26 January Stage Sanchalan Anchoring Script – 26મી જાન્યુઆરી સ્ટેજ સંચાલન સ્ક્રીપ્ટ

આજરોજ શ્રી …………………………… શાળામાં પ્રજાસત્તાક દિનના આ પાવન પર્વમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો ગામના વડીલો ગામજનો શાળાના આચાર્યશ્રી તથા તમામ શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો.

                        હું ……………………… આ શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરું છું

                        હું ……………………. આ શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરું છું 

                      અમે બંને આજના આપણા 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનના સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન કરીશું 

                      સૌપ્રથમ તો આ ધન્ય પર્વની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત થયેલ આમંત્રિત મહેમાન, તમામ ગ્રામજનો, શાળાના આચાર્યશ્રી તથા શિક્ષક શ્રીઓનું શબ્દથી સ્વાગત કરું છું

શબ્દથી સ્વાગત કર્યા પછી આજના આ પ્રજાસત્તાક દિન નિમિત્તે પધારેલ સૌ વડીલોનું સ્વાગત એક સરસ મજાના સ્વાગત ગીતથી કરીએ સ્વાગત ગીત લઈને આવે છે શાળાની ધોરણ છ થી આઠ ની બહેનો જેના શબ્દો છે આવો મોંઘેરા મહેમાન…….

ખુબ સરસ સ્વાગત ગીત રજૂ કરવા બદલ હું તમામ બહેનોનો ખુબ ખુબ આભાર માનું છું ખુબ ખુબ આભાર

                   મિત્રો આપણે દેશના એ વીર જવાનોને હંમેશા યાદ રાખવા જોઈએ કે જેમની સહાયતા ને કારણે આજે આ આઝાદ ભારતમાં શાંતિથી રહી શકીએ છીએ. તો આવા જ એક વીર સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ વિશે વ્યક્તિત્વ રજૂ કરે છે ધોરણ આઠની વિદ્યાર્થીની બહેન……

                  ખુબ ખુબ આભાર બહેન 

                               મિત્રો વતન માટે પોતાનો જીવ પણ આપનાર શિવાજી મહારાજ વિશે જાણ્યા પછી આજના આ પવિત્ર તહેવાર વિશે પ્રાસંગિક પ્રવચન આપશે ધોરણ સાતની વિદ્યાર્થીની બહેન કલસરિયા કિંજલબેન

                             ખૂબ સરસ કિંજલબેન                             

મિત્રો આવું જ એક આજના પ્રજાસત્તાક દિન વિશેનું પ્રવચન લઈને આવે છે શાળાની ધોરણ 8 ની વિદ્યાર્થીની બહેન રાઠોડ પ્રિયંકાબેન 

                    ખૂબ સરસ પ્રિયંકાબેન 

                            મિત્રો આપણા દેશ માટે આપણને સૌને ગર્વ છે જ માટે આપણા કાર્યક્રમને આગળ વધારતા એક સરસ મજાનું એક્શન સોંગ લઈને આવે છે શાળાની વિદ્યાર્થીની બહેનો ગીતના શબ્દો છે ઓ દેશ મેરે

                            ખૂબ ખૂબ આભાર બહેનોનો આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું

                            સરસ મજા ને એક્શન સોંગ નિહાળીયા પછી આપણા ઉત્સાહને આગળ વધારતું આવું જ એક ગીત રજૂ કરવા જઈ રહી છે શાળાની વિદ્યાર્થીની બહેનનો ગીતના શબ્દ છે જય હો 

                             ખુબ ખુબ આભાર તમામ બહેનોનો 

                           મિત્રો સમાજમાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ જોવા મળે છે અને જેના કારણે લોકો ઘણી વખત મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે તો આવું જ એક હાસ્ય સાથે બોધ આપતું સરસ મજાનું નાટક લઈને આવે છે ધોરણ સાત અને આઠ ના ભાઈઓ નાટકનું નામ છે ઠગ બાબા

                            ખૂબ ખૂબ આભાર તમામ ભાઈઓનો

                           મિત્રો સરસ મજાનું નાટક નિહાળ્યા પછી શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા એક ડાન્સ રજૂ થાય થવા જઈ રહ્યો છે આ ગીતના શબ્દ છે તેરી મિટ્ટી

