એકમ કસોટી એ એટલે શિક્ષણનાં એક નાના ભાગનું મૂલ્યાંકન કરવા માટે લેવામાં આવતી કસોટી. આ કસોટી મુખ્યત્વે વિદ્યાર્થીઓ ના અભ્યાસક્રમ ના એક કે એકથી વધુ એકમ પૂરા કર્યા પછી તેમની સમજણ અને જ્ઞાનનું સ્તર જાણવા માટે લેવામાં આવે છે.
એકમકસોટીનાફાયદા:
વિદ્યાર્થીઓનેનિયમિતઅભ્યાસમાટેપ્રોત્સાહન: જ્યારે નાના નાના ભાગોનું મૂલ્યાંકન થાય છે, ત્યારે વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરવા માટે પ્રેરાય છે.
સમજણમાંઆવતીતકલીફોનુંઝડપીનિરાકરણ: એકમ કસોટી દ્વારા શિક્ષકોને ખબર પડે છે કે વિદ્યાર્થીઓને ક્યાં વિષય સમજવામાં તકલીફ પડી રહી છે અને તે મુજબ શિક્ષણ પદ્ધતિમાં સુધારો કરી શકાય છે.
પરીક્ષાનોડરદૂરકરવામાંમદદ: નાની નાની કસોટીઓ આપીને વિદ્યાર્થીઓનો પરીક્ષાનો ડર દૂર કરી શકાય તેમજ પેપર લખવાની પ્રેક્ટીસ કરી શકે છે
આત્મવિશ્વાસમાંવધારો: સારા પરિણામો મળવાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે અને તેઓ આગળ વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રેરાય છે.
સામાયિક મુલ્યાંકન કસોટી એ શિક્ષણ પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેના દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાય છે અને ભવિષ્યમાં સુધારો કરવા માટે ની દિશા મળે છે.અહી આ પોસ્ટમાં 2024 માં લેવાયેલ સામાયિક મૂલ્યાંકન કસોટીના જુના પેપેર આપેલ છે. જે વિદ્યાથીઓને મહાવરામાં મદદરૂપ થઈ શકે, અહી ધોરણ 3 થી 8 ના 2024 લેવાયેલ જુના સામાયિક મુલ્યાંકન કસોટીના પેપરો આપેલ છે જેને Download કરી શકો છો.