The linguistic ninjas of the vocabulary world are one-word substitutes. They suddenly enter the sentence, make it shorter and more powerful by substituting a single, exact word for a long, drawn-out phrase. They are intended to improve the clarity and conciseness of your writing and communication, not just to boast about your impressive vocabulary.
Clarity: By substituting a single word for a long-winded phrase, ambiguity is immediately eliminated and the language becomes more concise. “A person who travels on foot” is a better phrase to use than “a pedestrian.” Better, isn’t that right?
Conciseness: Every word matters in this day of excess information. One-word swaps allow you to convey more information in fewer words, which tightens and enhances the readability of your writing.
Variety: Let’s be honest, it gets boring to use the same words repeatedly. One-word replacements liven up your vocabulary, demonstrate your fluency in the language, and keep things interesting.
શબ્દ સમૂહ માટે એક શબ્દ
‘બે કે તેથી વધુ શબ્દોના સમૂહ માટે એક જ શબ્દ વપરાય ત્યારે તેને શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવાય છે.
ઘણા ખરા વાક્યમાં આવા શબ્દ સમૂહો વપરાય છે. ખાસ કરીને જોઈએ તો ગુજરાતમાં અલગ અલગ પ્રદેશ મુજબ ગુજરાતી ભાષા બોલાય છે. આવા અલગ અલગ પ્રદેશોમાં સ્થાનિક તળપદી ભાષામાં ખાસ શબ્દ સમૂહ માટે એક શબ્દનો ઉપયોગ થાય છે. જેના ઉપયોગથી ઘણી વખત વાક્યને ધારદાર અસરકારક બનાવી શકાય.
શબ્દ સમૂહ માટે એક શબ્દ ના ઉદાહરણો
- ‘હું ઊતરતો છું’ એવો મનોભાવ – લઘુતાગ્રંથિ
- ‘હું ચડિયાતો છું’ એનો મનોભાવ – ગુરુતાગ્રંથિ
- ‘હું બ્રહ્મ છું’ એમ જાણવું તે – અપરોક્ષજ્ઞાન
- અંગત વેર વાળવા લોકો પર કરાતી જબરદસ્તી – જાસો
- અંગૂઠા પાસેની પહેલી આંગળી – તર્જની
- અંજન વિનાનું – નિરંજન
- અંદર ઊતરવાના પગથિયાંવાળો કૂવો – ઉભયાન્વયી
- અંધકારમય જગત – વાવ
- અગાઉ જન્મલ, મોટો ભાઈ – અગ્રજ
- અગાઉ ન જોયું, જાણ્યું હોય એવું – નવું
- અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ – અગમબુદ્ધિ
- અગ્નિની આંચ – અગનઝાળ
- અગ્નિની જવાળાઓનો સમૂહ – જવાલાવલી
- અઘરું કામ કરવાની જવાબદારી – બીડું
- અતિ મુશ્કેલ કે મોટું કામ – જગન
