All About TET 1 Notification 2025, Date, Qualification, Syllabus and Old Paper in Gujarati

શિક્ષક બનવાનું સ્વપ્ન જોતા તમામ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર! રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાતે શિક્ષક યોગ્યતા કસોટી (TET-1) 2025 માટે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી ૧ (TET-1) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવા જાહેરનામું પાડવામાં આવેલ છે.

TET -1, 2025 નો કાર્યકમ

ક્રમવિગત તારીખ / સમયગાળો
1 જાહેરનામું બહાર પડયા ની તારીખ 14/10/2025
2 વર્તમાનપત્રો માં કસોટી અંગે ની જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ 15/10/2025
ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 29/10/2025 12/11/2025
4 નેટ બેન્કીંગ માર્ત ફી સ્વીકારવાનો સમયગાળો 29/10/2025 14/11/2025
5 પરીક્ષા ની સંભવિત તારીખ 14/12/2025

TET-1 2025 માટે ની શૈક્ષણિક લાયકાત ની વિગતો

1.શૈક્ષણિક લાયકાત

ઓછામાં ઓછી HSC પાસ હોવા જોઈએ

૨.તાલીમી લાયકાત

ક. બે વર્ષ પી.ટી.સી અથવા D.El.Ed

અથવા

ખ. ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડીગ્રી (B.EL.ED)

  અથવા

ગ. બે વર્ષનો ડિપ્લોમા ઈન એજ્યુકેશન (સ્પેશિયલ એજ્યુકેશન)

શૈક્ષણિક લાયકાતની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિ નિર્ણય અંતિમ રહેશે.

TET -1 કસોટી નું માળખું

  • આ કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ સ્વરૂપની રહેશે
  • આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી 150 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્ર સળંગ સમય 120 મિનિટનો રહેશે.
  • આ કસોટી ના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે અને કસોટીનો સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.
  • દરેક પ્રશ્નોનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • આ કસોટી ના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં.

પરીક્ષા ફી

  • SC, ST SEBC,PH EWS  કેટેગરીના ઉમેદવારો માટે ૨૫૦/-
  • સામાન્ય કેટેગરી ના ઉમેદવારો માટે ૩૫૦/-

આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે, કોઈપણ સંજોગોમાં  ભરેલી ફી પરત કરવામાં આવશે નહીં

ફી ભરવાની પદ્ધતિ

  • ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા એટીએમ કાર્ડ નેટ બેન્કિંગ પરિસ્થિતી ભરી શકશે.
  • ઓનલાઈન ફી ભરનાર ઉમેદવારે જો તેના બેન્ક ખાતામાંથી ફી ની રકમ કપાયા બાદ e receipt જનરેટ ન થયો હોય તો તેઓ ઉમેદવાર હોય તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડ નો ઈમેલથી સંપર્ક કરવાનો રહેશે.

શિક્ષક  યોગ્યતા કસોટી- TET -1 syallbus 2025

   વિભાગ – ૧ : બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર

આ વિભાગ માં ત્રણ પેટાવિભાગો છે જે માંથી ૩૦ ગુણ ના ૩૦ પ્રશ્નો પૂછાશે.

(A) બાળ વિકાસ   (૧૫ ગુણ અને ૧૫ પ્રશ્નો)

  • વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ
  • બાળ વિકાસનાલક્ષણો અને સિધ્ધાંતો
  • વિકાસને અસર કરતા પરિબળો
  • વારસો અને વાતાવરણ
  • સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો
  • સામાજિકીકરણ પ્રક્રિયાઓ:
  • સામાજિક જગત અને બાળક (વાલી, શિક્ષક,સહપાઠી)
  • એરિક્સન, મોન્ટેસરી, ફોબેલ, કોહલબર્ગ સિદ્ધાંત અને શૈક્ષણિક ફલિતાર્થ
  • બાળ કેન્દ્રિ અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના
  • બુદ્ધિની સંકલ્પના અંગેનો સમિક્ષાત્મક દ્રષ્ટિકોણ બહુ આયામી બુદ્ધિ
  • બાળકોમાં વિકાસ-ભાષા અને વિચાર
  • લિંગ/જાતિ(Gender): સામાજિક બંધારણ, લિંગભેદ, જાતિગત/લિંગ ભૂમિકાઓ, શિક્ષણના સંદર્ભમાં જાતિયતાની અસર
  • અધ્યેતાઓમાં વ્યક્તિગત ભિન્નતા, ભાષા, જાતિ, લિંગ, સમુદાય, ધર્મવગેરે આધારિત ભિન્નતાઓની સમજ
  • અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત; શાળાકીય મૂલ્યાંકન; સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન(CCE)
  • દ્રષ્ટિકોણ અનેપ્રયાસો
  • વર્ગખંડમાં અધ્યેતાઓની વર્ગખંડ તત્પરતા, અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનના
  • વિકાસ અને અધ્યેતાની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના.