                          ખૂબ ખૂબ આભાર ડાન્સ રજૂ કરનાર તમામ બહેનોનો

                       મિત્રો જિંદગીમાં આવી જ કંઈક અચાનક આવી પડેલ આફત સમયે હારી જવાને બદલે ધીરજ અને બુદ્ધિથી આવી આફતમાંથી ઉગરી શકાતું હોય છે આવું એક નાટક લઈને આવે છે શાળાના ભાઈઓ જેનું નામ છે ટોપીવાળો ફેરિયો

ખૂબ ખૂબ આભાર તમામ ભાઈઓનો

સરસ મજાની રંગારંગ કૃતિઓ શાળાના બાળકો દ્વારા રજૂ થઈ રહી છે તો આવો જ એક ડાન્સ શાળાની બહેનો લઈને આવે છે જેના શબ્દો છે ભારત કી બેટી

                      ખૂબ સરસ તમામ બહેનોનો ખૂબ ખૂબ આભાર  

                     મિત્રો આપણે એક એવા મહાન દેશમાં જન્મ્યા છીએ કે જેના રાષ્ટ્રધ્વજનો અનેરો ઇતિહાસ છે અને આ જ રાષ્ટ્રધ્વજનો દેશ પ્રેમીઓમાં અલગ જ નશો હોય છે તો આપણી શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા આવું જ એક એક્શન સોંગ રજૂ થવા જઈ રહ્યું છે જેના શબ્દો છે એસા ઝંડા ન કોઈ

                   ખૂબ ખૂબ આભાર તમામ બહેનોનો

મિત્રો એવી કેટલીક વાતો કે કેટલાક ગીતો હોય છે જે આપણામા ઝોમ અને જુસ્સો ભરી દેતા હોય છે આવું જ એક રૂવાડા બેઠા કરી દેતું સપાકરુ લઈને આવે છે નગાભાઈ અને કિશનભાઇ તો આવો સાંભળીએ સપાકરુ 

             ખૂબ ખૂબ આભાર બંને ભાઈઓનો 

                    મિત્રો આપણો દેશ સર્વ ધર્મ સમભાવ વાળો દેશ છે અહીં તમામ ધર્મના લોકો વસે છે આવું જ એક નાટક લઈને આવે છે શાળાની વિદ્યાર્થીની બહેનો નાટકનું નામ છે સર્વ ધર્મ સમભાવ

                  ખૂબ ખૂબ આભાર નાટક રજૂ કરનાર તમામ બહેનોનો

મિત્રો મહેનત એ સફળતાની ચાવી છે અને આવી સખત મહેનત અને હિંમતથી તૈયાર કરેલું પિરામિડ લઈને આવે છે શાળા વિદ્યાર્થી ભાઈઓ તો આપ તો આવો નિહાળીએ પિરામિડ

             ખૂબ ખૂબ આભાર સૌ હિંમતવાન ભાઈઓનો આવા સરસ મજાના સાહસ ભર્યા પિરામિડ જોઈને કહેવાનું મન થાય કે

વ્હાલા મિત્રો જોત જોતામાં સમય કેટલો પસાર થઈ જાય છે આપણો આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણતાએ પહોંચ્યો છે ત્યારે સમગ્ર કાર્યક્રમમાં અમને સફળ માર્ગદર્શન

આપનાર ત્રિદેવ સમાન અમારા ત્રણે ગુરુજનોનો આભાર માનું છું હું શાળાના આચાર્યશ્રી………………….. ને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવી સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરે તો સાહેબ શ્રી……………… સર

Conclusion

Every year on January 26, India celebrates Republic Day. It commemorates the day that India’s Constitution went into force in 1950, establishing the country as an independent democratic republic. The nation’s capital, New Delhi, hosts a lavish celebration to honour the day that includes cultural performances, a military parade, and the raising of the flag. Republic Day is an occasion for citizens to consider the principles embodied in the Constitution and serves as a reminder of India’s dedication to democracy, diversity, and togetherness.

In Above post 26th January Stage Sanchalan Anchoring Script in Gujarati which is helpful to school and students for anchoring in republic day celebration in school.

Spreading care

Leave a Reply