- અદ્ભુત વસ્તુઓનું સંગ્રહસ્થાન – અજાયબઘર
- અધ્યયનમાં પાર ઊતરેલું – પારંગત
- અનિયમિત મુદતે બહાર પડતો પત્ર – અનિયતકાલિક
- અપેક્ષિત ન હોય તેવી વાત – ગતકડું
- અમર કરે છે એવું માનવામાં આવતો એક દૈવી રસ – અમૃત
- અમર્યાદિત ખર્ચ કરનાર – મિતવ્યયી
- અમૃત જેવી મીઠી નજર- અમીદૃષ્ટિ
- અર્થને પ્રગટ કરનારું – અર્થઘોતક
- અલગ-અલગ હોવું તે – પાર્થક્ય
- અવાજની સૃષ્ટિ – ધ્વન્યાલોક
- અવિવિધ કે હદ બહારનું – નિરવધિ
- અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું ધર્માદા સ્થાન – પાંજરાપોળ
- આ લોકમાં મળે નહિ તેવું – અલૌકિક
- આંખ આગળ ખડું થઈ જાય તેવું – આબેહૂબ, તાર્દશ
- આંખ સાથે આંખ મળી થતી પ્રીતિ – તારામૈત્રક
- આંખથી સાંભળનાર – ચક્ષુ:શ્રવા
- આંખમાં આંજવાની મેશ – કાજળ
- આકાશ અને ધરતી – ઘાવાપૃથિવી
- આકાશમાં ઝબૂકતી વીજળી – અચિરપ્રભા
- આખા ગામને જમાડવું તે – ગામેરુ
- આગળ ધપાવનાર કે રજૂ કરનાર – પુરસ્કર્તા
- આજ્ઞા પાળનારું – અનુવર્તી
- આત્માને અનુલક્ષીને – અધ્યાત્મ
- આનંદ યા ઉત્સવનો મેળાવડો – જલસો
- આપબળથી આગળ વધનાર – આપકર્મી
- આશ્ચર્ય કે નવાઈ પામેલું – ચમત્કૃત
- આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન – ઓશિયાળું
- ઈચ્છા મુજબ ફરવું – સ્વેરવિહાર
- ઈશ્વરના શરણે જવાનો ભાવ – પ્રપત્તિભાવ
- ઈશ્વરમાં ન માનનાર – નાસ્તિક
List of Shabd Samuh mate ek Shabd
ઉદારદિલ રાખવું તે | અકબરદિલી |
ઉદ્દેશ વિનાનું | નિરુદ્દેશ |
ઉપમા આપી ન શકાય તેવું | અનુપમ |
ઊંચે ચડવનારુ | ઉધ્વગામી |
ઊંડે સુધી જઈને સ્પર્શતું | તલસ્પર્શી |
એક જ સમયમાં થઈ ગયેલું | સમકાલીન |
એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે એવું | જંગમ |
એક પછી એક હારમાં | ઓળાઓળ |
એક રાતા રંગનો સહેજ સુગંધીદાર ભૂકો | ગુલાલ |
એક સાથે જમવા બેઠેલો આખો સમૂહ | પંગત |
એકની એક વાત ફરીફરીને કહ્યા કરવી તે | પિષ્ટપેષણ |
એકબીજા પર આશ્રિત હોવું તે | અન્યોન્યાશ્રયદોષ |
ઓટ પછી બાર મિનિટ સુધી પાણી સ્થિર રહે છે તે | નિખાર |
કદર કરનારું | કોશિંદું |
કદી નિષ્ફળ ન જાય તેવું અમોઘ બાણ | ઘેરૈયો |
કપાસ લોઢવાનો સંચો | ચરખો |
કમરથી ઉપરના ભાગનું ચિત્ર | અરુણચિત્ર |
કમળ જેવા નેત્રોવાળી (સ્ત્રી) | કમલાક્ષી |
કમળ જેવું સુંદર મુખ | મુખારવિંદ |
કમળની વેલ | પુષ્કરિણી |
કમાનવાળો દરવાજો | તોરણ |
કરવા યોગ્ય કર્મોનો ભાવ | કૃતકૃત્યતા |