(B)સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરીયાત ધરાવતા બાળકો અંગે સમજ: (૦૫ ગુણ અને ૦૫ પ્રશ્નો)

  • વિવિધ પરિવેશ ધરાવતા અધ્યેતાઓને સમાવવા- જેમાં આર્થિક- સામાજિક રીતે પછાત, વંચિત બાળકોનું સમાવેશન
  • અધ્યયન અક્ષમતા (Learning Disability) ધરાવતા બાળકો, વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો

(C) અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રઃ (૧૦ ગુણ અને ૧૦ પ્રશ્નો)

  • બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે; શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે તેના કારણો.
  • અધ્યયન-અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ; બાળકોની અધ્યયન વ્યૂહરચનાઓ; સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયન;અધ્યયનનો સામાજિક પરિપ્રેશ્ય.
  • બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે.
  • બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના; અધ્યયન પ્રક્રિયામાં બાળકોથી થતી ભૂલોની મહત્વના સોપાન તરીકે સમજ.
  • જ્ઞાન/બોધ(Logion) અને સંવેગો(Emotions)
  • પ્રેરણા અને અધ્યયન
  • અધ્યયનને અસર કરતા વ્યક્તિગત અને પર્યાવરણીય પરીબળો

વિભાગ – ૨ : ગુજરાતી ભાષા (Language I) – (30ગુણ અને 30 પ્રશ્નો):

(A)ભાષા અર્થગ્રહણ (Language Comprehension) – (૧૫ગુણ) (૧૫ પ્રશ્નો)

  • ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજજતા, સંભાષણઅને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતર ક્રિયાને લગતી સજજતાનું મૂલ્યાંકન કરતા, તેમજ ભાષાના મુળભુત તત્વો. પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો.
  • અપરિચિત પાઠો વાંચવા – બે પાઠ (એક ગદ્ય અથવા નાટક અને એક કાવ્ય)
  • પ્રશ્નો: સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાક્કુશળતા
  • ·
  • (ગદ્યખંડ સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે)
  • શ્રવણ અને કથન: ભાષા શિક્ષણમાં મહત્વ
  • આ કસોટીમાં ધોરણ ૧ થી ૫ના ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. પરંતુ તેનુ કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ–૧૦) સુધીનો રહેશે.

(B)ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ – (૧૫ગુણ) (૧૫ પ્રશ્નો)

  • અધ્યયન અને ભાષા (Learning and Acquisition) ભાષા સંપ્રાપ્તિ
  • ભાષા શિક્ષણના સિદ્ધાંતો
  • ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દૃષ્ટિ – વિચારોને મૌખિક અને લખાણ
  • સ્વરૂપે વ્યક્ત કરવા.
  • વર્ગખંડમાં ભાષા શીખવવાના પડકારો; ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો
  • ભાષાકૌશલ્યો (Language Skills)
  • ભાષા અર્થગ્રહણ અને પ્રવિણ્યનું મૂલ્યાંકન: શ્રવણ, કથન, વાંચન, લેખન
  • અધ્યયન-અધ્યાપન સામગ્રી: પાઠ્યપુસ્તક, મલ્ટી-મીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્રોતો ઉપચારાત્મક શિક્ષણ (Remedial Teaching)

વિભાગ : અંગ્રેજી ભાષા (Language II) – (૩૦ગુણ) (૩૦ પ્રશ્ને)

(A)ભાષા અર્થગ્રહણ (Language Comprehension) – (૧૫પ્રણ) (૧૫ પ્રશ્ને)

  • ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણને વિધાર્થી સાથેના વર્ગે વ્યવહાર તેમજ આંતર ક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મૂળભૂત તત્વો, પ્રસાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો.
  • અપરિચિત પાઠો વાંચવા – બે પાઠ (એક ગદ્ય અથવા નાટક અને એક કાવ્ય)
  • પ્રશ્નો: સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાક્કુશળતા

(ગદ્યખંડ, સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે)

  • શ્રવણ અને કથન: ભાષા શિક્ષણમાં મહત્વ
  • આ કસોટીમાં ધોરણ ૧ થી ૫ ના અંગ્રેજી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ–૧૦) સુધીનો રહેશે.

