Namo Saraswati Yojana 2024 online Registration, Eligibility, and All the Details in Gujarati

The Namo Saraswati Yojana is a financial assistance program, to help girls studying Science Stream in classes 11 to 12, launched by the government of Gujarat. The aim is to improve girls’ enrollment and completion rates in Science Stream 11th 12th Science.

About Scholarship Structure

  • Financial aid for eligible girls of ₹25,000  upto over two years (from class 11 to 12 Science)
  • Disbursement of Scholarship happens as:

 ₹1000 per month for 10 months in classes 11th Science

₹1000 per month for 10 months in classes 12th Science. and the remaining ₹5,000 provided after passing class 12 Science.

Namo Saraswati Yojana 2024 in Gujarati

માનનીય વડા પ્રધાન શ્રી ના વિકસિત ભારત ના સંકલ્પને સિદ્ધ કરવાના ઉદેશની સાથે અને રાષ્ટીય શિક્ષણનીતિ ૨૦૨૦ મુજબ પ્રાથમિક શિક્ષણમાં તો સાર્વત્રિકકરણ થયેલું જ છે.  ત્યાર બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં કન્યાઓ નો ડ્રોપ આઉટ રેશીઓ ઘટાડવો, શિક્ષણમાં ગુણવતાયુક્ત પરિવર્તન લાવવું તેમજ દીકરીઓ ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે અને શિક્ષણની બાબતમાં આપની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થઈ શકે તેવા હેતુ થી  ગુજરાત સરકારના બજેટમાં વર્ષ ૨૦૨૪-૨૫ થી  શિક્ષણ વિભાગ માટે ‘નમો સરસ્વતી ’ સ્કોલરશીપ યોજના ની જાહેરાત કરવામાં આવી છે. આવી જ નમો લક્ષ્મી યોજના કે જે ધોરણ 9 થી 12 ના અભ્યાસ માટે દીકરીઓને 50000 જેટલી શિષ્યવૃતિ મળશે. Namo Lakshmi Yojana ની પણ સંપૂર્ણ માહિતી આ blog પર આપવામાં આવી છે

Schem Namo Sarsvati Yogana – નમો સરસ્વતી  યોજના
લાભાર્થીધોરણ 11 થી 12 વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરતી કન્યાઓ
કોણ અરજ કરી શકેધોરણ 10 પાસ કરી 11 વિજ્ઞાન પ્રવાહ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓ
અરજી કરવાની તારીખજાહેર કરવામાં આવશે
અરજી કરવાં માટે ની વેબસાઈટવિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) પોર્ટલમાં કરવાની રહેશે.
પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓની યાદીNamo Sarsvati  પોર્ટલ પર   જાહેર કરવામાં આવશે  

Who Are Eligible For Namo Lakshmi Yojana – કોને લાભ મળી શકે છે?

  • ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ માં ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નીચેની પાત્રતાને આધીન લાભ મળશે.
  • રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 10 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 11 માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવેલ હોય
  • રાજ્યની ખાનગી શાળા ધોરણ 10 નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેવી કન્યાઓ માટે જેના કુટુંબની વાર્ષિક આવક ₹6,00,000 કે તેથી ઓછી હોય તેને આ લાભ મળવા પાત્ર રહેશે

How to Get Namo Lakshmi Yojana Scholarship – સહાયની રકમ કઈ રીતે મળશે?

Aનમો સરસ્વતી  સ્કોલરશીપ સહાય યોજના અંતર્ગત સહાય છે તે કન્યાને માતાના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે જે કિસ્સામાં કન્યા ની માતા હયાત ન હોય તેવા કિસ્સામાં રકમ કન્યાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે
BB શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા અચાનક સ્થળ તપાસ કરવામાં આવે અને કોઈ કન્યા ની સરેરાશ હાજરી 80% કરતા ઓછી હોય તો તેને આ સહાય બંધ કરવામાં આવશે
CC રીપીટર વિદ્યાર્થીના કિસ્સામાં જે તે ધોરણમાં એક જ વખત શિષ્યવૃત્તિ મળશે પછીથી આગળના ધોરણ પ્રમાણે તેનું શિષ્યવૃતિ મળશે
DE જો કોઈ કન્યા સરકારને અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશીપ નો લાભ મળતો હોય તો આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવા પાત્ર રહેશે

Documents Required for Namo Sarasvati Yojana Registration -ફોર્મ ભરવા માટે જરૂરી આધાર પુરાવા

  • આધારકાર્ડ
  • માતાની બેંક પાસબુક
  • આવકનો દાખલો લાગુ પડતો હોય તેવા માટે

How to Apply Online for Namo Sarasvati Yojana ફોર્મ ક્યારે અને ક્યાં ભરાશે?