કરિયાણું વેચનાર વેપારી | મોદી |
કરી શકાય નહિ તેવું | અશક્ય |
કરેલા ઉપકારને જાણનાર | કૃતજ્ઞ |
કર્તવ્ય શું છે તેવો પ્રશ્ન ઊઠે તેવી દશા | કિંકર્તવ્યતા |
કલંક વિનાનું | નિષ્કલંક |
કલાઈ અને સીસાની મેળવણીથી બનેલી ધાતુ | કથીર |
કલ્પનામાં આવે તેવું | કલ્પ્ય |
કલ્પી કે સમજી ન શકાય તેવું | અકલ્પ્ય |
કવિતાનાં ખૂટતાં પદ યોજવાં તે | પાદપૂર્તિ |
કળા કરેલી હોય એવો મોર | કળાયલ |
કળીવાળો એક પ્રકારનો ઝભ્ભો | કમીઝ |
કાગળનો નાનો ટુકડો | પતાકડું |
કાતરિયા જેવું હથિયાર જે ફેંકાયા પછી પાછુ આવે છે | બૂમરેંગ |
કામકાજના કાગળિયાં, ચોપડા વગેરેનો સંગ્રહ | દફતર |
કારભાર દરમ્યાનનો સમય | કારકિર્દી |
કાર્યમાં પરોવાયેલું | પ્રવૃત |
કાળાં વાદળાંનો સમૂહ | કાલિકા |
કિંમત ન કરી શકાય તેવું | અમૂલ્ય, અમૂલખ,અણમોલ |
કિંમત વધારો થવો તે | અધિમૂલ્ય |
કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાઈ | પરિખા |
કુરાનના વાક્યો | આયાત |
કૂવામાંનો દેડકો (ખૂબ સંકુચિત દૃષ્ટિવાળો આદમી) | કૂપમંડૂક |
કોઈ એક ધર્મનો ફાંટો અથવા પંથ | સંપ્રદાય |
કોઈ જગ્યાએ અટક્યા વગરની મજલ | દડમજલ |
કોઈ પ્રકારના બદલાની અપેક્ષા વગરનું | નિરપેક્ષ |
કોઈ વર્તન કે કાર્ય માટેનો અખત્યાર કે અધિકાર | અધિપત્ર |
કોઈ વસ્તુનું મૂળ અસલ કે વાસ્તવિકરૂપ | તત્વ |
કોઈની સાથે સરખાવી શકાય નહિ તેવું | અનુપમ |
કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ | સંપેતરું |
કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ | આપાદમસ્તક |
કોઈપણ પ્રકારના કોશમાં આવતો મુદ્દો | તમસાવૃત્તલોક |
કોટની કોરણ ઉપરનું ચણતર | કાંગરો |
કોશમાં નિરૂપિત વિષયનોંધ | અધિકરણ |
ખજૂરીનાં પાંદડાંની ગૂંથેલી ઝોળી | જંબીલ |
ખડખડાટ હસવું તે | મુક્તહાસ્ય |
ખાધા બાદ પાછળ જે ખાવાનું વધે તે | અકરાંત |
ખાલી દેખાવ કે ગણવા પૂરતું અવેજી | ડમી |
ખાલી દેખાવ કે ગણવા પૂરતું અવેજી | ડમી |
ખુદાને માનનાર | ખુદાપરસ્ત |
ખુલ્લા શુદ્ધ દિલનું | નિખાલસ |
ખૂટે નહિ તેવું | અખૂટ |
ખૂબ ખાનારું | અકરાંતિયું |
ખેડવા માટે અમુક શરતે ઢોર ભાડે રાખવું તે | કંધોડું |
ખેતરમાં પંખી ઉડાડવા માટે કરેલો માળો | ચોરો |
ગણનામાં ન લેવા જેવું | નગણ્ય |
ગણી શકાય નહિ | અગણિત, અસંખ્ય |
ગદ્ય અને પદ્ય બન્નેવાળી સાહિત્યકૃતિ | ચંપૂ |
ગરીબ લોકોને હંમેશા અન્ન વગેરે આપવું તે | અન્યમનસ્ક |