(B) ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ – (૧૫ગુણ) (૧૫ પ્રશ્નો)

અધ્યયન અને ભાષા (Learning and Acquisition) ભાષા સંપ્રાપ્તિ ભાષા શિક્ષણના સિદ્ધાંતો

  • ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દૃષ્ટિ – વિચારોને મૌખિક અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા.
  • વર્ગખંડમાં ભાષા શીખવવાના પડકારો; ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો ભાષાકૌશલ્યો (Language Skills)
  • ભાષા અર્થગ્રહણ અને પ્રવિણ્યનું મૂલ્યાંકન: શ્રવણ, કથન, વાંચન, લેખન અધ્યયન-અધ્યાપન સામગ્રી: પાઠ્યપુસ્તક, મલ્ટી-મીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્રોતો
  • ઉપચારાત્મક શિક્ષણ (Remedial Teaching)

વિભાગ – ૪ : ગણિત – (30 ગુણ) (30 પ્રશ્નો)

(A) વિષયવસ્તુ – (૧૫ ગુણ) (૧૫ પ્રશ્નો)

ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત પ્રશ્નો.

આ કસોટીમાં ધોરણ ૧ થી ૫ ના ગણિત વિષયના અભ્યાસક્ર્મ આધારિત પ્રશ્નો. પરંતુ તેનુ કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ–૧૦) સુધીનો રહેશે.

(B) પધ્ધતિ શાસ્ત્ર – (૧૫ગુણ) (૧૫ પ્રશ્નો)

  • ગણિતનું સ્વરૂપ / તર્કશક્તિ; બાળકોની વિચારવાની તથા તર્ક કરવાની તરાહ, અર્થ અને
  • શીખવા માટે અપનાવતી વ્યૂહરચનાઓ
  • અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન
  • ગણિત શિક્ષણની પદ્ધતિઓ/ પ્રયુક્તિઓ
  • વર્ગખંડ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા
  • ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન
  • ગણિત અધ્યાપન સમસ્યાઓ
  • ગણિતમાંથતી ભૂલો અને તેના નિવારણના ઉપાયો

વિભાગ –૫ : પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો

(30 ગુણ અને 30 પ્રશ્નો)

(A)પર્યાવરણ    -વિષય અને પધ્ધતિ શાસ્ત્ર (૨૦ ગુણ) (૨૦ પ્રશ્નો)

ધોરણ ૧ થી ૫ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો જેનું કઠિનતા મૂલ્ય માધ્યમિક શિક્ષણ (ધોરણ-

૧૦) સુધીનોરહેશે.

(1)વિષયવસ્તુ – (૧૦ગુણ) (૧૦ પ્રશ્નો)
  • પર્યાવરણ વિષયનો ધોરણ ૧ થી ૫ના અભ્યાસક્ર્મ આધારિત પ્રશ્નો
(2) પધ્ધતિ શાસ્ત્ર (૧૦ ગુણ) (૧૦ પ્રશ્નો)
  • પર્યાવરણ (EVS) ની સંકલ્પના અને વ્યાપ
  • પર્યાવરણ મહત્વ
  • પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ
  • અધ્યયનના સિદ્ધાંતો (Learning Principles)
  • વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ
  • સંકલ્પનાઓ રજૂ કરવાની પદ્ધતિઓ
  • પ્રવૃત્તિઓ (Activities)
  • પ્રયોગો / પ્રાયોગિક કાર્ય (Experimentation / Practical Work)
  • ચર્ચા (Discussion)
  • સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન (CCE)
  • શિક્ષણ સામગ્રી (Teaching Material / Aids)
  • અધ્યાપનની સમસ્યાઓ (Problems)

(B) સામાન્ય જ્ઞાન, Reasoning Ability, Logical Ability, Teaching Aptitude,

Date Interpretation જેવી બાબતો આધારિત પ્રશ્નો(૦૫ગુણ) (૦૫ પ્રશ્ન)

(C) શિક્ષણના વર્તમાન પ્રવાહ(૦૫ ગુણ) (૦૫ પ્રશ્ન)

ઓનલાઈન અરજી કરવાની રીત

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૨૯/૧૦/૨૦૨૫ (બપોરના ૧૪.૦૦ કલાક) થી તા:૧૨/૧૧/૨૦૨૫ (બપોરના ૧૫.૦૦ કલાક) દરમિયાન http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે.

TET 1 Online Notification Download

TET1 Online Notification Download કરવા નીચે ક્લિક કરો.

TET – 1 2023, Old Paper Download

TET 1 Old Paper 2023 Download કરવા નીચે આપેલ લીક પર ક્લિક કરો.

નોંધ: આ માહિતી જાહેરનામા પર આધારિત છે. કોઈપણ ફેરફાર માટે અધિકૃત વેબસાઇટ તપાસો.

શુભેચ્છા સહ!
તમામ ઉમેદવારોને TET-1 2025 પરીક્ષા માટે શુભકામનાઓ! 🎓

Spreading care

Leave a Reply