંક) અને જે પાસવર્ડ સેટ કરેલ તે લખવાથી લોગ ઇન કરવાનું રહેશે. લોગ ઇન થવાથી આપને આપનું પુરૂં નામ જોવા મળશે.
d) આ યોજના અંગેની પરીક્ષાના ફોર્મ ભરતી વખેત જો ખોટી જન્મ તારીખ દર્શાવી હોય તો લોગ ઈન ના ફોર્મમાં સાચી જન્મ તારીખ, કુમાર/કન્યા, આપની કેટેગરી(એસ.સી/એસ.ટી./ ઓબીસી/ જનરલ/ઈ.ડબ્લ્યુ.એસ.) જેવી વિગતો લખવાની રહેશે.
e) આપના રહેણાકનો વિસ્તાર (Urban/Rural) પણ જોવા મળશે.
f) વિદ્યાર્થીએ ધોરણ-૧માં કઇ પ્રકારની શાળામાં અભ્યાસ કરેલ છે ? (સરકારી/ગ્રાન્ટ ઇન એઇડ શાળા) તે
દર્શાવી ધોરણ-૫ સુધી નો સળંગ અભ્યાસ કરેલ છે તે અંગે જે શાળામાં ધોરણ- ૧ થી ૫ નો સળંગ
અભ્યાસ કરેલ હોય તે અંગે તે શાળાનો યુડાયસ નંબર લખવાનો રહેશે યુડાયસ નંબર (૧૧ અંક) લખવાથી શાળાનું નામ આવશે.
g) જે વિદ્યાર્થીઓ SC/ST કેટેગરીમાં આવતા હોય તેઓએ જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. h) ત્યારબાદ Preview માં આપના દ્વારા ભરેલ તમામ વિગતો જોવા મળશે અને Save & Submit કરવાથી આપની અરજી સબમીટ થઇ જશે. અને આપની અરજી સકળતાપૂર્વક સબમીટ થઇ ગયેલ છે તેવો મેસેજ વેબસાઇટ પર આવશે. ત્યારબાદ જો આપ આપની અરજીની પ્રિન્ટ કાઢવા માંગતા હોય તો Print આપવાથી આપની અરજીની પ્રિન્ટ પણ કાઢિ શકાશે.