ગાડાના માલ માટે કરાતી પાંજરા જેવી રચના: | જાકડો |
ગાડાનો રસ્તો | ચીલો |
ગામનો બહારવટિયો | ગામોતર |
ગામમાં સહુને બેસવાની જાહે૨ જગા | ચોરો |
ગાય કે ઘેટાંબકરાંનો વાડો | ઝોક |
ગાયનું દાન કરવું તે | ગોદાન |
ગાયોનું ટોળું | ગોકુળ |
ગાયોમાં ઊછરેલો ગધેડો | ગોખર |
ગુંજન થઈ શકે એવું હોવું તે | ગુંજયત્વ |
ગુજરાન માટે મળતી વાર્ષિક રકમ | વર્ષાસન |
ગુપ્ત રાખવા યોગ્ય | ગોપનીય |
ગોદડાં વગેરે મૂકવાનો ઘોડો | ડામચિયો |
ગોળા-પથરા ફેંકવાનું જોતર જેવું સાધન | ગોફણ |
ગ્રહણ કરવા યોગ્ય | ગ્રાહ્ય |
ઘડપણ વિનાનું | નિર્જર |
ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ | પરંપરા |
ઘણા લોકો જોવા મળે એવો ખેલ કે ૨મત | તમાશો |
ઘણો પોકાર કરવા છતાં કોઈ ન સાંભળે તેવું | અરણ્યરુદન |
ઘરની બાજુની દીવાલ | કરો |
ઘરનો સરસામાન | અસબાબ |
ઘસડાઈ આવીને ઠરેલો કાદવ | ચગું |
ઘાસ ઉગાડવા રાખેલી જમીન | બીડ |
ઘોડા કે બળદને અપાતો સૂકો દાણો | ચંદી |
ઘોડાના દાબડાનો અવાજ | પડઘી |
ઘોડાની જેમ એકદમ ધસી આવતું મોટું પૂર | ઘોડાપૂર |
ચંદ્રની સોળ કળાઓમાંની એક કળા | અમૃતા |
ચણોઠી જેટલા વજનનું – | રતીભાર |
ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી | ચિત્રિણી |
ચમકની છાટવાળો આરસ પહાણ | સંગેમરમર |
ચર અને અચર વસ્તુ | ચરાચર |
ચર્ચાવિચારણાને અંતે મેળવેલો નિર્ણય | અધિકરણ |
ચાર હાથવાળા વિષ્ણુ | ચતુર્ભુજ |
ચાલવાનો અવાજ – | પગરવ |
ચિંતા વગરનું | નિશ્ચિંત |
ચિત્રની પાછળની ભૂમિકા | પશ્ચાદભુ |
ચીરેલા લાકડાનો ક્કડો | ચિતાળ |
ચૌદ પાતાળમાંનું પાંચમું પાતાળ | રસાતલ |
છજા ઉપરની નાની અગાસી | છાજલી |
છાપરા ઉપરની નળિયાની ઓળ | કાવું |
છાપાંને ખબર મોક્લનાર | ખબરપત્રી |
જન્મ આપનારી | જનયિત્રી |
જન્મથી જ પૈસાદાર | ગર્ભશ્રીમંત |
જમાઉધારનું તારણ | તારીજ |
જમીનની અંદર ગયેલો દરિયાનો ફાંટો | અખાત |
જરૂર પૂરતું ખાનારું | મિતાહારી |
જાણી ન શકાય તેવું | અજ્ઞેય |
જાણે અજાણે થયેલા દોષની ક્ષમા માગવી તે | ખમતખામણું |
જાતે રાંધીને ખાવું તે | સ્વયંપાક |
જાતે સેવા આપનાર | સ્વયંસેવક |
જીત સૂચવનારું ગીત | જયગીત |
જીતી ન શકાય તેવું | અજેય |
જીર્ણ થયેલાને સમારાવવું તે | જીર્ણોદ્ધાર |
જીવ જન્મતો કે મરતો નથી એવો મત | અજાતવાદ |
જીવતું રાખી રહેલું | જીવાતુભૂત |
જીવન ચલાવવા માટેની કમાણી કે એ માટેનું સાધન | આજીવિકા |
જીવાત્મા – પરમાત્મા એક જ છે એવો વાદ | અદ્વૈતવાદ |
