Vidhyasahayak Bharti 2026 : ધોરણ 1 થી 5 માટે 11,000 જગ્યાઓની મોટી જાહેરાત, જાણો સંપૂર્ણ વિગત

Gujarat Vidhyasahayak Bharti 2026: ગુજરાતના શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા ધોરણ 1 થી 5 (ગુજરાતી માધ્યમ) માં વિદ્યાસહાયકોની ભરતી માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ લેખમાં આપણે ફોર્મ ભરવાની તારીખ, કુલ જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત અને અન્ય મહત્વની વિગતો વિશે જાણીશું.

ભરતીની મુખ્ય વિગતો (Short Summary)

વિગતમાહિતી
સંસ્થાનું નામગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
પોસ્ટનું નામવિદ્યાસહાયક (ધોરણ 1 થી 5 – ગુજરાતી માધ્યમ)
કુલ અંદાજિત જગ્યાઓ11,000
જાહેરાત ક્રમાંક01/2026
સત્તાવાર વેબસાઇટhttps://dpegujarat.in

મહત્વની તારીખો (Important Dates)

ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન રહેશે.

  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 15/04/2026 (બપોરે 12:00 કલાકથી)
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 24/04/2026 (બપોરે 15:00 કલાક સુધી)
  • સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ: 24/04/2026 (સાંજે 17:00 કલાક સુધી)

શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયમો

  1. TET-1 પાસ ઉમેદવારો: આ ભરતી ધોરણ 1 થી 5 માટે હોવાથી જે ઉમેદવારોએ TET-1 પરીક્ષા પાસ કરેલી હોય તેઓ અરજી કરી શકશે.
  2. D.El.Ed અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તક: જે ઉમેદવારો હાલમાં D.El.Ed ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને TET-1 પાસ છે, તેઓ પણ આ ભરતીમાં ઉમેદવારી કરી શકશે. તેમના ગુણ અને માર્કશીટ પરિણામ જાહેર થયા બાદ ઓનલાઇન અપડેટ કરવાની છૂટ આપવામાં આવશે.
  3. દિવ્યાંગ ઉમેદવારો: કુલ જગ્યાઓ પૈકી નિયમ મુજબ 4% જગ્યાઓ દિવ્યાંગો માટે અનામત રાખવામાં આવી છે.
  4. જિલ્લાવાર જગ્યાઓ: હાલમાં ફક્ત કુલ જગ્યાઓની સંખ્યા જાહેર કરવામાં આવી છે. જિલ્લાવાર અને શાળાવાર ખાલી જગ્યાઓની વિગતો બદલી કેમ્પની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વેબસાઇટ પર મૂકવામાં આવશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? (How to Apply)

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ dpegujarat.in પર જાઓ.
  • હોમ પેજ પર ‘વિદ્યાસહાયક ભરતી 2026’ લિંક પર ક્લિક કરો.
  • તમામ જરૂરી વિગતો ભરો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ મેળવી લો અને નજીકના નિયત સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવો.

મહત્વની સૂચના

ભરતી અંગેના શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયાના વિગતવાર નિયમો ટૂંક સમયમાં જ સત્તાવાર વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોને વિનંતી છે કે અરજી કરતા પહેલા તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી લેવી.

વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહો અને આ માહિતી તમારા મિત્રો કે જેઓ શિક્ષક બનવા માંગે છે. તેમની સાથે શેર કરો.


નોંધ: આ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી જાહેરાતના આધારે તૈયાર કરવામાં આવી છે. ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પરથી વિગતોની ચકાસણી કરી લેવી.

Vidhyasahayak Bharti 2026

Spreading care

Leave a Reply