આજરોજ શ્રી …………………………… શાળામાં પ્રજાસત્તાક દિનના આ પાવન પર્વમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો ગામના વડીલો ગામજનો શાળાના આચાર્યશ્રી તથા તમામ શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો.
હું ……………………… આ શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરું છું
હું ……………………. આ શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરું છું
અમે બંને આજના આપણા 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનના સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન કરીશું
આપ આયે નૂર આયા મન પ્રફુલિત હો ગયા
મંચકી શોભા બડી હૈ જશ્ન સુરભીત હો ગયા
સૌપ્રથમ તો આ ધન્ય પર્વની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત થયેલ આમંત્રિત મહેમાન, તમામ ગ્રામજનો, શાળાના આચાર્યશ્રી તથા શિક્ષક શ્રીઓનું શબ્દથી સ્વાગત કરું છું
શબ્દથી સ્વાગત કર્યા પછી આજના આ પ્રજાસત્તાક દિન નિમિત્તે પધારેલ સૌ વડીલોનું સ્વાગત એક સરસ મજાના સ્વાગત ગીતથી કરીએ સ્વાગત ગીત લઈને આવે છે શાળાની ધોરણ છ થી આઠ ની બહેનો જેના શબ્દો છે આવો મોંઘેરા મહેમાન…….
શબ્દનું સાચું વજન તો આવકાર આપનારના ભાવ પર હોય છે
નહીંતર વેલકમ તો પગલૂછણીયા પર પણ લખેલું હોય છે
ખુબ સરસ સ્વાગત ગીત રજૂ કરવા બદલ હું તમામ બહેનોનો ખુબ ખુબ આભાર માનું છું ખુબ ખુબ આભાર
મિત્રો આપણે દેશના એ વીર જવાનોને હંમેશા યાદ રાખવા જોઈએ કે જેમની સહાયતા ને કારણે આજે આ આઝાદ ભારતમાં શાંતિથી રહી શકીએ છીએ. તો આવા જ એક વીર સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ વિશે વ્યક્તિત્વ રજૂ કરે છે ધોરણ આઠની વિદ્યાર્થીની બહેન……
ખુબ ખુબ આભાર બહેન
નહીં સિર્ફ જસ્ન મનાના નહીં સિર્ફ ઝંડે લહેરાના
એ કાફી નહીં વતન પર ઈસ્ત યાદો કો નહીં ભુલાના
જો કુરબાન હુએ ઉનકે લબજો કો આગે બઢાના
ખુદ કે લીયે નહીં જિંદગી વતન કે લિયે લુંટાના
મિત્રો વતન માટે પોતાનો જીવ પણ આપનાર શિવાજી મહારાજ વિશે જાણ્યા પછી આજના આ પવિત્ર તહેવાર વિશે પ્રાસંગિક પ્રવચન આપશે ધોરણ સાતની વિદ્યાર્થીની બહેન કલસરિયા કિંજલબેન
ખૂબ સરસ કિંજલબેન
મિત્રો આવું જ એક આજના પ્રજાસત્તાક દિન વિશેનું પ્રવચન લઈને આવે છે શાળાની ધોરણ 8 ની વિદ્યાર્થીની બહેન રાઠોડ પ્રિયંકાબેન
ખૂબ સરસ પ્રિયંકાબેન
હસી આપકી કોઈ ચુરાના પાયે આપકો કભી કોઈ રુલા ના પાયે
ખુશીઓ કા દીપ ઐસે જલે જિંદગીમે કી કોઈ તુફાન ભી ઉસે બુજાના પાયે
મિત્રો આપણા દેશ માટે આપણને સૌને ગર્વ છે જ માટે આપણા કાર્યક્રમને આગળ વધારતા એક સરસ મજાનું એક્શન સોંગ લઈને આવે છે શાળાની વિદ્યાર્થીની બહેનો ગીતના શબ્દો છે ઓ દેશ મેરે
ખૂબ ખૂબ આભાર બહેનોનો આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું
સરસ મજા ને એક્શન સોંગ નિહાળીયા પછી આપણા ઉત્સાહને આગળ વધારતું આવું જ એક ગીત રજૂ કરવા જઈ રહી છે શાળાની વિદ્યાર્થીની બહેનનો ગીતના શબ્દ છે જય હો
ખુબ ખુબ આભાર તમામ બહેનોનો
અગર સપને પૂરે ના હો તો રાસ્તે બદલો સિદ્ધાંત નહીં
ક્યુકી પેડ હંમેશા પતે બદલતે હૈ મૂળ નહીં
મિત્રો સમાજમાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ જોવા મળે છે અને જેના કારણે લોકો ઘણી વખત મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે તો આવું જ એક હાસ્ય સાથે બોધ આપતું સરસ મજાનું નાટક લઈને આવે છે ધોરણ સાત અને આઠ ના ભાઈઓ નાટકનું નામ છે ઠગ બાબા
ખૂબ ખૂબ આભાર તમામ ભાઈઓનો
મિત્રો સરસ મજાનું નાટક નિહાળ્યા પછી શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા એક ડાન્સ રજૂ થાય થવા જઈ રહ્યો છે આ ગીતના શબ્દ છે તેરી મિટ્ટી
ખૂબ ખૂબ આભાર ડાન્સ રજૂ કરનાર તમામ બહેનોનો
હંસકર જીના દસ્તુર હે જિંદગી કા
એક યહી કિસ્સા મશહૂર હે જિંદગી કા