જૂઠો-ઢોંગી પંડિત બની બેઠેલો તે | જ્ઞાનખળ |
જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર | સંપેતરું |
જે ખાડામાં ટેકવાથી બારણું ફરે છે તે | ચણિયારું |
જેના ઉપરથી નકલ કરવાની હોય તે મૂળ પ્રત કે વસ્તુ | નમૂનો |
જેના મૂળિયાં ઉપરની બાજુ જતાં હોય તેવું | ઊર્ધ્વમૂલ |
જેની આરપાર જોઈ શકાય એવું | પારદર્શક |
જેની આરાપર જોઈ ન શકાય તેવું | અપારદર્શક |
જેની આશા ન હોય તેવું | અપ્રત્યાશિત |
જેની ઉપેક્ષા ન કરવી ઘટે કે ન કરાય તેવું | અનુપેક્ષ્ય |
જેની કોઈ સીમા નથી તે | અસીમ |
જેની જોડ ન મળી શકે તેવું : જોડ, અદ્વિતીય, અનન્ય | |
જેની ત્રણ બાજુ પાણી હોય તેવો ભૂમિભાગ | દ્વીપકલ્પ |
જેની પત્ની મૃત્યુ પામી છે તે પુરુષ | વિધુર |
જેની પ્રતિષ્ઠા જામેલી છે તેવું ,પ્રતિષ્ઠિત | લબ્ધપ્રતિષ્ઠ |
જેની બુદ્ધિ સ્થિર છે તે | સ્થિતપ્રજ્ઞ |
જેની શરૂઆત નથી તેવું | અનાદિ |
જેનું નામ લેવું પવિત્ર છે તે | પુણ્યશ્લોક |
જેનું મન બીજી બાબતમાં કે બીજા સ્થળે લાગેલું છે તે | પૃથિવીવલ્લભ |
જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું | અણમોલ |
જેને જોઈ કે સમજી ન શકાય તેવું | અગોચર |
જેને શત્રુ નથી તેવું | અજાતશત્રુ |
જેને સીમા નથી તે | અસીમ |
જેનો નાશ ન થાય તેવું | અવિનાશી |
જેમનું તેમ | અકબંધ |
જેમાં કડીને બાંધનાર પ્રસન હોય તેવું | અતૂકાન્ત |
જેમાંથી વસ્તુ ખૂટે નહિ તેવું પાત્ર | અક્ષયપાત્ર |
જોશપૂર્વકની ચળવળ | ઝુંબેશ |
જ્યાં હત્યા થઈ હોય એવું અપવિત્ર | ગોઝારું |
ઝાકળથી શોભાયમાન | તુષારમંડિત |
ટચલી આંગળી પાસેની પહેલી આંગળી | અનામિકા |
ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો | સવ્યસાચી |
ઢીંચણ સુધી પહોંચે તેવા લાંબા હાથવાળું | આજાનબાહુ |
ઢોરને ખાવા માટે એની આગળ મૂકેલો ચારો | નીરણ |
તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર | તકસાધુ |
તજવીજ કરનાર | અધીક્ષક |
તત્ત્વને જાણવાની શોધવાની વૃત્તિવાળુ | તત્વાન્વેષી |
તત્વને જાણનાર વ્યક્તિ – | તત્વજ્ઞ |
તપ વડે પાપ ક્ષીણ કરવું તે | નિર્જરા |
તપથી પવિત્ર થયેલું | તપઃપૂત |
તપાસ અંગેની કાર્યવાહી | અનુયોગ |
તરત ચેતી જાય તેવું | ચકોર |
તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે | અનુમાન |
તાગી ન શકાય તેવું | અતાગ |
તાજેતરમાં જન્મ લેનાર | નવજાત |
તારાથી પરિપૂર્ણ | ત્વન્મય |
તિથિ નક્કી કર્યા વિના આવનાર | અતિથિ |