  • ધોરણ 11 માં પ્રવેશ મેળવો એટલે સ્કૂલ દ્વારા જ સીટીએસ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા આ ફોર્મ.
  • ધોરણ 11 ના પ્રવેશ ની સાથે જ.

Namo Sarasvati Yojana Online Registration, Eligibility, All Details in One Video

All About Namo Sarasvati Yojana Gujarat 2024 in Gujarati

  • આ સહાય યોજનાના સુચારુ સંચાલન માટે એક અલગ “નમો સરસ્વતી ” પોર્ટલ બનાવવામાં આવશે.
  • આ યોજના હેઠળ આર્થિક સહાયની ચુકવણી નિયામકશ્રી, શાળાઓ દ્વારા ડાઇરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા વિદ્યાર્થિનીની માતાના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવશે.

જે કિસ્સામાં વિદ્યાર્થિનીની માતા હયાત ન હોય, તે કિસ્સામાં રકમ વિદ્યાર્થિનીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.

  • શૈક્ષણિક વર્ષ શરૂ થયેથી રાજ્યની શાળાઓએ તેઓની શાળામાં ધોરણ 11 થી 12 વિજ્ઞાન પ્રવાહમાં દાખલ થયેલ વિદ્યાર્થિનીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) પોર્ટલમાં કરવાની રહેશે.
  • CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) પોર્ટલ પર શાળાઓએ કરેલ વિદ્યાર્થિનીઓની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી મારફત કરવામાં આવશે

ત્યાર બાદ પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓની યાદી નમો સરસ્વતી  પોર્ટલ પર અપલોડ કરવામાં આવેશે.

  • પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી કરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેન્ક ખાતામાં જૂન માસમાં જ જમા કરાવવામાં આવશે.

અન્યથા મોડામાં મોડા જુલાઇ માસમાં જૂન, જુલાઇની સહાયની રકમ એક સાથે બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવશે

  • શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ-10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધોરણ- 11 માં પ્રવેશ મેળવે, તો તેઓને પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે. તે માટે આ વિદ્યાર્થિનીઓનું પાત્રતાનું ધોરણ પારા-૨માં જણાવ્યા પ્રમાણે જ રહેશે.
  • શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જયાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થિનીઓની હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાને કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના કરવામાં આવશે.
  • જે દરમ્યાન જે વિદ્યાર્થિનીઓની હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ ૮૦% નહી જળવાતી હોય તેવા વિદ્યાર્થિનીઓની સહાય બંધ કરી દેવામાં આવશે.
  • કોઈ પણ કારણસર જો કોઈ વિદ્યાર્થિની અધવચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સાઓમાં આગળની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં તથા વિદ્યાર્થિનીને ચૂકવાયેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં.
  • રિપીટર વિદ્યાર્થિનીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં. જો વિદ્યાર્થિની આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમાનુસાર સહાય મળવાપાત્ર રહેશે.
  • વર્ષ ૨૦૨૪-૨૫ની રિપીટર વિદ્યાર્થિનીઓને ધોરણ-10 નો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબની પાત્રતાના આધારે આ સહાય મળવાપાત્ર રહેશે.
  • બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કર્યેથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર રહેશે, જે કિસ્સાઓમાં વિદ્યાર્થીની એકથી વધારે પ્રયત્ન બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવાપાત્ર રહેશે.
  • વિદ્યાર્થીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે.

Namo Sarasvati Yojana Official GR Download

Conclusion

Namo Saraswati Yojana દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં કન્યાઓ શિક્ષણમાં ગુણવતાયુક્ત પરિવર્તન લાવવું તેમજ દીકરીઓ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે અને શિક્ષણની બાબતમાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થઈ શકે તેવા હેતુ રહેલો છે અહી આ પોસ્ટ માં Namo Sarsvati Yojana વિશે સંપૂર્ણ જાણકારી સરળ શબ્દોમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. જે આપ સર્વ ને મદદ રૂપ થશે.

Spreading care

Leave a Reply