બીતે હુએ પલ કભી લોટ કર નહીં આતે
યહી સબસે બડા કસુર હે જિંદગીકા
મિત્રો જિંદગીમાં આવી જ કંઈક અચાનક આવી પડેલ આફત સમયે હારી જવાને બદલે ધીરજ અને બુદ્ધિથી આવી આફતમાંથી ઉગરી શકાતું હોય છે આવું એક નાટક લઈને આવે છે શાળાના ભાઈઓ જેનું નામ છે ટોપીવાળો ફેરિયો
ખૂબ ખૂબ આભાર તમામ ભાઈઓનો
ના પૈસા લગેગા ના ખર્ચા લગેગા
સ્માઈલ કીજીએ અચ્છા લગેગા
સરસ મજાની રંગારંગ કૃતિઓ શાળાના બાળકો દ્વારા રજૂ થઈ રહી છે તો આવો જ એક ડાન્સ શાળાની બહેનો લઈને આવે છે જેના શબ્દો છે ભારત કી બેટી
ખૂબ સરસ તમામ બહેનોનો ખૂબ ખૂબ આભાર
કુછ નશા તિરંગે કી શાન કા હૈ
કુછ નશા માતૃભૂમિ કી શાન કા હૈ
હમ લહેરાયેંગે હર જગહ એ તિરંગા
નશા તો હિન્દુસ્તાન કી શાન કા હૈ
મિત્રો આપણે એક એવા મહાન દેશમાં જન્મ્યા છીએ કે જેના રાષ્ટ્રધ્વજનો અનેરો ઇતિહાસ છે અને આ જ રાષ્ટ્રધ્વજનો દેશ પ્રેમીઓમાં અલગ જ નશો હોય છે તો આપણી શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા આવું જ એક એક્શન સોંગ રજૂ થવા જઈ રહ્યું છે જેના શબ્દો છે એસા ઝંડા ન કોઈ
ખૂબ ખૂબ આભાર તમામ બહેનોનો
મિત્રો એવી કેટલીક વાતો કે કેટલાક ગીતો હોય છે જે આપણામા ઝોમ અને જુસ્સો ભરી દેતા હોય છે આવું જ એક રૂવાડા બેઠા કરી દેતું સપાકરુ લઈને આવે છે નગાભાઈ અને કિશનભાઇ તો આવો સાંભળીએ સપાકરુ
ખૂબ ખૂબ આભાર બંને ભાઈઓનો
જિંદગી હસાયે તબ સમજના કી અચ્છે કર્મો કા ફળ મિલ રહા હૈ
ઔર જબ જિંદગી રુલાયે તબ સમજના કી અચ્છે કર્મ કરને કા સમય આ ગયા હૈ
મિત્રો આપણો દેશ સર્વ ધર્મ સમભાવ વાળો દેશ છે અહીં તમામ ધર્મના લોકો વસે છે આવું જ એક નાટક લઈને આવે છે શાળાની વિદ્યાર્થીની બહેનો નાટકનું નામ છે સર્વ ધર્મ સમભાવ
ખૂબ ખૂબ આભાર નાટક રજૂ કરનાર તમામ બહેનોનો
હર જલતે દીએ તલે અંધેરા હોતા હૈ
હર રાત કે પીછે એક સવેરા હોતા હૈ
લોગ ડર જાતે હૈ મુશ્કિલો કો દેખ કર પર
હર મુશ્કિલ કે પીછે સફલતાકા સવેરા હોતા હૈ
મિત્રો મહેનત એ સફળતાની ચાવી છે અને આવી સખત મહેનત અને હિંમતથી તૈયાર કરેલું પિરામિડ લઈને આવે છે શાળા વિદ્યાર્થી ભાઈઓ તો આપ તો આવો નિહાળીએ પિરામિડ
ખૂબ ખૂબ આભાર સૌ હિંમતવાન ભાઈઓનો આવા સરસ મજાના સાહસ ભર્યા પિરામિડ જોઈને કહેવાનું મન થાય કે
મંજીલે ઉન્હી કો મિલતે હૈ જીનકે સપનો મેં જાન હોતી હૈ
સિર્ફ પંખો સે કુછ નહિ સલતા દોસ્તો હોસલો સે ઉડાન હોતી હૈ
વ્હાલા મિત્રો જોત જોતામાં સમય કેટલો પસાર થઈ જાય છે આપણો આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણતાએ પહોંચ્યો છે ત્યારે સમગ્ર કાર્યક્રમમાં અમને સફળ માર્ગદર્શન
આપનાર ત્રિદેવ સમાન અમારા ત્રણે ગુરુજનોનો આભાર માનું છું હું શાળાના આચાર્યશ્રી………………….. ને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવી સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરે તો સાહેબ શ્રી……………… સર
26 January Stage Sanchalan Anchoring Script PDF file Download
Conclusion
Every year on January 26, India celebrates Republic Day. It commemorates the day that India’s Constitution went into force in 1950, establishing the country as an independent democratic republic. The nation’s capital, New Delhi, hosts a lavish celebration to honour the day that includes cultural performances, a military parade, and the raising of the flag. Republic Day is an occasion for citizens to consider the principles embodied in the Constitution and serves as a reminder of India’s dedication to democracy, diversity, and togetherness.
In Above post 26th January Stage Sanchalan Anchoring Script in Gujarati which is helpful to school and students for anchoring in republic day celebration in school.