તીર મારવામાં કુશળ | તીરંદાજ |
તેલમિશ્રિત રંગોથી દોરવામાં આવેલું ચિત્ર | તૈલચિત્ર |
તેલીબિયાંમાંથી તેલ કાઢવાનું યંત્ર | ઘાણી |
ત્રણ કલાકનો સમયગાળો | પ્રહર |
ત્રણ થાંભલાવાળું વહાણ | તરકોશી |
ત્રણ વેદનો અભ્યાસી કે જ્ઞાતા | ત્રિવેદી |
થાક લાગ્યા સિવાય | અથાક |
થોડાં પગથિયાં પછી આવતું પહોળું પગથિયું | પગથાર |
દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો | ભૂશિર |
દરિયામાંથી મોતી કાઢનારો | મરજીવો |
દશ વર્ષનો ગાળો | દાયકો |
દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ | ગોરસી |
દહીવલોવા થી નીકળતું તત્વ | ગોરસ |
દિવસનો મધ્યભાગ | મધ્યાહન |
દીકરીની દીકરી | દૌહિત્રી |
દીન-ધર્મ પર આસ્થાવાળુ | દીનપરસ્ત |
દૂધ, દહીં, ઘી, મઘ અને ખાંડનું મિશ્રણ | પંચામૃત |
દેખાતું બંધ થઈ જવું તે | અદૃશ્ય |
દેખીતા અર્થથી અવળો જ અર્થ સૂચવતી વાણી | અવળવાણી |
દેવને ધરાવેલી ખાવાની વસ્તુ | નૈવેદ |
દેવોની નગરી | અમરાપુરી |
દેવોનો શિલ્પી | ત્વષ્ટા |
દેહનું દમન કરનારું | કાયકષ્ટી |
દોઢ માઈલ જેટલું અંતર | કોશ |
ધન પ્રાપ્ત કરવું તે | દ્રવ્યોપાર્જન |
ધનુષ્યની દોરી | પણછ |
ધર્મ કે દેશ માટે બલિદાન આપનાર | શહીદ |
ધર્મમાં અંધ હોવું તે | ધર્માંધ |
ધાતુના પતરાની છીછરી થાળી | તાસક |
ધાર્મિક ક્રિયાને અંતે બ્રાહ્મણોને અપાતું દાન | દક્ષિણા |
ધીરધારનો ધંધો કરનાર | શરાફ |
ધ્યાન બહાર રહેલી ભૂલ | નજરચૂક |
ધ્વનિ કે વ્યંજના વિશેનો પ્રકાશ કે જ્ઞાન | ધ્વન્યાલોક |
ન સમજી શકાય તેવું | અગમ્ય |
નગરમાં દાંડી પિટાવવી તે | નગરપડો |
નગારા પર ચામડાં મઢનારો | ડબગર |
નગારું વગાડનાર | નગારચી |
નજરોનજર જોવું યા મળવું તે | સાક્ષાત્કાર |
નદી કે દરિયાને કિનારે તણાઈ આવેલો કચરો | ઓવાળા |
નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠસમૂહ | તરાપો |
નદીમાંનો ઊંડો ભાગ | ધૂનો |
નમે નહિ તેવું | અણનમ |
નમ્રતાથી કહેવું તે | દરખાસ્ત |
નરક જેને માટે નથી જ એવું | નરકાતીત |
નવી ખેડાયેલી જમીનનું પ્રથમ વર્ષ | તાવરસું |
નવું ઉદય થયેલું કે ઊગેલું | નવોદિત |
નવું ચિંતવી કે ઉપજાવી કાઢવાની શક્તિ | કલ્પના |
નવું ફૂટેલું પાન | કૂંપળ |
નહિ પદ્ય, નહિ ગદ્ય | અપદ્યાગદ્ય |
નાણાં લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય | વીશી |
નાશ ન પામે એવું | અવિનાશી |
નાશ પામે તેવું | નશ્વર |
નિયમમાં રાખનાર | નિયંતા |
નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ | અનાથાશ્રમ |
નીચે પાથરવા માટેનું જાડું મોટું કપડું | પાથરણ |
નોતરેલા મહેમાનોનો સમૂહ | નોતર |
ન્યાયાધીશ કે અદાલતનો નિર્ણય કે ફેંસલો | અધિમત |
પંચ સમક્ષ કરેલી તપાસણીની નોંધ | પંચનામું |
પંચોતેર વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ | હીરકમહોત્સવ |
પગ વડે કરવામાં આવતો પ્રહાર | પદાઘાત |
પગથી માથા સુધીનું | ઘટમાળ |
પગના નખથી માથાની શિખા સુધી | નખશિખ, આપાદમસ્તક |
પગે ચાલવાનો કાચો રસ્તો | પગદંડી |
પચાસ વર્ષ પૂરાં કરી એકાવનમા વર્ષમાં પ્રવેશ | વનપ્રવેશ |
પચાસ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ | સુવર્ણમહોત્સવ |
પચાસ શ્લોકોનો સમૂહ | પંચાશિકા |
પચીસ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ | રજતમહોત્સવ |
પછી જન્મેલું (નાનો ભાઈ) | અનુજ |
પડખામાં ફૂટતું શૂળ | પાસામૂળ |
પથારીનો સામાન | પાગરણ |
પથ્થર ઉપ ૨ કોતરેલો લેખ | શિલાલેખ |
પદ પરથી દૂર કરાયેલું | પદચ્યુત |
પરંપરિત પતનની પ્રક્રિયા | નિપાત |
પરવાળાનો બેટ | પ્રવાલદ્વીપ |
પરસેવાનું ટીપું | સ્વેદબિંદુ |
પરસેવાનું ટીપું | સ્વેદબિંદુ |
પરાજય કરનારું | અભિભાવક |
પરાધીન હોવાનો ભાવ | ઓશિયાળું |
પરિપુષ્પ થવું કે કરવું તે | પરિપોષ |
પર્યાવરણમાં જીવસૃષ્ટિ માટે હાનિકારક ફેરફાર | પ્રદૂષણ |
પર્વતની આજુબાજુનો નીચાણનો પ્રદેશ | તળેટી |
પવન જેવા વેગથી દોડનાર | પવનવેગી |
પવન ફૂંકવાનું એક સાધન | ધમણ |
પવિત્ર હોવાનો ઢોંગ કરતું | ચાગલું |
પહાડની તળેટીનો પ્રદેશ | તરાઈ |
પહેલાં કદી ન બન્યું હોય તેવું | અભૂતપૂર્વ, અપૂર્વ |
પહેલીવાર પરણતો વ૨ | પંથવર |
પહેલું જન્મેલું (મોટો ભાઈ) | અગ્રજ |
પાંદડા નો ધીમો અવાજ | પર્ણમર્મર |
પાછળ ચાલનારું | અનુચારી |
પાણી વગરની રેતાળ જગ્યા | મરુભૂમિ |
પાણી સુગંધિત બનાવનાર એક વનસ્પતિ | કરૈયું |
પાણીના વાસણ મુકવાની જગ્યા | પાણીયારું |
પાણીમાં બાંધેલો કિલ્લો | જંજીરો |
પાપ વગરનું | નિષ્પાપ |
પારકા પર આધાર રાખનારું | પરાવલંબી |
પારણાને અધ્ધર ઝીલી રાખનારી દોરી | પાંગરૂ |
પુસ્તકનો પ્રાસ્તાવિક લેખ | પ્રાકથન |
પૂરતી તપાસ કર્યા પછી નક્કી કરવામાં આવતું મૂલ્ય | આકારણી |
પૂર્વ તરફની દિશા | પ્રાચી |
પૂર્વ દિશા તરફ મુખ વાળુ | પૂર્વભિમુખ |
પૂર્વે જન્મેલા | પૂર્વજ |
પૂર્વે ન જોયું હોય તેવું | અપૂર્વ |
પૃથ્વી પર સૌને વહાલો કે ધરતીમાતાનો વહાલો | રૂઢિચુસ્ત |
પૃથ્વીની ઉપરની સપાટી | ધરાતલ |
પૈસાનો ચોથો ભાગ | દમડી |
પોતાના હાથે લખેલું જીવનનું વૃત્તાંત | આત્મકથા |
પોતાનાં વખાણ પોતે જ કરવાં તે | આત્મશ્લાઘા |
પોતાની જાત પ્રત્યે થતો અવસાદ કે ખિન્નતા | આત્મગ્લાનિ |
પોતાની જાતનું અભિમાન | જાત્યાભિમાન |
પોતાની જીવનકથાનું વૃત્તાંત | આત્મકથાનક |
પોતાની મેળે પતિ પસંદ કરવો તે | સ્વયંવર |
પોતાનો નાશ કરનારું | આત્મવિઘાતક |
પ્રકાશ પાડનાર | ઘોતક |
પ્રકાશથી ઝગમગતું | જાજવલ્યમાન |
પ્રભુ કે પરમાત્માનું | તદીય |
પ્રયત્ન કર્યા વિના | અનાયાસ |
પ્રયાસથી મેળવી શકાય તેવું | યત્નસાધ્ય |
પ્રવાહની મધ્યધારા | મઝધાર |
પ્રાણીઓ જ્યાં કોઈ ભય વિના,સ્વતંત્રતાથી હરીફરી શકે તેવું વન | અભયારણ્ય |
ફરીથી જોવું તપાસવું તે | નજરસાની |
ફૂલ સમાન કોમળ અને મૃદુલ | ગુલફામ |
ફૂલની કળીઓનું ઝુમખું | મંજરી |
બધા રાજાઓ પર પોતાની સત્તા સ્થાપનાર | ચક્રવર્તી |
ઉપરોક્ત આપેલ લીસ્ટ ઉપરાંત વધારે શબ્દ સમૂહ માટે એક શબ્દ ની PDF file નીચે આપેલ લીક પરથી Download કરી શકાશે
Shabd Samhu Mate Ek Sabhe Meaning Explain
Shabd Samuh Mate Ek Shabd Pdf Download
You can download Shabd Samuh Mate Ek Shabd pdf file form link given below which is very useful for competitive Examination and it is part of Gujrati Vyakran. below given pdf file is contain list of one word of substitution.
Shabd Samuh Mate Ek Shabd Download
Virudharthi Shabd Pdf Download
Conclusion
નમસ્કાર મિત્રો અમારા બ્લોગ પોસ્ટ આર્ટીકલ ગુજરાતી વ્યાકરણ અંતર્ગત “શબ્દ સમૂહ માટે એક શબ્દ ” વિશે સરળ માહિતી આપવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. આશા રાખીએ કે અમારો આર્ટીકલ તમને ગમશે. આર્ટીકલ બાબતે યોગ્ય સલાહ સૂચન કમેન્ટ કરી જણાવશો. અમે ગુજરાતી વ્યાકરણ ને સરળ શબ્દો માં સમજાવવાનો પ્રયાસ કર્યો જે આપને ગમ્યો હોય તો અમારી આ પોસ્ટ વિશે તમારા મિત્રો ને જણાવી શકો છો.
મિત્રો તમે જોયું હશે કે અમારો આ આર્ટિક્લ ગુજરાતી ભાષા માં લખાયેલો છે જે માં વ્યાકરણ ના નિયમ અને ઉદાહરણ આપવાનો પ્રયાસ કરેલ છે. અમારા લખવામાં જો કોઈ શરતચૂક થયેલી જણાય તો અમને સૂચન કરશો જેથી કરીને અમે સુધારો કરી શકીએ. અમારા આ આર્ટીકલ નો હેતુ માત્ર સરળ સમજૂતીનો છે. “ના ગમે તો અમને કહેશો, ગમે તો સૌને કહેશો..”